વૈશાખી વાયરાથી આરોગ્ય માટે સમય સાનુકૂળ

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહમાં સૂર્યનારાયણ-આયુ, આરોગ્ય સુખાકારી ગ્રહ સૂર્ય મેષ રાશિમાં (ઉચ્ચસ્થ) સાંજે 5.56 કલાકે વૃષભ રાશિ (શત્રુ ભાવે) મંગળ મીન રાશિ (જલ તત્ત્વ)
બુધ મેષ રાશિ ગુ વૃષભ રાશિમાં (પૃથ્વી તત્ત્વ)
શુક્ર મેષ રાશિ (અગ્નિતત્ત્વ)
તા. 19 વૃષભ રાશિ (સ્વગૃહી)
શનિ – કુંભ (સ્વગૃહી) રાશિ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ – ક્નયા રાશિ વક્રીભ્રમણ
વૈશાખ માસનો પ્રારંભ થયેલ હોવાથી વૈશાખી વાયરાથી આરોગ્ય માટે સાનુકૂળ સમય સાબિત થાય. વૃષભ સંક્રાંતિ પ્રારંભ થવાથી નૈસર્ગિક કુંડલી મુજબ બીજા ભાવે સૂર્ય-ગુ યુતિ બનવાથી ગળાને તકલીફ વધી શકે જેમકે ગળામાં કાકડા થવા, બળતરાઓ સાથે ઇન્ફેક્શન થવાની સંભાવના નકારી શકાતી નથી. બજા બરફ, ગાલા તથા આઇસક્રીમ ખાવા માટે કાળજી આવશ્યક. આ સપ્તાહમાં આરોગ્યની વધુ સુખાકારી માટે કુલદેવી કે કોઈપણ માતાજીની પૂજા, નામ-સમરણ કરવી વધારે હિતાવહ રહેશે.
(1) મેષ (અ,લ,ઇ):- એના ભયાનક સ્વપ્નો મધરાત્રિએ આવવાથી ઊંઘ હરામ થવાથી આરોગ્ય બગાડે. માનસિક સ્થિતિ ડામાડોળ બને. ફક્ત ને ફક્ત શ્રમિકોને યથાશકિત મદદ સાથે શારીરિક મદદ કરશો. ફ્રીઝનું પાણી પીશો નહીં.
(2) વૃષભ (બ,વ,ઉ):- વાતાવરણ પલટવાથી ગળું બેસી જાય તથા સતત દુખાવો જણાય. આંખોમાં વારંવાર પાણી નીકળે. નિયમિત સૂર્યનારાયણ શુદ્ધ જળ નો અર્ગ આપશો. આદિત્ય નારાયણ સ્તોત્ર કરશો.
(3) મિથુન (ક,છ,ધ):- મળ કઠણ ઊતરવાથી પીડાઓ થાય. છાતીની ચામડીમાં ખંઝવાણ રાત્રિ સમયે આવવાની શક્યતાઓ. ખટાશ ખાવી નહીં. અનુકૂળતાએ રામજી મંદિરના દર્શન કરવા જશો.
(4) કર્ક (હ,ડ):- બજારુ નાસ્તો ચા-પાણી પીવાથી ઝાડા ઊલટી સંભવે. માથાના વાળમાં ખોડો વકરે. શિવલિંગ પર કાચા દૂધનો અભિષેક કરશો.
(5) સિંહ (મ,ટ):- સરકારી તંત્રની બાકી નોટિસો આવવાથી બી. પી.વધી શકે. ધુંટણને ભાગે પાટા પીંડી આવવાની શક્યતાઓ નકારી શકાતી નથી. સત્યનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરીને સપ્તાહની શરૂઆત કરશો.
(6) ક્નયા રાશિ (પ,ઠ,ણ):- આરોગ્ય માટે સાનુકૂળ રહેશે. ખાધડકા સ્વભાવને કારણે પેટમાં દુખાવો થતો લાગે. નિત્ય ઈષ્ટદેવ સ્મરણ પૂજન-અર્ચન કરશો.
(7) તુલા રાશિ (ર,ત):- તાવ, શરદી, ઉધરસ સાથે યુરીનમાં ઇન્ફેક્શન સંભવે. સપ્તાહના અંતે આરોગ્યની સુખાકારી વધી જાય. વિષ્ણુ-સહસ્ત્રનામ પાઠ નિયમિત કરશો.
(8) વૃશ્ચિક (ન,ય):- હરસ-મસાની સમસ્યાઓ ધરાવનારે યોગ્ય દવા તાત્કાલિક લેવી. ગુપ્ત શત્રુઓ વધવાથી બી.પી.ની તકલીફ આવી શકે.
(9) ધન (ભ,ધ,ફ,ઢ):- આ સપ્તાહ આરોગ્ય માટે સારું રહેશે. સંધ્યા સમય પછી વાહન અકસ્માત સંભવે. હાથ-પગની નસો ખેંચાઇ શકે. ગુરુવાર એકટાણું કરશો.
(10) મકર (ખ,જ):- વધુ પ્રવાસને કારણે તાવ ચડી જાય. અગાઉના હઠીલા દર્દો હશે તો યથાવત્ રહેશે. હનુમાનજીને તેલ, સિદુર સાથે આંકડાની માળા ચડાવશો.
(11) કુંભ રાશિ (ગ,સ,શ):- સપ્તાહના અંતે કમર ઝકડાઇ જવાની શક્યતાઓ. ખાન પાનમાં યોગ્ય કરશો. રસોલી નીકળવાની દહેશત. ક્નિનરોને મીઠાઇ ખવડાવવી.
(12) મીન રાશિ (દ,ચ,ઝ,થ):- પથરી પીડિત દર્દીઓ માટે સંભાળવું. સપ્તાહના અંતે પગના તળિયામાં વાગી શકે. શિવલિંગ પર ચણાની દાળનો અભિષેક કરવો.
દરેક રાશિના જાતકોએ સ્નાનાદિથી પરવારીને તુલસીના પાન અવશ્ય ચાવવા. તુલસીક્યારે શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવો.કૃષ્ણંમ્ વંદે જગત્ ગુની એક માળા અવશ્ય ગણવી.