તરોતાઝા

આવા રોગ-બીમારીથી સાબદા રહેજો…

આરોગ્ય + પ્લસ – નિધિ શુકલા

કેટલાક એવા પણ જિદ્દી રોગ -બીમારી છે, જેનાં આજે પણ કારણ ને મારણ શોધી શકાયા નથી. આવો, આપણે આવાં અમુક રોગને ઓળખી લઈએ

પાર્ટ -2

ગયા અઠવાડિયે આપણે આ કોલમમાં આજની તારીખે પણ અસાધ્ય ગણાય એવા બે રોગ વિશે જાણ્યું.
આમાંથી એક રોગ હતો ડર્મેટામાયોસાઈટિસ'. શરૂઆતમાં માનવ ત્વચા પર એનાં લક્ષણ દેખાય છે.પહેલી નજરે, એ કોઈ સામાન્ય ચામડીના રોગ કે બીમારી હોય એવું લાગે,જે દર્દી અને તબીબને ખોટા ઉપચાર તરફ દોરી જાય છે. એ દરમિયાન, શરીરનું પ્રતિકારક તંત્ર બળવો પોકારે છે. દર્દીનાં ફેફસાંથી માંડીને બીજાં અંગોમાં પાણી ભરાવા લાગે છે . આ રોગ જલદી પરખાતો નથી એટલે કોઈ ચોક્ક્સ સારવાર વગર જ દર્દીનું મરણ થાય છે. 10 લાખમાંથી માંડ 9ને થતા આ દુર્લભ રોગની કોઈ અકસીર સારવાર પણ નથી. આ રોગનો તાજો શિકાર બની આમિર ખાનની ફિલ્મદંગલ’માં ચમકેલી બાળ ક્લાકાર સુહાની ભટ્ટ્નાગર. માત્ર 19 વર્ષની વયે અચાનક એનું નિધન થઈ ગયું.
આવા જ એક બીજા જીદી રોગની વાત આપણે ગયા સપ્તાહે કરી એ છે : સ્ટોનમેન સિનડ્રોમ' . આ દુર્લભ રોગમાં શરીરનાં વિવિધ સ્નાયુઓ આપમેળે હાડકાંમાં પલટાઈ જાય છે. પરિણામે દર્દીનું બધા જ પ્રકારનું હલનચલન બંધ થઈ જાય છે 20 લાખ લોકોમાંથી માત્ર બેને જ થતા આ રોગનીએ કોઈ જ સારવાર નથી! એલિસ ઈન વંડરલેન્ડ સિન્ડ્રોમ ( અઈંઠજ)' આપણે હમણાં વર્ણવ્યા એવાં ડરામણાં બીજાં હજુ કેટલાંક રોગ પણ છે. એક બાળ-વાર્તામાં એલિસ નામની એક છોકરી એવી જાદુઈ નગરીમાં પહોંચી જાય છે,જ્યાં એલિસને જાતભાતના અનુભવ થાય છે. કોઈ ચીજ અચાનક મોટી થઈ જાય તો કોઈ નાની-આજુબાજુની ચીજો ઊડવા માંડે કે પશુ-પંખી માણસની ભાષા બોલવા માંડે..! આવી એલિસ જેવી ભ્રાંતિ જયારે કોઈ માણસને થવા માંડે ત્યાર તબીબી ભાષામાં એનેએલિસ ઈન વંડરલેન્ડ સિન્ડ્રોમ’ કહે છે.આ રોગને કારણે દર્દીની પાંચેય ઈન્દ્રિય કામચલાઉ કુંઠિત થઇ જાય છે. એ બોલવા-ચાલવા અને વિચારવાની શક્તિ ગુમાવી દે છે .
