ગોચર ગ્રહો મુજબ શરીર ઝકડાઇ જવાના ગ્રહોનો એંધાણસૂચવે છે. ખાટા, તીખા તેમજ આથેલી ચીજવસ્તુઓ ખાવી નહીં

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી ગ્રહ
સૂર્ય કુંભ રાશિ
મંગળ મકર રાશિ શીઘ્ર ભ્રમણ
બુધ મીન
ગુ મેષ રાશિ
શુક્ર કુંભ રાશિ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ (અસ્ત)
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ
આ સપ્તાહમાં વિધાર્થીવર્ગની અનેકવિધ પરીક્ષાઓ યોજાશે.
મહત્ત્વની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીગણે માનસિક ફોબિયા રાખવાની જરૂરત નથી, પરંતુ આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં પેપરો લખવા.વાહન ચલાવવા નહીં. અજાણી જગ્યાએ પાણી પીવું નહીં. ગોચર ગ્રહો મુજબ શરીર ઝકડાઇ જવાના ગ્રહોનો એંધાણ સૂચવે છે. ખાટા, તીખા તેમજ આથેલી ચીજવસ્તુઓ ખાવી નહીં. ગૃહિણી મહિલાઓને સ્તન સંબંધિત તકલીફ આવી શકે. આ સમસ્યાઓથી પીડિત મહિલાઓ
વિશેષ દવાઓ સાથે યોગ્ય પરેજી પાળવી.નવા જન્મેલા શિશુઓ તાવ,શરદી કે ઝાડાની બીમારીઓ વક્રી શકે.
(1) મેષ (અ, લ, ઇ):- સમયસર ઊંઘ ન આવવાથી તબિયત બગડે. સપ્તાહના અંતે યુરિન સંબંધિત તકલીફ આવી શકે. ફક્ત ને ફક્ત આયુર્વેદિક દવાઓ કરશો.ગાયત્રીમંત્ર જાપ સાથે ભદ્રકાળી માતાજીના દર્શન કરશો.
(2) વૃષભ (બ, વ, ઉ):- ખાધડકા સ્વભાવને કારણે અજિર્ણ થાય. માથાના ભાગે વાગવાની શક્યતાઓ. `અન્ન પારકું છે પેટ પારકું નહીં’ આ બાબતે યાદ રાખવું. કુલદેવી માતાજી તસવીર પાસે ધૂપ દીપ સવાર સાંજ કરવા.
(2) મિથુન (ક, છ, ઘ):- સામાજિક સંબંધો બગડવાથી માનસિક સ્થિતિ ડામાડોળ રહે. વધુ પડતા એકટાણા, ઉપવાસ કરવા નહીં.નવગ્રહ મંત્ર જાપ સાથે દેવાધિદેવ મહાદેવના દર્શન ઉત્તમ.
(4) કર્ક (હ, ડ):- સપ્તાહના અંતે મુસાફરી યોગ થવાથી ગળું પકડાઇ જવાની સંભાવના.બી.પી.પીડિત જાતકોએ સંભાળવું.રાત્રિના સમયે ચંદ્રદર્શન ઉત્તમ.નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો તથા ઓમ નમ: શિવાય મંત્ર કરશો.
(5) સિંહ (મ, ટ):- માથામાં દુખાવો વહેલી સવારે જણાય. ગેસ, કબજિયાતની સમસ્યાઓ ધરાવનાર માટે વિશેષ સંભાળવું.સૂર્યગ્રહને શુધ્ધ જળનો અર્ગ આપશો. આદિત્ય નારાયણ પાઠ કરશો. વડીલોને માન સન્માન આપશો.
(6) ક્નયા (પ, ઠ, ણ):- સામૂહિક કાર્યક્રમમાં જવાથી તાવ,શરદી લાગવાની શક્યતાઓ હજુ પણ રહેલી છે.કમર પર વાગવાની શક્યતાઓ.શિવલિંગ પર કાચા કાળા તલ મિશ્રિત જળ સાથે જળાભિષેક કરશો.
(7) તુલા (ર, ત):- યુવા મહિલાઓને સાયટીકા થવાનીસંભાવના. બિટકોન માર્કેટમાં રોકાણકારોને બી.પી.સાથે ડાયાબિટીસ થવાની શક્યતાઓ રહેલી છે.તન અને મનથી સ્વસ્થ રહેવા માટે યોગ,પ્રાણાયામ સાથે “ઓમ કાર”જાપ કરવા.
(8) વૃશ્ચિક (ન, ય):- નોકરિયાત વર્ગને ગુપ્ત શત્રુઓનો માનસિક ભય, ચિંતાઓ રહ્યા કરે. નિત્ય પુજામાંમા બંગલામુખી ઉપાસના કરવી. યથાશકિત વિધવા મહિલાઓને ગુપ્ત મદદ કરવી.
(9) ધન (ભ, ધ, ફ, ઢ):- સુકો થાઇરોડ આવવાના યોગ રચાઇ રહ્યા છે.માથાના વાળ ખરવાની શક્યતા રહેલી છે.વિદ્યાર્થીવર્ગને ઇનામ વિતરણમાં સહયોગ કરશો.
(10) મકર (ખ, જ):- આ સપ્તાહ આરોગ્ય માટે સાનુકૂળ રહેશે.ઉંમરલાયક માણસોને શરીર ઝકડાઇ જવાની સંભાવના. માનસિક ભય અકારણ સતાવે. ગરીબો વચ્ચે તેલની બોટલ વહેંચશો. રાત્રિના સમયે મોંમાં લવિંગ રાખીને સૂઇ જશો.
(11) કુંભ (ગ, શ, સ):- લાંબા સમય થી વારસાગત બીમારીઓમાં છુટકારો જણાય. ગેસ, કબજિયાતની તકલીફ યથાવત રહેશે. ગરીબો વચ્ચે ચવાણુ વહેંચશો. હનુમાન ચાલીસા પઠન કરશો.
(12) મીન (દ, ચ, ઝ, થ): જૂની બીમારીઓ
માટે અગાઉની દવાઓ ચાલુ રાખશો.પેટ કે આંતરડા સંબંધિત તકલીફ આવી શકે. વધુ પડતી કરકસર કરવી નહીં.ગુવારે દત્તાત્રેય ભગવાનના દર્શન સાથે નામાવલી પઠન કરશો.
આ સપ્તાહના અંતે ગરમીનું પ્રમાણ વધવાથી પાણીજન્ય રોગો, ગૂંમડાંઓ વક્રી શકે. સવારે સ્નાન કર્યા બાદ તુલસી પાન અવશ્ય ખાશો.અસાધ્ય કે લાંબા ગાળાની બીમારીના છુટકારો માટે અસત્ય વચન ન બોલવું તેમજ અકારણ વાદ-વિવાદ ન કરવો.