તરોતાઝા

આ CPR શું છે?

આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

જીવનું જોખમ ઊભું થાય ત્યારે આ તાત્કાલિક સારવાર જાણી લેવી- શીખી લેવી બહુ જરી છે

સી.પી.આર. એટલે શું?
C.P.R. એટલે Cardio Pulmonary Resuscitation બીજા શબ્દોમાં કહીએ તો એ છે હૃદય-ફેફસાનું પુનજીર્વન
CPR એ અચાનક હૃદય બંધ પડવાની કે શ્વાસોચ્છ્વાસ બંધ થઈ જવાની કટોકટી વખતે વ્યક્તિને છાતી ઉપર આપવામાં આવતી ઝડપી દબાણની તાત્કાલિક સારવાર છે. CPR આપવાથી હૃદય બંધ પડી ગયેલી વ્યક્તિના શરીરમાં લોહીનું પરિભ્રમણ ચાલુ કરી શકાય છે. આનાથી શરીરનાં મહત્ત્વનાં અંગો જેવાં કે મગજ, હૃદય, કિડની અને લીવર વગેરેને અજોઈતું લોહી મળતું રહે છે. અને આવી વ્યક્તિને જો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો, તેમની જિંદગી બચવાની શક્યતા ખૂબ જ વધી જાય છે…

જો વ્યક્તિ જાગૃત હોય તો CPR. ક્યારેય ન કરવું.
જ્યારે તમે એકલા હો અને અચાનક કોઈ વ્યક્તિને જમીન પર પડેલી જુઓ તો સૌથી પહેલા એ ચકાસી લો કે શું તેને ખરેખર CPR ની જર છે કે નહિ, તે આ મુજબની રીત પ્રમાણે તપાસી શકાય છે.
તેના શ્વાસ ચાલે છે?

મુખ્ય બે ધમની દ્વારા એ ચેક કરી શકાય.

  1. ગળાની અને 2. હાથની
    ગળાની બંને સાઈડ કેરોટીડ નામની ધમની હોય છે. ત્યાં ધબકારા ચેક કરવા.

એ જ રીત્, હાથની બહારની સાઈડ પર રેડિયલ નામની ધમની હોય છે. ત્યાં ધબકારા માટે તપાસવું.

સી.પી.આર. ક્યારે કરવું?
અહીં દર્શાવેલાં કોઈ પણ કારણસર જ્યારે વ્યક્તિનું હૃદય બંધ પડી જાય અને તે બેભાન થઈ જાય ત્યારે
હાર્ટઍટેક
સ્ટ્રોક
અકસ્માત
પાણીમાં ડૂબેલ વ્યક્તિને તરત બહાર કાઢ્યો હોય ત્યારે..
ઈલેક્ટ્રિક શોક
ઝેર પીધું હોય તે દરમિયાન
અન્ય કારણોસર હૃદય બંધ પડી ગયું હોય.
સી.પી.આર. કરવામાં ક્યારેય ડર ન રાખવો.

ઘણા લોકો આત્મવિશ્વાસના અભાવે અથવા જોખમના ભયે સામેની વ્યક્તિના CPR ચેક કરવામાં ડરતા હોય છે, પરંતુ તેમાં ડરવાની કાંઈ જરિયાત નથી. વળી ઘણા લોકો ડરતા હોય છે કે, તેમના કારણે દર્દીને વધારે નુકશાન તો નહિ થાય ને? પરંતુ તે ખોટી માન્યતા છે. કેમ કે , જો તમે તે સમયે યોગ્ય નિર્ણય નહિ લઈ શકો, તો વ્યક્તિનું 8 થી 10 મિનિટમાં મૃત્યુ થઈ શકશે. કદાચ તમારા CPR દ્વારા જો વ્યક્તિને અન્ય નુકશાન થાય તો તે રિપેર થઈ શકે છે, પરંતુ તે સમયે તમારા નિર્ણય ન લેવાથી વ્યક્તિ મૃત્યુ પામશે. માટે પાછળથી પસ્તાવું પડે તેના કરતાં CPR કરવાનું શ કરી દેવું બહુ સાં. (Better to be safe than sorry)

સી.પી.આર. કરવાની રીત:
નોંધ: અહીંયા માત્ર CPR કરવાની રીત દર્શાવેલી છે. વ્યવસ્થિત શીખવા માટે તેનો પ્રેક્ટિકલ કોર્સ કરવો લાભદાયક છે.
1 ) દર્દીને સપાટ અને નક્કર જગ્યા પર સૂવડાવો.
2) દર્દીનું માથું પાછળની બાજુ નમાવો, જેથી તેની શ્વાસનળી ખુલ્લી રહે.
3) વ્યક્તિની છાતીની વચ્ચોવચ તમારા બંને હાથ મૂકો. તમારા એક હાથ પર બીજો હાથ રાખો.
4.) હવે છાતી પર મિનિટમાં 100 વાર દબાણ આવે એ રીતે જોરથી અને ખૂબ ઝડપથી વારંવાર દબાણ આપો.
5) દરેક દબાણ વખતે છાતી 2 ઈંચ જેટલી દબાવવી જોઈએ.
6 ) જો દર્દી બચી જાય તો પછી તેને આરામદાયક સ્થિતિમાં સૂવડાવી દેવો. અને જો કાંઈ પ્રતિક્રિયા ન દર્શાવે તો ઍમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી CPR કરવાનું ચાલું રાખવું.

નોંધ: નવી માર્ગદર્શિકા પ્રમાણે મોં દ્વારા શ્વાસોચ્છ્વાસ આપવા જરી નથી. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…