આવો, આપણે ગમગીન દિવસને ગમતીલો બનાવીએ..!
આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી
ઘણી વાર હળવાશમાં કહેવાતું હોય છે: સાસુ અને વરસાદનું કંઈ ન કહેવાય એ બન્ને ગમે ત્યારે વરસી પડે !' આવું જ આપણા મૂડનું છે. એ સાસુમાની જેમ કયારે પલટાય ને કયારે વહુ એટલે કે તમારા પર ત્રાટકી પડે એનો વર્તારો તો ભલભલા ધૂરંધર જ્યોતિષી પણ કોઈ ન કરી શકે. કેટલીક વાર અપણે સવારે ઊઠીએ- ફ્રેશ થઈ રોજિંદા કામે વળગીએ ને થોડી વારમાં ધાર્યાં કામ પાર ન પડે પછી આપણો મૂડ એવો પલટાય ને આપણે મનોમન બોલી ઊઠીએ :
યાર, કેવો બુંદિયાળ દિવસ ઉગ્યો છે આજે? અથવા તો ધૂંધવાઈને એવું પણ કહીએ: સવાર સવારમાં કોનું મોઢું જોયું’તું
આજે ?’
આવું આપણને બધાને અવારનવાર થતું રહે છે એટલે એના પર આપણે ખાસ ધ્યાન પણ નથી આપતા. જો કે, આમાં ન સમજાય એવી વાત એ છે કે સવાર સવારમાં જ આપણને કેમ આવાં અંદેશા આવવા માંડે કે આજે જોઈતું કામ થતું નથી કે થવાનું નથી. આમ તો આવા સંદેહનું કોઈ દેખીતું કારણ હોતું નથી,પણ જસ્ટ, મનમાં આવું ઊગી નીકળે.
આપણે આને બેડ - ડે' કહીએ, પણ મનોચિકિત્સક આને
સેડ – ડે’ તરીકે ઓળખાવે છે તો આ કહેવાતા બેડ -ડે' અને
સેડ -ડે’ વચ્ચે ફરક શું?
સામાન્ય માણસને પૂછો તો એમને મન ફરક માત્ર ખરાબ' કે
ગમગીન’ શબ્દ જેટલો છે.. ધાર્યું કામ ન થયું એટલે નિરાશ થયા-દુ:ખી થયા-ગમગીન થયા બસ, એમને મન વાત ત્યાં પૂરી… પણ મનોચિકિત્સક આવા મૂડની અંદર ઊતરે છે અને પૃથક્કરણ કરે છે.
આપણને અચાનક લાગવા માંડે કે આજે આવો સેડ કે ગમગીન દિવસ છે તો શું કરવું?' વેલ,ખ પૂછો તો આવા
સેડ-ડે’ ક્યારે ત્રાટકે એ કંઈ નિશ્ચિત નથી હોતું’ બોસ્ટન- હાર્વડ મેડિકલ સ્કૂલ' સાથે સંકળાયેલાં ખ્યાતનામ મનોવૈજ્ઞાનિક નતીલા દાતીલો આવું કહીને ઉમેરે છે :
હા, એ ખં કે સતત કામના દબાણને લીધે મન-મગજ થાકી જાય ત્યારે આપણને એક પ્રકારની ખિન્નતા ઘેરી વળે છે. આપણે મનથી થકી જઈએ છીએ.આવે વખતે જેનાથી થાકોડો લાગતો હોય એ કામથી થોડી વાર દૂર રહેવું જોઈએ..’
