તરોતાઝા

અસાધ્ય બીમારીઓથી પીડિત દર્દીએ પ્રવાસ – પર્યટન ટાળવા…

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહના ગ્રહમંડળમાં
રાજાદી ગ્રહ :
સૂર્ય ધન રાશિ તા.15 મકર રાશિમાં પ્રવેશ 2.44
મંગળ ધન રાશિ
બુધ વૃશ્ચિક રાશિ
ગુ મેષ રાશિ
શુક્ર વૃશ્ચિક રાશિ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે.

આ સપ્તાહ હાડ થીજાવી દે તેવી ઠંડી પડશે. સંધ્યા સમયથી ઠંડા પવનો ફૂંકાશે. અકારણ ઘર બહાર નીકળશો નહીં.
તાવ-શરદી સાથે ગળાને લગતી બીમારી વધશે .હજુ પણ કોરોનાથી સાવધ રહેવા બીજી વ્યક્તિથી ઉચિત અંતર જાળવો.
ઘી-ગોળ-તેલ-ચણાને લગતી તમામ ચીજ- વસ્તુઓ ખાવી આરોગ્ય માટે ઉપકારક. સવારના સમયે નીમક-મીઠાં સાથે હૂફાળા પાણીના કોગળા કરવા.

યુવાવર્ગે મોડી રાત્રિએ હરવા -ફરવાનું ટાળવું.
(1) મેષ (અ, લ, ઇ): ગળામાં સખત બળતરાની સંભવના ઊંઘમાં રાત્રિએ ઝબકી જવાની ફરિયાદ રહે. ઓચિંતા આંખોમાં બળતરા સંભવ. નિત્ય પૂજા પાઠનો સમય વધારશો ને સાથે નવગ્રહના મંત્રજાપ કરવા.

(2) વૃષભ (બ, વ, ઉ): ગેસ-એસીડીટીની તકલીફ વધી શકે. સાધારણ માથું દુખવાની શક્યતા. બજા નાસ્તો કરવો નહીં. સંધ્યા સમયે શનિ ગ્રહના મંત્ર જાપ નિત્ય કરવા.

(2) મિથુન (ક, છ, ધ): શારીરિક અશકિત વધુ જણાય.બીપીની સમસ્યા હોય તો વધી શકે. શક્ય હોય તો બહારગામના પ્રવાસ ટાળવા. ગાયત્રી મંત્ર અવશ્ય કરશો.

(4) કર્ક (હ, ડ): વારંવાર છાતીમાં કફ ભરાઇ જવાની સંભાવના. ચશ્માંના નંબરમાં વધ-ધટ થવાની શક્યતા. ચંદ્ર ગ્રહના જાપ સાથે શિવલિંગ પર જળાભિષેક કરશો.

(5) સિંહ (મ, ટ): છાતીમાં ઠંડી ચડવાથી તાવ આવી શકે.બી.પી.ની સમસ્યા વધી શકે. ભય–ચિંતા -ને કારણે ઊંઘ હરામ થાય.
નિત્ય સૂર્ય ગ્રહના જાપ સાથે ગાયત્રીમંત્ર કરશો.

(6) ક્નયા (પ, ઠ, ણ): પેચુટી ખસવાની સંભાવના. થાઇરોઇડની સમસ્યા હોય તો રાહત થઈ શકે. તુલસીનાં પાન નિત્ય ખાવા. રોજ શિવલિંગના દર્શન કરશો.

(7) તુલા (ર, ત): દાંતની તકલીફ થઈ શકે. માથાનો દુખાવો વધી શકે. ગરીબો વચ્ચે તાજા ફળ વહેંચશો તેમ જ મહાકાલી મંત્રના જાપ કરશો.
(8) વૃશ્ચિક (ન, ય): યુરિનમાં બ્લડ પડવાથી તબિયત બગડે. સાયનસની તકલીફ થઈ શકે. સવાર -સાંજ ગૂગળનો ધૂપ કરશો. કુલદેવીનો મંત્ર જાપ કરશો.

(9) ધન (ભ, ધ, ફ, ઢ): ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલની સમસ્યા વધી શકે. વજન વધવાની પણ શક્યતા છે. ગાયને નિત્ય ગોળ સાથે ચણાદાળ ખવડાવશો. શુદ્ધ ઘીનો દીપક વહેલી સવારે કરીને ઇષ્ટદેવ સ્મરણ કરશો.
(10) મકર (ખ, જ): આ સપ્તાહ આરોગ્ય માટે ખુબ જ સા રહેશે. ગરીબોને યથાશકિત મદદ કરશો. હનુમાન ચાલીસાનો પાઠ કરશો.

(11) કુંભ (ગ, શ, સ): પગના ઘૂંટણને લગતું ઓપરેશન આવી શકે. કબજિયાતની સમસ્યા હળવી થાય. બજા નાસ્તો, ચા, પાણી લેશો નહીં. હનુમાનજીના દર્શન ઉત્તમ.

(12) મીન (દ, ચ, ઝ, થ): પગના તળિયામાં બળતરાની સંભાવના. ડાયાબિટીસ ઓચિંતા વધી શકે. સપ્તાહના અંતે અકસ્માત સંભવ.જીવદયા નિયમિત કરશો. ગુરુ ગ્રહના જાપ કરવા. હાલમાં કડકડતી ઠંડી પડતી હોવાથી જરૂરિયાતમંદને જૂનાં કપડાં- સ્વેટર-મફલર-ધાબળા આપવાથી છૂપા આશીર્વાદ મળશે. બાહ્મણને તલનું દાન ઉત્તમ. નિત્ય મહાદેવજીના દર્શન સાથે શિવલિંગ પર જળાભિષેક કરશો તથા `ઓમ નમ શિવાય’ના મંત્ર જાપ કરશો તેનાથી શારીરિક કષ્ટ દૂર થશે.

લાંબા ગાળાથી પીડિત દર્દીઓ માટે તેમજ અસાધ્ય બીમારીઓથી પીડિત દર્દીઓએ પ્રવાસ -પર્યટન ટાળવો તેમ જ ખાનપાનની પરેજી પાળવી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…