તરોતાઝા

મનની સાતા ને શાંતિ માટે શું કરવું જોઈએ ?

મનની શાશ્વત શાંતિ માટે વનવાસ લેવાની જરૂર નથી. આ રહ્યાં કેટલાંક સચોટ ઉપાય-ઉકેલ..

આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી

નવા વર્ષના આગમન સાથે વીતેલા વર્ષની કેટલીક અણગમતી વાત વીસારે પાડીને આપણે એક યા બીજી રીતે નવા વર્ષમાં જીવનને નવી ચેતના સાથે જીવવાનો નિશ્ચય કરીએ છીએ.
અનેક લોકો નવા વર્ષમાં શું શું કરવું એના મનોરથને દૃઢતાથી પાળવાનો સંકલ્પ કરે છે. જરૂરી નથી કે બધા લોકો એ સંકલ્પને પાળી શકે. મોટાભાગનાં સંકલ્પ એક યા બીજા કારણોસર શરૂઆતના 4-6 મહિનામાં જ કડડ્ડભૂસ થઈ જાય છે.
દરેક કાર્યનો એક નિયત સમય હોય છે. એ કાં તો કુદરત નક્કી કરી આપે અથવા તો આપણી અનુકૂળતાએ એને મનથી ગોઠવવો પડે.
હા, અપવાદરૂપ કોરોના જેવી અચાનક કોઈ વિપત્તિ ત્રાટકે તો માનવીની માનસિક-શારીરિક અને આર્થિક સહિત બધી જ યંત્રણા ખોરંભે ચઢી જાય. આવી કટોકટી વખતે એની માનસિક સજ્જતાને વધુ નુકસાન થાય છે. બે-સવા બે વર્ષની યાતના પછી આપણે બધા ધીરે ધીરે કોવિડ-કાળમાંથી બહાર આવી રહ્યા છીએ, પરંતુ અગાઉની આપણી મૂળભૂત કુદરતી શાંતિ પાછી ફરી નથી. એના માટે આજે પણ બધા ઝઝૂમી રહ્યા છે.
કોરોના-કાળની કટોકટીએ એક એવું વિષચક્ર સર્જ્યું છે, જેને તોડીને બહુ ઝડપથી મનની પેલી આપણી ચિરપરિચિત નિરાંતને પુન: કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ?
એના ઉપાય -ઉકેલ છે, પણ એ ચપટી વગાડતા જ હાથવગા થાય એવા નથી. એના માટે મનની મક્કમતાની સાથે ધીરજની તાતી જરૂર રહે છે.
મનના આવાં સુખચેન માટે આપણા પૌરાણિક ઋષિમુનિઓથી લઈને આધુનિક આરોગ્યશાસ્ત્રીઓ તેમ જ મનોચિકિત્સકોએ કેટલાક શ્રેણીબદ્ધ ઉકેલ સૂચવ્યા છે, જેમકે..
તનને તંદુરસ્ત રાખવા શરૂઆત મનથી કરવી પડે ને મનને શાંત રાખવા શ્વાસની ક્રિયા-પ્રક્રિયા ઝીણવટથી જાણવી-શીખવી પડે.
આમ તો શ્વાસોચ્છવાસ દ્વારા હ્દયને ધબકતું રાખવાની ક્રિયા કોઈને શીખવવી નથી પડતી. બાળક માના ગર્ભમાં હોય છે ત્યારથી એ આપોઅપ શીખે છે. આમ છતાં ઋષિમુનિઓની શીખ મુજબ આપણે ખરી રીતે શ્વાસ-ઉચ્છવાસની ક્રિયા અમલમાં મૂકીએ તો અનેક રોગ-બીમારીને ટાળીને લાંબું અને સ્વસ્થ આયુષ્ય ભોગવી શકીએ.
જાણીતા આરોગ્ય નિષ્ણાતો અને બ્રીધિંગ એકસપર્ટસ એમનાં વિવિધ તલસ્પર્શી સંશોધન પછી કેટલાક નિયમ તૈયાર કર્યા છે, જેને અનુસરવા સરળ છે. એમના કહેવા અનુસાર આપણે રોજ સવારે એને અનુસરીએ તો આપણી કાર્યક્ષમતા વધવાની સાથોસાથ તબિયત પણ જરૂર મસ્ત મસ્ત થઈ જશે.
આ છે એ તબક્કાવાર નિયમો
આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં પરોઢનું – ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તનું વિશેષ મહત્ત્વ છે. આ બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાંનો દોઢ કલાક. આ સમય આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે. આ વેળા વાતાવરણમાં પ્રદૂષણ ઓછું ને પ્રાણવાયુનું પ્રમાણ વધુ હોય છે. આ સમયે સકારાત્મક વિચાર વધુ આવે છે, જે આપણી સર્જનાત્મક કાર્યની સક્ષમતા વધારે છે.
ઊઠીને તરત જ તન – શરીરને ભીનું' કરવું જોઈએ એટલે કે પાણી પીવું જરૂરી છે. પાણી જો સહેજ ઊનું - સતપ હોય તો વધુ સાં. ખાલી પેટે પીધેલું આવું પાણી તનમાં ચેતનાનો સંચાર કરે છે આ સમયે દસેક મિનિટનું મેડિટેશન કરવું - ધ્યાન ધરવું ઉપકારક નીવડે છે. આગલી રાતના આપણા વેરવિખેર વિચારોને પ્રાત:કાળમાં એ મનના એક ખૂણે કેન્દ્રિત કરે છે ને ચોક્કસ દિશા તરફ વાળી તન-મનને સાંકળી લઈ એ સકારાત્મક ઊર્જા પેદા કરે છે આપણા ઋષિમુનિઓ કે વૈદિક વિદ્યાના જાણકારો એમના શિષ્યોને પ્રાણાયામ અને ધ્યાન ધરવાની 112થી વધુ રીત -પદ્ધતિ શીખવતા! કેટલાક નિષ્ણાત શ્વસન ક્રિયા માટે 4-7-8ની ફોર્મ્યુલા અજમાવવા કહે છે. હોઠ બીડીને 1-2-3-4નો આંક ગણીને શ્વાસ અંદર લો પછી સાતના આંક સુધી શ્વાસ રોકી રાખો ને ત્યારબાદ વારાફરતી આઠના આંક સાથે શ્વાસ છોડો- બહાર કાઢો. શ્વાસ લેવા- છોડવાની આવી બીજી અનેક પ્રકારનીકસરત’ છે, પણ આ 4-7-8નો વ્યાયામ સચોટ ગણાય છે.
માની લીધું, દિવસ દરમિયાન તમે એક સાથે એકથી વધુ કામ કરી શકો છો, પણ મનોચિકિત્સકોની વણમાગી સલાહ છે કે મલ્ટિટાસ્કર મત બનો' પાંચ કામ ઉપરછલ્લાં કરવાં એનાં કરતાં એક કામ વધુ સારી રીતે સંપન્ન થાય એ બહુ જરૂરી છે... બાવાના બેય બગડે એનાં કરતાં બાવાનું એક કામ બરાબર થાય એ બહેતર! ઑફિસે જઈને સૌથી પહેલાં મર્કટને પકડો!’ અર્થાત્‌‍ છુટ્ટો મૂકેલો વાંદરો ઊછળકૂદ વધુ કરે. એને પકડવો મુશ્કેલ છે માટે એને પહેલાં પકડી લો… ટૂંકમાં, સૌથી અઘં લાગતું કામ પહેલાં હાથમાં લો એ પકડાઈ' જશે તો બીજાં કામમાં ટેન્સન ઓછું ને એ બધાં વધુ સરળતાથી પાર ઊતરશે -અને બાય ધ વે, આજની યુવાપેઢીને મનોચિકિત્સકો એક વિશેષ સલાહ એ આપે છે કે ઊઠતાંની સાથે જ મોબાઈલ ઊંચકીને મેસેજ કે ઈ-મેલ જોવાં બેસી ન જતાં. સવાર સવારમાં આ વૃત્તિ-પ્રવૃત્તિ તમારા વિચારોને વેર-વિખેર કરી નાખશે. દિવસની તમારી કાર્યક્ષમતામાં એ છીડું પાડશે. આવી આહની ટે્રપ’માં સપડાતાં બચજો.
બાહ્ય અને આંતરિક ઊથલપાથલ વખતે મનને કઈ રીતે સમતુલ રાખી કાર્યક્ષમતા કઈ રીતે વધારવી એનાં આપણે જે દર્શાવ્યાં એવાં જ કેટલાંક ઉપાય-નિયમો સુનમ્યા માસુનો નામના એક જાણીતા બૌદ્ધ ભિક્ષુએ એમનાં `ડોન્ટ વરી’ પુસ્તકમાં વર્ણવ્યા છે. એ પણ કહે છે કે વહેલા જાગીને નાની નાની ટેવને જીવનમાં અપનાવી લેવાથી મન- શાંતિની શરૂઆત થાય છે. અશાંતિ નામના શત્રુનો વધ કરવો હોય તો
પહેલો ઘા રાણાનો! (સંપૂર્ણ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…