આ જ અનુસંધાનમાં અમદાવાદના એક જાણીતા મનોચિકિત્સક કહે છે :હા, એ ખં કે આવા બેડ કે સેડની લાગણીનું લંબાણ થોડાક કલાકનું હોય છે. પછી એ આપોઆપ વિરમી જાય..કોઈ પણ કારણસર એ લંબાય તો ડિપ્રેશનમાં પલટાઈ શકે પછી આવી ખિન્નતા કે ઉદાસીનતા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની રહે છે. એના ચક્કરમાંથી બહાર આવવું કઠિન પણ છે...' એવા ચેતવણીભર્યા સ્વરમાં એ મનોચિકિત્સક સેડ-ડેનો તબીબી પરિભાષાનો ફોડ પાડતા કહે છે
: જઅઉ એટલે જયફતજ્ઞક્ષફહ અરરયભશિંદય ઉશતજ્ઞમિયિ ' આપણું મન અચાનક કેમ ખિન્ન થઈ જાય છે એની પાછળ મન કરતાં પણ બીજાં કેટલાંક બાહ્ય કારણો વધુ ભાગ ભજવે છે. શું છે એ બધાં કારણ ? નિષ્ણાતો અનુસાર વિદેશોમાં ઠંડી આબોહવા ઉપરાંત ઓછા સૂર્યપ્રકાશને લીધે વાતાવરણ ગ્લૂમી એટલે કે ધૂંધળું બની જાય છે,જે આડકતરી રીતે હતાશા પ્રગટાવે છે. એ જ રીતે, અવારનવાર વરસાદનાં ઝાપટાં પણ મનમાં ન સમજાય એવો વિષાદ પણ સર્જે છે. આ બધા વચ્ચે આપણને અચાનક રોજિંદા કાર્ય સહિત બધી જ વાતમાંથી રસ ઊડી જાય - કશું જ ન કરવાની ઈચ્છા પ્રબળ થઈ જાય છે આને તબીબો
સેડ-ડે સિન્ડ્રમ’ તરીકે ઓળખાવે છે. આવાં લક્ષણ જો વધુ તીવ્ર બને તો એ જોખમી પુરવાર થઈ શકે. આવાં લક્ષણ જો પરાકાષ્ઠા પર પહોંચે તો એ આત્મહત્યા તરફ પણ દોરી જાય. (બાય ધ વે, વિદેશમાં વધુ પડતી અનિશ્ચિત વરસાદી મોસમમાં આપઘાતના વધુ કિસ્સા નોંધાય છે !)
- તો પછી આવા
સેડ-ડે' માંથી છટકવું કેમ ? સિમ્પલ આવાં ગમગીનીભર્યાં લક્ષણોમાંથી છૂટવા માટે માત્ર આટલું કરો..
અમદાવાદના પેલા મનોચિકિત્સક એનાં ઉપાય સૂચવતા ઉમેરે છે :
આવું લાગવા માંડે કે તરત ઘરનાં બધાં બારી- બારણાં ખોલી દો.. ખંડમાં પૂરતો પ્રકાશ હોય તો પણ બધાં બલ્બ- ટયૂબલાઈટ સ્વીચ ઓન કરો હાથમાં લીધેલું બધુ જ કામ બાજુમાં
ધકેલી દો..યુટયુબ' પર જહોની લીવર કે કપિલ શર્માના કોમેડી શો ચાલુ કરી ખડખડાટ હસો..ગમગીનભર્યાં નહીં, પણ ગમતાં જૂનાં ગીતો - દેવ આનંદનું
ગાઈડ’ ફિલ્મનું ગીતગાતા રહે મેરા દિલ' કે પછી વહિદાજીનું
આજ ફિર જીને કી તમન્ના હૈ..’ જેવાં ગીતો ફરી ફરી સાંભળો..!.’
ધારી લો કે કોઈને જૂનાં ગીત સાંભળવાનો મૂડ ન હોય તો શું કરવું?
વેલ,એ સંજોગોમાં જેની સાથે મનમેળ હોય એવી વ્યકિતને ફોન કરો-દુનિયાના ખબર-અંતર જાણો…દોસ્તો સાથે ગામની પંચાત કરો અથવા તો હમણાં જ તમને કોઈ આનંદના સમાચાર મળ્યાં હોય અને તમે બહુ ખુશ છો તેવી આનંદિત સ્વરના ટોનવાળી એકટિગ કરો..! અને જો એ વખતે કોઈ ના મળે તો મૂડ વધુ ખરાબ કરવાને બદલે થોડી વાર બિલ્ડિંગના દાદરા ચઢ-ઊતર કરો.
આમ કરવા છતાં મૂડ બદલાય નહીં તો? - તો ફરી
યુટ્યુબ' શરણે જાવ અને સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થયું છે એ રજનીકાન્તની ફિલ્મ:
જેલર’માં તમન્ના ભાટિયાનું ડાન્સ સોંગ: કાવાલ્લા’ સાંભળો અથવા તો સારા અલી ખાન- વિકી કૌશલનુંતેરે વાસતે ફલક સે ચાંદ લાઉં ગા...'ને તાલ આપીને ડોલો પછી જુઓ, તમારો કેવો મૂડ પલટાય જાય છે..! ટૂંકમાં મોજ કરો - સીટી મારો ને
સેડ-ડે’ના શરણે જવાને બદલે એ ગમગીન દિવસને ગમતીલો બનાવી દો..!