તરોતાઝા

તમે આવા `કમ્ફર્ટ ક્રિયેટર’ને ઓળખો છો?

વિષાદમાં હો કે ત્રસ્ત હો… અવઢવમાં હો કે અસાતામાં… ત્યારે આવી વ્યક્તિ તમારા માટે ખુશનુમા માહોલ સર્જી દે છે!

આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી
કહે છે કે પહેરણ-પગરખાં અને પરિચિત વ્યક્તિ આરામદાયક ન હોય તો બદલી કાઢો… અર્થાત કપડાં ટાઈટ થવા માંડે- સેન્ડલ કે શૂઝ ડંખવા માંડે અને પરિચિત- ઓળખીતાની નીતિ-રીતિ અળખામણી થવા લાગે તો બહેતર છે કે એ ત્રણેયને તાત્કાલિક તિલાંજલિ આપો..


રોજિંદા જીવનમાં અમુક વાત- વસ્તુથી આપણે એવા ટેવાઈ જઈએ છીએ કે એ થોડી કષ્ટદાયી હોય તો પણ એના તરફ ખાસ ધ્યાન નથી આપતા- ચલાવી લઈએ છીએ.,પરંતુ આ ચલાવી લેવાની' આપણી વૃત્તિની પણ એક ક્ષમતા હોય છે. એ હદ વળોટી જઈએ પછી એ રોજિંદો ત્રાસ બની જાય. કમરથી તંગ થતું પેન્ટ-ચાલતી વખતે સતત ડંખ આપીને પગની એડીના બાર વગાડી દેતાં શૂઝને એક તબક્કે તો આપણે ફગાવવા જ પડે. આવું જ આપણા કેટલાક પરિચિતોનું છે. સદ્ભાગ્યે એ આપણા નથી સ્વજન હોતા કે નથી અંગત મિત્રો અને એટલે જ એમને થોડા પ્રયત્નથી ટાળી શકીએ કે પીછો છોડાવી શકીએ. આ બધા વચ્ચે, જાણતા-અજાણતા આપણી આસપાસ એવી કેટલીક વ્યક્તિ ગોઠવાઈ જતી હોય છે કે જે તમારા ખાસ મિત્ર કે સ્વજન પણ નથી, છતાં એ તમને શારીરિક -માનસિક ત્રસ્ત અવસ્થામાં બહાર કાઢે છે. એ પણ એવી સહજતાથી કે તમને એનો અણસાર સુધ્ધાં નથી આવતો. એક ઉદાહરણ લઈએ: અકસ્માતે તમને પગમાં ફ્રેક્ચર થયું-ઑપરેશન થયું. આવી કોઈ વ્યક્તિ ફોન માત્ર કરીને ખબર- અંતર પૂછે. પછી ભલેને એ વાતચીત માંડ 5-7 મિનિટની હોય, પણ એની વાત એવી ઉષ્માભરી હોય કે તમારા ફ્રેક્ચરનો દુખાવો થોડી વાર માટે તો વિસરાઈ જાય.. પેલી વ્યક્તિ સાથેની વાતચીતથી તમને સારું - મજાનું લાગે. ફોન પરની એની સાથે વાત પૂરી પણ થઈ જાય અને તમે ફોન મૂકી દો પછી તમે એવા હળવા થઈ જાવ કે તમે એની વાત યાદ કરો ને તમને થાય : કાશ, પેલી વ્યક્તિ સાથે હજુ થોડી લાંબી વાત કરી હોત તો..! અમારી સાથેચિત્રલેખા-જી’ મેગેઝિનમાં કામ કરતા વરિષ્ઠ પત્રકાર વ્રજ શાહ પણ આવા જ એક આદમી હતા. તમારી કોઈ સ્ટોરી- એસાઈન્મેટમાં તમે અટવાઈ ગયા હો- આગળ શું કરવું એની સૂઝ ન પડતી હોય – હતાશામાં ડૂબી ગયા હો ત્યારે કામમાંથી કોફીનો શોર્ટ બ્રેક લઈ શાહભાઈ સાથે બેસો તો એક કપ કોફી પર શાહભાઈ એમની વાતોથી તમારી નિરાશાને એવી ખંખેરી નાખે કે તમે કામ માટે ફરી તાજામાજા ચેતનવંતા થઈને તમારા કામે લાગી જાવ!


