તરોતાઝા

આ સાઈનસ એટલે શું?

આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

સાઈનસને ગુજરાતીમાં નાસૂર ' કહે છે. સાઈનસ ઈન્ફેક્શનને મેડિકલ ભાષામાં સાઈનસાઈટિસ કહેવામાં આવે છે . નાક- નાસિકા પોલાણમાં ચેપ લાગે - સોજો અથવા બળતરા થતા હોય તો તેનો મતલબ છે કે તમને સાઈનસ ઈન્ફેક્શન એટલે કેસાઈનસાઈટીસ’ થયું છે.. સાઈનસમાં જમા થતું પ્રવાહી ઈન્ફેક્શનનું કારણ બની શકે છે જેનાથી સાઈનસાઈટીસ થાય છે.

સાઈનસનાં લક્ષણ:

  • ઘાટું , પીળું, લીલું, ઘેરું, જાડું પ્રવાહી નાકમાંથી પડે.
  • નાક પર સોજો આવવો, રુંધાઈ જવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી.
  • નાક તથા નાકની આજુબાજુના ગાલ પર તથા નેણની આજુબાજુમાં દુ:ખાવો થવો અને ત્યાં અડવાથી વધારે દુ:ખાવો થવો.
  • સૂંઘવાની તથા સ્વાદની ક્ષમતા ઓછો થવી.
  • જડબું, દાંત અને કાનમાં દુ:ખાવો થવો.
  • ઉધરસ આવવી તથા ગળામાં દુ:ખાવો થવો.
  • થાકનો અનુભવ થવો.
  • મોંમાંથી વાસ અને ઊબકા આવે.

સાઈનસનાં કારણ:

  • બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શનના કારણે.
  • કોઈ પણ પ્રકારની એલર્જીના કારણે.
  • ઠંડા વાતાવરણની અસરને કારણે.
  • નાક-કાનમાં ઈજા થવાથી, તેમાં કાંઈ શારીરિક ખોટ આવી હોય તો.

સાઈનસમાં આહાર :

  • શક્ય હોય તો 1 થી 2 ઉપવાસ કરવા.
  • વિટામિન-ઈ વાળો ખોરાક વધુ પ્રમાણમાં લેવો, જેમ કે, મોસંબી, નારંગી, ટમેટાં વગેરે…
  • સૂંઠ, મરી, લાલ મરચું, આદું તથા સૂરણ આહારમાં ખાસ લેવાં.
  • કાચા શાકભાજી તથા અનાનસ લેવાં.
  • ઉકાળેલું સૂંઠવાળું પ્રવાહી વધુ માત્રામાં લેવું.
  • જે વસ્તુની એલર્જી હોય, તે વસ્તુનો
    ત્યાગ કરવો.
  • બને ત્યાં સુધી આ વસ્તુનો ત્યાગ કરવો :
    મેંદો, ગળ્યા પદાર્થો, ખાંડયુક્ત જ્યૂસ, સોડા, અથાણાં, ધૂમ્રપાન, નશીલા પદાર્થ વગેરે.

શું સાવધાની રાખવી:

  • સાઈનસ 90% વાઈરલ ઈન્ફેક્શનના કારણે થતું હોય છે. આથી આ બીમારી દવા વિના પોતાની રીતે જ મટી શકે છે, પરંતુ 10% વાઈરલમાંથી બેક્ટેરિયલ થવાની સંભાવના રહેલી છે.

સાઈનસના ઉપચાર :

  • 1 ટમલર ગરમ પાણીમાં નીલગિરિના તેલનાં થોડાં ટીપાં નાખી નાસ લેવો. આ રીતે દિવસમાં 2-3 વાર કરવું.
  • નેતિ ક્રિયા કરવી.
  • 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી મીઠું નાખી થોડું ગરમ કરવું. અને તે પાણી 1 નસકોરામાં ધીરે ધીરે રેડવું, અને તે બીજા નસકોરામાંથી નીકળી જાય તેવી રીતે માથું ત્રાંસું રાખવું. આ ક્રિયા દિવસમાં 2-3 વાર કરવી.
  • 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી મધ દિવસમાં 3-4 વાર લેવું.
  • 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી વિનેગર તથા 1 ચમચી મધ નાખી દિવસમાં 3 વાર પીવું.
  • 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી મેથી નાખી અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું અને હૂંફાળું થાય ત્યારે ધીરે-ધીરે પીવું. આમ દિવસમાં 3 વાર કરવું.
  • 1 ગ્લાસ પાણીમાં 10 ગ્રામ આદુંના
    ટુકડા નાખી ઉકાળવું. ત્યારબાદ નીચે
    ઉતારી તેમાં 2 ચમચી મધ નાખી ધીરે-ધીરે પીવું. દિવસમાં 3 વાર આ પ્રક્રિયા કરવી.
  • 1 ચમચી સરસવના દાણા 1 ગ્લાસ
    પાણીમાં નાખી, અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ તેને ઠંડું કરી ગાળી લેવું અને તેના 3-4 ટીપાં બંને નસકોરામાં નાખવાં.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…