નસકોરી ફૂટવી: કારણ -મારણ
આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
ગરમીના દિવસો છે. અનેક રાજ્યો -વિસ્તારોમાં આજકાલ તાપમાનનો પારો 40-42-45 ડિગ્રી સુધી પહોંચી જાય છે.
એક તો સૂકી હવા ને ઉપરથી સખત તાપ-તડકાને કારણે માનવ દેહમાં પર એની અનેક જાતની આડ -અસરો પડે છે
એમાંથી એ એક છે : નસકોરી ફૂટવી.
આવો, એના કારણ ને ઉપચાર જાણીએ, જેમકે…
નાકની અંદર લોહીની અનેક સૂક્ષ્મ નળીઓ હોય છે. તે નળીઓ જ્યારે ફાટે અને લોહી બહાર આવે તેને નસકોરી ફૂટી કહેવાય છે.
નસકોરી 2 થી 10 વર્ષ અને 50 થી 80 વર્ષના લોકોમાં વધુ થતી હોય છે.
નસકોરી ફૂટવાનાં કારણ
સૂકી હવા અને નાકની ગરમી વધી જવાથી.
વધુ ઠંડા અથવા વધુ ગરમ વાતાવરણમાં રહેવાથી.
એલર્જી કરનારા અમુક પ્રકારના કેમિકલનો યોગ થવાથી.
ઊંચાઈ પર ચડવાથી, વારંવાર છીંક આવવાથી કે વધુ બ્લડપ્રેશર હોવાથી.
નાકમાં વારંવાર આંગળી વગેરે નાખીને ખોતરવાથી.
દારૂ કે સિગારેટનું વ્યસન હોવાથી.
શું છે આની તાત્કાલિક સારવાર ?
નસકોરી ફૂટે ત્યારે માથાને આગળ નમાવીને હાથ દ્વારા નાકને 5-10 મિનિટ સુધી બંધ રાખવું. તે દરમ્યાન મોઢેથી શ્વાસ લેવો.
નસકોરી ફૂટે ત્યારે માથાને પાછળ નમાવીને નાક ન દબાવવું.
ફૂટેલ નસકોરીના અન્ય ઉપચાર :
ધાણાના રસના 3-4 ટીપાં નાકમાં નાખવાં.
દૂધનાં 3-4 ટીપાં નાકમાં નાખવાં.
જૂના ગોળમાં મરી અને દહીંને મેળવી પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
જેને નસકોરીનો પ્રોબ્લેમ હોય તેને નાકમાં વેસેલીન કે લોશન લગાવવું, જેથી નાક કોં ન પડી જાય.
દાડમના ફૂલ પાણીમાં વાટીને તેનાં ટીપાં નાકમાં નાખવાં.
1 કપ દૂધીનો રસ મધ અથવા સાકર સાથે પીવો.
અરડૂસીના પાનના રસનાં ટીપાં નાકમાં નાખવાં અને તેનો 25 મિ.લિ રસ સાકરમાં મેળવીને પીવો.
માથે ઠંડા પાણીની ધાર ધરાવવી કે બરફનો ટુકડો માથે, કપાળે કે ગરદન ઉપર ઘસવો.
માથે કાળી કે પીળી માટી પાણીની પલાળી તેનો લેપ કરવો અથવા ભીની માટી સૂંઘવી.
આ ઉપરાંત…
નસકોરી ફૂટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમ જ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે.
નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે.
લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબુદ થાય છે.
નસકોરી ફૂટે તો કેરડીના રસનાં ટીપાં, કાંદાના રસનાં ટીપાં, ગાયના ઘીનાં ટીપાં, દૂધનાં ટીપાં, ખાંડના પાણીનાં ટીપાં, દ્રાક્ષના પાણીનાં ટીપાં, ઠંડા પાણીનાં ટીપાં, ગમે તે એક વસ્તુનાં ટીપાં નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે.
નસકોરી ફૂટે તો ફટકડીનું ચૂર્ણ સૂંઘાડવું અને ફટકડીનું પાણી નાકમાં નાખવાથી લોહી તરત જ બંધ થાય છે.
ઘઉંના લોટમાં સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
મરીને દહીં અને જૂના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
કેરીની ગોટલીનો રસ નાક વડે સૂંઘવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
દૂધીનો રસ મધ અથવા સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી પડતું લોહી બંધ થાય છે.
મરી અથવા અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી, સૂંઘવાથી કે નાકે ચોળવાથી નાક બંધ થઈ ગયું હોય તો તે ખૂલે છે.
આમળાંના ચૂર્ણને દૂધમાં કાલવી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે.
અરડૂસીનાં પાનના રસનાં 3 થી 4 ટીપાં નાકમાં નાખવાથી નસકોરી બંધ થાય છે અને અરડૂસીનાં પાનનો રસ પીવાથી નાક કે મોં વાટે લોહી પડતું બંધ થાય છે..