હકીકતમાં શાહભાઈ જેવી વ્યક્તિ તમને એક નિરાંતવા તબક્કા પર પહોંચાડે છે. કોઈના પણ જીવનમાં આવા આરામદાયક ક્ષેત્રમાં લઈ જનારી એકથી વધુ વ્યક્તિ હોઈ શકે. આવી વ્યક્તિ માટે આજકાલ એક અંગ્રેજી શબ્દ પણ આપણી યુવા પેઢીની જબાન-ભાષામાં ગોઠવાઈ ગયો છે.
એ છે: કમ્ફર્ટ ક્રિયેટર'.. બીજા શબ્દોમાં કહીએ તો આપણા માટે આરામદાયક - સુવિધાજનક અવસ્થા સર્જી શકે એવી વ્યક્તિ! જરૂરી નથી કે આવા શખસને તમે અંગત રીતે ઓળખતા હો કે ગાઢ પરિચયમાં હો-એની સાથે કવિ -ડૉ. સુરેશ દલાલના શબ્દોમાં કહીએ તો ભલેનેલટક સલામ’નો સંબંધ હોય !
આવો એક કમ્ફર્ટ ક્રિયેટર'નો આખો નવો વર્ગ તૈયાર થયો છે,જે પોતે આજની ૠઊગ ણ માટે બ્લોગ્સ - વી-બ્લોગ્સ - વિડિયો ક્લિપ્સ બનાવીનેયુટ્યુબ’ કે ડિજિટલ પ્લેટફોર્મ ટિવ્ચ' અનેરેડઈટ’ પર મૂકે કે પછી અન્ય કોઈ સાઈબર પ્લેટફોર્મ્સ પરથી વહેતી કરે.


આ એવી સામગ્રી છે કે તમને ઈચ્છા થાય ત્યારે જોવી-સાંભળવી ગમે પણ ખરી. તમારી આરપાસના ભારેખમ કે નિરાશાજનક વાતાવરણમાંથી એ બહાર લાવે. તમને પ્રેરણા આપે, પણ પેલા ચીલાચાલુ મોટિવેશનલ ગુરુ'ની અદાથી નહીં..! ટૂંકમાં, એ તમારી સુવિધાએ તમારા માટે એક ખુશનુમા- ખુશખુશાલ માહોલ સર્જે છે. આવા કમ્ફર્ટ ક્રિયેટર્સ કે સકારાત્મક સર્જકોને આજે યુવા પેઢી વધાવી રહી છે. તાજેતરમાંયુટ્યુબ’ના કહેવા અનુસાર 69% `જનરેશન ઝેડ ‘ આવા કમ્ફર્ટ ક્રિયેટરની દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી (ઑડિયો -વિઝ્યુઅલ ) એમનાં પ્લેટફોર્મ પર નિયમિત જૂવે છે.
કારકિર્દી કે પછી ભાવિ જીવનસાથીની પસંદગીમાં અટવાયેલા યુવાનો માટે આવા કમ્ફર્ટ ક્રિયેટર્સ એક પ્રકારના માનસિક સુરક્ષાચક્ર જેવા છે. કોરોના-કાળની માનસિક આડ- અસરોના અભ્યાસુ એવા સમાજશાસ્ત્રી- મનોવિજ્ઞાનીઓ પણ કહે છે કે કોરોના જેવા કપરા કાળના લોકડાઉનમાં ઘરમાં ગોંધાઈ ગયેલા લોકો પોતાની માનસિક-શારીરિક – આર્થિક અકળામણથી કામચલાઉ ભાગી છૂટવા મારફાડની ફિલ્મો કે પછી પરાણે ભાવુક બનાવતી અને હાસ્યને નામે હાસ્યાસ્પદ ટીવી શો-સિરિયલોના રવાડે ચઢી ગયા હતા. એ કઠિન સંજોગોમાં કમ્ફર્ટ ક્રિયેટર્સની નવી આશા જગાડતી પ્રેરણાત્મક ક્લિપ્સ-શોએ એક નવી જ દિશા ચીંધી હતી. આવા કમ્ફર્ટ ક્રિયેટર માત્ર ઠાલા ઉપદેશ નથી આપતા , છતાંય મનને સાતા પહોંચે એવો સિનારિયો કે માહોલ એ જરૂર સર્જી દે છે.


વિદેશમાં દસેક લાખથી વધુ દર્શકો જેને અનુસરે છે એવી જાપાનની ઈમિલી મારિકો – હેલી બર્ન્સ -શેલ્બી રે કે પછી કેટિન ગલામાગા જેવા યુવાન કમ્ફર્ટ ક્રિયેટર યુવા પઢીમાં ખાસ્સા લોકપ્રિય છે. એમની સરખામણીએ પ્રેરણાત્મક વ્યાખાન આપતા અનેક ગુરુઓ આપણે ત્યાં છે, પણ શેલ્બી કે કેટિન જેવી વિશેષ પ્રકારની ભાવનાત્મક અનુભૂતિ કરાવે એવા કમ્ફર્ટ ક્રિયેટર્સ આપણે ત્યાં કેટલા છે એ શોધખોળનો વિષય ખરો..! ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress