તરોતાઝા

આ છે એવા કેટલાક આહાર, જે વધારી દે તમારી યાદશકિત !

આરોગ્ય + પ્લસ – નિધિ શુકલા

કોઈ પણ માનવીના જીવનમાં સ્મૃતિ-યાદશકિત એક આગવી ભૂમિકા ભજવે છે. યાદશક્તિ આપણને જન્મ સાથે મળેલી એક એવી કુદરતી દેન છે જે આયુની સાથે વધતી જાય-પ્રબળ થતી જાય અને બ્રેન-મગજમાં સંઘરાતી જાય. આપણને જાણ પણ ન હોય એ રીતે એ મગજના કોઈ ખૂણે એ રાતે સંઘરાયેલી રહે છે કે પહેલી નજરે આપણે એ ભૂલી પણ ગયા હોઈએ છીએ, પણ એની જરૂર પડે ત્યારે એ આપમેળે પ્રગટ થઈ જાય.
એક સરળ દાખલો લઈએ. કોઈ વ્યક્તિને આપણે મળ્યાં-એક્મેકનાં નામની આપ-લે થઈ, પછી લાંબાં સમયે ફરી મળીએ ત્યારે પેલી વ્યક્તિને જોતાં જ એનું નામ અને એની અન્ય વિગતો આપણી યાદ આવી જશે.
સામાન્ય માન્યતા એવી છે કે વધતી જતી આયુની સાથે આપણી સ્મૃતિ ઘટે છે-યાદશક્તિ ક્ષીણ થતી જાય છે, પણ શરીરશાસ્ત્ર વિશેનાં છેલ્લાંમાં છેલ્લાં કેટલાંક સંશોધન કહે છે કે માનવીમગજ જ્યાં સુધી
કોઈ પણ પ્રકારના રોગ કી બીમારીથી મુક્ત છે ત્યાં સુધી આયુની સાથે એ ઘસારો પામે એ જરૂરી નથી. કોઈ જો યાદશક્તિ ગુમાવે તો એના માટે વૃદ્ધાવસ્થા નહીં, પણ શરીર પ્રત્યે વધતી જતી એની બેકાળજીની નિશાની છે. વધતી જતી આયુવસ્થામાં પણ માનવ મગજ આશ્ચર્યજનક પદ્ધિતએ વિવિધ રીતે વિકસી પણ શકે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા' ના જાણીતા ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ. રોબર્ટ ટેરી અનુસાર માહિતીની પ્રક્રિયા -પૃથ્થકરણ કરતાંન્યૂરોન’ તરીકે મગજના કોષ હકીકતમાં ઉંમર સાથે મૃત્યુ પામતા નથી. એ માત્ર સંકોચાય છે. એને ફરી વિકસાવીને એની પાસેથી કામ લઈ શકાય છે.
શરીરેને જોઈતા શારીરિક -માનસિક વિકાસ માટે કાર્બોહાઈડે્રટસ – મિનરલ્સ-પ્રોટિન્સ-વિટામિન્સ,ઈત્યાદિ -ઈત્યાદિ પૂરા પાડવામાં આવે તો તે જરૂરી છે અને આ કાર્ય કેટલાક ચોક્કસ ખાદ્ય પદાર્થ કરી શકે છે
યાદશક્તિ ધારદાર બનાવે તેવા આ છે આહાર જેમકે
બદામ
આ સૌથી મહત્ત્વનો સૂકો મેવો યાદશક્તિ વધારવા માટે અગત્યનો આહાર છે, જે ખાસ કરીને મગજની નબળાઈને કારણે ગુમાવાતી યાદશક્તિની સારવારમાં
લાભદાયક છે. મગજની દુર્બળતા દૂર કરીને ફરી એને મજબૂત બનાવવાના અજોડ ગુણધર્મ બદામમાં છે.
બદામને લગભગ દોઢ – બે કલાક પાણીમાં ડૂબાડી તેની ઉપરની લાલ છાલ કાઢી નાખી પછી તેને ચંદનનાં લાકડાંથી પથ્થર પર પીસીને બારીક પેસ્ટ જેવી
બનાવીને માખણ અથવા ઓર એકલી ખાઈ શકાય. આજ રીતે, બદામનું દૂધ પણ સૌથી ઉપયોગી વાનગી છે. એમાં થોડુંક મધ ભેળવીને લેવાથી તે એક સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક પીણું બનાવે છે.
સફરજન:
સફરજન યાદશક્તિ વધારનાર આહાર છે અને તે યાદશક્તિ નબળી પડે ત્યારે એની સારવારમાં ઉપકારક છે. સફરજનના વિવિધ રાસાયણિક પદાર્થો ચેતાકોષોના
ઘસારાનું નિયંત્રણ કરે છે. સફરજન અને તેમાં ટે્રસ મિનરલ લોરોન'ને કારણે યાદશક્તિ વધારનારબ્રેઈનફૂડ’ તરીકે જાણીતું પણ છે.
યાદશક્તિ તથા એકાગ્રતાના અભાવમાં મધ તથા દૂધ સાથે સફરજન ખાવું ઘણું લાભદાયક છે.
આમ તો આ ફળ યાદશક્તિ માટે અનેક રીતે ઉપકારક છે.એ વિશે વિશ્વ આખામાં અનેક સંશોધન થયા છે.
હિંગ:
આ ચીકણો ગુંદર જેવો પદાર્થથી મગજ તથા ચેતાતંત્રને પુન: જાગ્રત કરવામાં મદદપ થાય છે..
શિથિલ થઈ ગયેલા અવયવોને જોશપૂર્ણ જીવનશક્તિની લાગણી ઊભી કરવાની શક્તિ આપવામાં પણ મદદ કરે છે. પાઉડર સ્વપે તેનો ઉપયોગ `મગજનાં ટોનિક’ તરીકે પણ થાય છે.
બ્રાહ્મી:
બ્રાહ્મીનાં પાન યાદશક્તિ વધારવા માટે નોંધપાત્ર આહાર ઔષધ છે.
આનાં પાનથી મગજની ગ્રહણ કરવાની ક્ષમતા સુધરતી હોવાનું મનાય છે. માનસિક નબળાઈ માટે તેનાં પાનનું ચૂર્ણ દૂધ સાથે થોડી થોડી માત્રામાં લેવું જોઈએ. એકાગ્રત વધારવા માટે આ બ્રાહ્મી પાનનું મિશ્રણ પંદર દિવસ સુધી દરરોજ સવારે ભૂખ્યા પેટે લેવું.
જીં:
આ લોકપ્રિય તેજાનો મગજનો આહાર છે. નબળી યાદશક્તિની સારવારમાં તેનો ઉપયોગ લાભદાયી જણાય છે.
લેમન બામ:
આ મહત્ત્વનું હર્બ યાદદાસ્ત વધારનાર ખોરાક મનાય છે. એ બ્રેન માટે વિશેષ ઉપકારક છે.
તે મગજનો થાક હળવો કરે છે. ગ્રહણશક્તિ તીવ્ર કરે છે, હતાશામાંથી બહાર લાવે છે
મરી:
યાદદાસ્ત વધારનાર બધા ખાદ્યપદાર્થોમાં મરી સૌથી જૂનું અને સૌથી અગત્યનો આહાર છે. સારી યાશકિત માટે મધ સાથે ભેળવેલ દળેલા મરી સવારે તથા સાંજે બંને વખત લેવાં જોઈએ.
ફોસ્ફરસયુકત ફળો:
ફોસ્ફરસથી ભરપૂર બધાં ફળો યાદદાસ્ત તીવ્ર કરવા માટે મૂલ્યવાન છે. આવાં ફળ મગજના કોષોને ચેતનવંતા કરે છે. આ જ રીતે અંજીર, દ્રાક્ષ, ખજૂર, સંતરાં, બદામ, અખરોટ તથા સફરજન આ મહત્ત્વના ખનીજથી ભરપૂર
ફળો છે. મગજની નબળાઈને કારણે યાદશક્તિ ગુમાવી હોય ત્યારે તેમના ઉપયોગનું વિશેષ મહત્ત્વ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress