તરોતાઝા

આમળાનું પાણી શરીર માટે ફાયદાકારક

વિશેષ -નિધી ભટ્ટ

આમળાનું ફળ ભારતમાં મળી આવતું અનેક પોષક તત્ત્વોથી ભરપૂર ફળ છે જે ઉચ્ચ વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ જેવા અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. તાજા આમળાનાં ફળોને પાણીમાં ભીંજવી કે પછી પાણીમાં આમળાનો પાઉડર નાખી બનાવી શકાય છે. આ એક પૌષ્ટિક પીણું છે જેનું સેવન સવારે કરવાથી તન-મનને અનેક ફાયદા થાય છે. આ માટે રાતભર તાજા આમળા પાણીમાં ભીંજાવી રાખી શકો છો અથવા સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી આમળા પાઉડર મેળવીને સેવન કરી શકો છો. સવાર સવારમાં આમળા પાણી પીવાથી હાઇ બ્લડપ્રેશર નિયંત્રણમાં
રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે
આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે ચેપીરોગ સામે રક્ષણ આપે છે. શ્ર્વેત રક્તકોશિકાઓના ઉત્પાદન અને કાર્યશક્તિ વધારે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે જેથી શરદી-ખાંસી જેવી ચોમાસું અને અન્ય બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે.

પાચનમાં સુધારો થાય છે
આમળામાં ફાઇબર હોવાથી એ શરીર માટે એક હળવા રેચક તરીકે કામ કરે છે. આનાથી પેટને સાફ રાખવામાં અને પાચનશક્તિ વધારવામાં મદદ મળે છે. કબજિયાત અને સોજા જેવી પાચનસંબંધી અનેક સમસ્યાઓમાં
રાહત મળે છે.

ત્વચાનું સ્વાસ્થ્ય વધે છે
આમળામાં મોજૂદ એન્ટિઓક્સિડન્ટ્સ જેમાં વિટામિન સી પણ સામેલ છે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવા અને કોલેજનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. રોજિંદા સેવનથી ત્વચાનું સ્વાસ્થ્ય અને સૌંદર્ય વધે છે. ઉમર વધવાનાં લક્ષણો ઓછાં થાય છે. ત્વચા ચમકીલી બને છે.

બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે
આમળામાં રહેલા ફાઇબર અને ક્રોમિયમની માત્રાને કારણે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે લોહીમાં રહેલી સાકરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે જેથી ડાયાબિટીસ જેવી બીમારીને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ
આમળાનું સેવન ચયાપચયની ક્રિયા વધારે છે. તેમાં રહેલું ફાઇબર તૃપ્તિનો અનુભવ કરાવે છે આમ ઝડપી પાચન અને ઓછી ભૂખને કારણે વજન ઘટાડવામાં સહાયતા
મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button