બ્રેન સ્પેશિયાલિસ્ટસના કહેવા અનુસાર આવાં ન્યુરોલોજિકલ ડિસઓડર' થવાનું એક કારણ અનિન્દ્રા-ડિમેંશિયા- પક્ષઘાત - આલ્ઝિમર્સ-પાર્કિન્સન્સ,જેવી જૂની બીમારી હોય છે. આના લીધે દર્દી વિચિત્ર કલ્પનાઓ અને ભ્રાતિના ચક્કરમાં અટવાઈ જાય છે. એક તબીબી સંશોધન એવું પણ સૂચવે છે કે મગજમાં જો અચાનક વિદ્યુત તરંગો વધી જાય ત્યારેએલિસ સિન્ડ્રોમ’ પ્રગટે છે. અન્ય એક મેડિકલ રિસર્ચ મુજબ માઈગ્રેનની પીડા વધી જાય અથવા તો એપસ્ટિન - બાર' તરીકે ઓળખાતા વાઈરસનું સંક્રમણ વધે ત્યારે પણ એલિસનાં વિવિધ લક્ષણ જોવાં મળે છે. ઈન્ફ્લુએંજા વાઈરસને કારણે પણ આવું થઈ શકે છે. એક સર્વેક્ષણ મુજબ આ રોગના સપાટામાં મુખ્યત્વે 30% યુવા વર્ગ આવે છે. એ ચિત્ર-વિચિત્ર ભ્રાંતિના ભોગ બને છે અને સત્તાવાર રીતે એના કોઈ વિશેષ તબીબી ઉપચાર નથી. . હચિન્સન ગિલફોર્ડ પ્રોજેરિયા સિન્ડ્રોમ (ઇંૠઙજ) બેન્જામિન બટન’ તરીકે પણ ઓળખાતો આ એક દુર્લભ વંશાનુગત રોગ છે. આમાં બાળક બહુ ઝડપથી અકાળે વૃદ્ધ થવા લાગે છે.
તમે જો પા ફિલ્મ જોઈ હોય તો એમાં અમિતજી એ વૃદ્ધ દેખાતા બાળકની ભૂમિકા ભજવી છે. પ્રોજોરિયા' સિન્ડ્રોમ એક જીવલેણ બીમારી ગણાય છે. તબીબી હેવાલ મુજબ દર બે કરોડમાંથી લગભગ એક આ રોગમાં સપડાય છે.આજે છેલ્લાં આંકડા અનુસાર 350-400 બાળક પ્રોજોરિયાથી પીડિત છ્વે. આ રોગના દર્દી અલ્પજીવી હોય છે.બાળકનો દેહ આયુ વધતા વધુ ને વધુ બેડોળ બનતો જાય છે.દેડકા જેવી મોટી આંખ અને શરીરના પ્રમાણ કરતાં મોટું માથું ડરામણું લાગે છે. બાળક્ની ત્વચા પણ વૃદ્ધની જેમ લબડી જાય છે 14થી 21 વર્ષની આયુએ એ કિડની કે હાર્ટફેલ્યોરથી માર્યા જાય છે. આની સારવાર માટે અનેક તબીબી સંશોધન ચાલી રહ્યા છે,પણ હજુ સુધી એક પણ કામયાબ ઉપચાર મળ્યા નથી. ક્રોનિક ફોકલ એન્ફેલાઈટિસ આ પણ એક ખતરનાક રોગ છે. રાસ્મુસેન એન્ફેલાઈટિસ’ (છ ઈં) તરીકે પણ ઓળખાતા આ રોગ દરમિયાન મસ્તકના એક ભાગમાં સોજો આવી જાય છે. અમુક અજાણ્યા વાઈરસને કારણે શરીરની પ્રતિરક્ષા વ્યવસ્થા ભાંગી પડે છે. સામાન્ય રીતે આ દુર્લભ રોગમાં 10-12 વર્ષના બાળક તથા કિશાર વધુ સપડાય છે. લગભગ બધા જ પ્રકારની દવા-ઔષધિ આ રોગમાં કામ નથી કરતી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button