તરોતાઝા

શરીર ઝકડાઇ જવાના ગ્રહોના એંધાણ સૂચવે છે.

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળમાં રાજાદી ગ્રહ
સૂર્ય: કુંભ રાશિ
મંગળ: મકર રાશિ
બુધ: કુંભ રાશિ
ગુરુ: મેષ રાશિ
શુક્ર: મકર રાશિ
શનિ: કુંભ(સ્વગૃહી)રાશિ (અસ્ત)
રાહુ: મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ: ક્નયા રાશિ વક્રીભ્રમણ
કુંભ રાશિમાં સૂર્ય-બુધ- શનિની વાયુ તત્ત્વ-સ્થિર રાશિમાં ત્રિપુટી નૈસર્ગિક કુંડલી મુજબ 11 ભાવે થવાથી મચ્છીનો ઉપદ્રવ વધે તેમ જ ચામડીના દર્દો વકરે. વ્યવહારમાં કપડાં,વાસણ તેમ જ પાણીનો ઉપયોગ કરવામાં કાળજી રાખવી. ઉંમરલાયક માણસોને શરીર ઝકડાઇ જવાના ગ્રહોનો એંધાણ સૂચવે છે. યુવાવર્ગે રાત્રિના સમયે લાંબા અંતરના સ્થળ માટે વાહન હંકારવું નહીં.


(1) મેષ (અ,લ,ઇ):- આંખોમાં બળતરાઓ સંભવ. વધુ પડતી ઊંઘ આવવાથી શરીર પ્રમાદી બને.શીર દર્દ
સમસ્યાઓ હોય તો વધી શકે. મહાકાળી મંદિર દર્શન કરશો.ભિક્ષુક ને કાચી ખિચડી આપશો.
(2) વૃષભ (બ,વ,ઉ):- જમણા ખંભામાં દુખાવો લાગે. પગના તળિયામાં શારીરિક કળતર જણાય. કુળદેવીને નિત્ય ધૂપ દીપ અવશ્ય કરવો. ગાયત્રીમંત્રની એક માળા કરશો.
(2)મિથુન (ક,છ,ધ):- આ સપ્તાહ આરોગ્ય માટે મિશ્ર રહેશે.શરીરમાં સાધારણ અશક્તિ જણાય. ચામડીને લગતી સમસ્યાઓ હશે તો વિશેષ કાળજી રાખવી રહી. કાલ ભૈરવ કવચ કરશો. તુલસી ક્યારે સંધ્યા સમયે ધૂપ દીપ કરશો.
(4)કર્ક (હ,ડ):- આ સપ્તાહ આરોગ્ય માટે ખૂબ જ સારું રહેશે અકારણ કોઈ પણ પ્રકારની ચિંતાઓ કરશો નહીં. હનુમાન ચાલીસા કરશો. સૂર્ય નારાયણને શુદ્ધ જળ અર્પણ કરશો.


(5) સિંહ (મ,ટ):- પરિવારમાં અન્ય સદસ્યને તાવ, શરદી, ઉધરસ આવવાથી ચેપ લાગી શકે છે. સાધારણ હાથમાં કંપન આવવાની શક્યતાઓ. મોડે સુધી સુવાની ટેવ ટાળવી. માતાજીનો દીપક પ્રગટાવી ઓમ્‌‍ કાર જાપ કરશો.
(6)ક્નયા (પ,ઠ,ણ):- કમર ઝકડાઇ જવાની ફરિયાદ યથાવત્‌‍ રહે. હોઠ પર ઇન્ફેક્શન સંભવ. શિવલિંગના દર્શન કરશો. ગાયને લીલુ ઘાસ ખવડાવશો.
(7) તુલા (ર,ત):- ગુપ્ત દર્દની પીડાઓ હોય તો વધી શકે. છાતીમાં દુખાવો ઓચિંતા આવે. કુળદેવી સ્મરણ સાથે ફક્ત પશુ પંખીને ચણ નિયમિત
નાખશો.
(8) વૃશ્ચિક (ન,ય):- પથરીની સમસ્યાઓ વધે. આંખમાં અખીયા મીલાકે રોગ આવી શકે. જરૂરીયાત મંદને મદદ કરવી. બદલા ભાવનાવાલો સ્વભાવ બદલવો. કુલદેવીની ઉપાસના ઉતમ.
(9)ધન (ભ,ધ,ફ,ઢ):- વધુ પડતા સાહસો કરવાથી માનસિક ભય ચિંતાઓ સતાવે. પગમાં સોજા આવી શકે. ઊંઘ આહાર સમયસર કરશો. ગુદેવ મંત્ર અવિરત કરશો. વધુ પડતા સ્વપ્ન સૂચકના બનશો.
(10) મકર (ખ,જ):- ખાટા-ખાટા ઓડકાર આવી શકે. વારસાગત રોગોથી સાવધાન. કાલ્પનિક ભય ચિંતાઓ રાખશો નહીં.કાચા તેલનો દીપક હનુમાનજીના નામ-સમરણ સાથે કરશો. હનુમાન ચાલીસાના પાઠ કરશો.
(11)કુંભ (ગ,શ,સ):- ગેસ કબજિયાતની તકલીફ ઓછી લાગે. ધાધરની તકલીફ આવી શકે. રામ નામ મંત્ર લેખન કાર્ય કરશો. સત્ય વચન
બોલશો.


(12) મીન (દ,ચ,ઝ,થ):-કીડની સંબંધિતની સમસ્યાઓ વધી શકે. ગાલમાં મચ્છર કરડી શકે. માથામાં ખોડો હોય તો સાવધાન રહેશો. શનિ ગ્રહના જાપ નિયમિત કરશો.
હાલમાં માધ માસ હોવાથી નદીમાં સ્નાન કરશો. કુળદેવી ગ્રામ્ય દેવી ઉપાસના આરાધના કરવી આરોગ્ય માટે સાનુકૂળ રહેશે. વસ્ત્ર,
વાસણ દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ
રહેલું છે. જરૂરિયાત મંદને મેડિકલ સહાય કરશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button