તરોતાઝા

ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી ડાયાબિટીસ તથા કોલેસ્ટ્રોરની બિમારીઓ વધવાના એંધાણ વર્તાય

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં સૂર્યનારાયણ-
આયુ,આરોગ્ય દાતા
સૂર્ય મેષ રાશિ માં(ઉચ્ચસ્થ)
મંગળ મીન રાશિ (જલ તત્ત્વ)
બુધ મીન રાશિ (જલ તત્ત્વ)
ગુ મેષ રાશિ તા.1 મે બપોરે 01.01 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ

(પૃથ્વી તત્ત્વ)
શુક્ર મેષ રાશિ (અગ્નિતત્ત્વ)
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ
ચૈત્રી દનૈયા પ્રારંભ થવાથી કાલઝાળ ગરમી વધશે,વહેલી સવારેથી ગરમ હવા ફુંકાવાથી માથામાં દુખવું, ચક્કર આવવા, તાવ તથા યુરિન સંબંધિત તકલીફો વધશે.

નોકરિયાત વર્ગ તથા સિનિયર સિટીઝન વર્ગએ વિશેષ સંભાળવું.તા.01 દેવ ગુ વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી ડાયાબિટીસ તથા કોલેસ્ટ્રોરની બિમારીઓ વધવાના એંધાણ વર્તાય. અસાધ્ય કે લાંબા સમયથી પીડિત દર્દીઓની રાહત પીપળના ઝાડ પર જળ અર્પણ કરીને એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરવાથી પિતૃગણના આશીર્વાદ મળશે.જેનાથી બીમારીઓેમાંથી ચોક્કસ રાહત અનુભવાશે.

(1) મેષ (અ, લ, ઇ):- આ સપ્તાહ આરોગ્ય માટે મિશ્ર રહે. દિવસે ઊંઘ ના ઝોકાં આવવાથી રાત્રિએ ઊંઘ ન થવાથી તબિયત પર અસર પડે. સૂર્યનારાયણ ભગવાનને શુદ્ધ જળ માં કંકુ નાખીને અર્ગ આપીને વંદન સાથે આદિત્યનારાયણ પાઠ કરશો.

(2) વૃષભ (બ, વ, ઉ):- ઋતુ પરિવર્તન થવાથી આરોગ્ય બગાડે. બરફ, ગોલા તથા આઇસક્રીમ ખાવાથી ગળું જકડાઇ જવાની શક્યતાઓ. નિત્ય ઈસ્ટ ઉપાસના નિયત સમયસર કરજો.

(3) મિથુન (ક, છ, ઘ):- સામાજિક સંબંધોમાં વાદ-વિવાદના કારણે મનોસ્થિતિ અકારણ બગડે. નકારાત્મક વિચાર વલણ વધવાથી ઊંઘ હરામ થાય. મહાદેવજીના દર્શન કરવાથી સમસ્યાઓમાં રાહત જણાશે.

(4) કર્ક (હ, ડ):- માથાના વાળ ખરવાની શક્યતા. પગમાં ખંઝવણ લાંબા સમયથી રહ્યા કરે. રસોઇ બન્યા પછી ગૌગ્રાસ કાઢીને ગાય, કૂતરાને ખવડાવશો. ગરીબોને છાશ પીવડાવશો.

(5) સિંહ (મ, ટ):- મચ્છર કરડવાની શક્યતાઓ. વજન વધવાની પણ પૂર્ણ સંભાવના માટે યોગ્ય કાળજી રાખવી. વડીલોના દરરોજ દર્શન કરીને કાર્યારંભ કરશો.

(6) ક્નયા રાશિ (પ, ઠ, ણ):-મોટી ઉંમરના જાતકોને ગઠિયો વા થવાની સંભાવના રહેલી છે તેમજ અન્ય વ્યક્તિને ગેસ કબજિયાતને કારણે તબિયત બગડી શકે. ઘર કે ઓફિસ ની નજીક આસપાસ વૃક્ષની સેવા કરવાથી બગડેલ આરોગ્ય સુધરશે.

(7) તુલા રાશિ (ર, ત):- તાવ, શરદી,ઉધરસ આવવાની ફરિયાદ રહી શકે. નિત્ય ઈસ્ટ ઉપાસના સાથો-સાથ ગુ મંત્રની માળા કરશો. મોકાણેના સમાચાર મળવાથી બી.પી.વધી શકે. દૈવી કવચ કરશો.

(8) વૃશ્ચિક (ન, ય):- મનોઇચ્છિત કામો ન થવાને કારણે માનસિક સ્થિતિ બગડે જેને કારણે તબિયત પર અસર પડે. આંખોમાં ઓપરેશન આવી શકે. હિત શત્રુથી ચેતવુ નહીંતર તબિયત બગડે. રાત્રિના સમયે શક્ય હોય તો એક કલાક મૌન પાળશો.

(9) ધન (ભ, ધ, ફ, ઢ):- ડાયાબિટીસ નોર્મલ કરવા માટે કાળજી આવશ્યક નહીંતર તબિયત બગડે. થાપા ઉપર સતત દુખાવો રહ્યા કરે.
નિત્ય ઈષ્ટદેવના સ્મરણ સાથે ગુ મંત્રનો જાપ અવશ્ય કરશો.

(10) મકર (ખ, જ):- જો અગાઉના હઠીલા દર્દો હશે તો વધારે પરેશાની આપશે. ગડગુમડ થવાની સંભાવના પૂર્ણ રહેલી છે. શક્ય હોય તો ચા પીવાના બદલે કોફી પીજો. હનુમાન ચાલીસા પઠન કરવા.

(11) કુંભ (ગ, સ, શ):- અસ્થમાની અસર આવે. લાંબા ગાળાના પ્રવાસ પર્યટન કરવાથી તબિયત વધારે બગડે. નિયમિત હનુમાનજીના મંદિરે જઈ દર્શન કરવા તેમજ ગરીબોને મદદ કરવી.

(12) મીન (દ, ચ, ઝ, થ):- લીવર ઉપર સોજો આવવાની સંભાવના રહેલી છે માટે યોગ્ય ડોક્ટરને બતાવી તાત્કાલિક રિપોર્ટ કરાવશો. મોં ઉપર સુઝન આવવાની પણ સંભાવના રહેલી છે. જૂના વસ્ત્રનું ઉચિત જગ્યા દાન કરશો તેનાથી માંદગીમાં રાહત જણાશે.

દરેક રાશિના જાતકોએ સ્નાનાદીથી પરવારીને તુલસીના પાન અવશ્ય ચાવવા. શુદ્ધ ઘીનો દીપ તુલસી કયારે સાંજે પગટાવી `ઓમ નમો ભગવતે વાસુદેવાય’ ની એક માળા અવશ્ય ગણવી. મહિલા વર્ગ રવિવારનું એકટાણુ મીઠા વગરનું ખાઈને કરવાથી આરોગ્ય માટે સુખમય બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker