તરોતાઝા

મંગળવાર કે શનિવારેનું એંકટાણુ કરવાથી વ્યસનો છૂટવાથી સંભવિત બીમારીઓ ટળશે

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતા
સૂર્ય – મિથુન રાશિ (મિત્ર રાશિ)
મંગળ – મેષ રાશિ(શત્રુ ધર)
બુધ – મિથુન રાશિ
(સ્વગૃહી)તા.29 કર્ક રાશિ (શત્રુ રાશિ)
ગુરુ – વૃષભ રાશિ માં(પૃથ્વી તત્વ)
શુક્ર – મિથુન રાશિ(મિત્ર રાશિ)
શનિ – કુંભ રાશિ (સ્વગૃહી)
રાહુ – મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ – ક્નયા રાશિ વક્રીભ્રમણ

તા 26 ના રોજ “વિશ્વ વ્યસન વિરોધ દિન” ની ઉજવણી માટે મંગળ,રાહુ જેવા પાપ ગ્રહોથી પીડિત જાતકોએ તાત્કાલિક અસરથી નાના-મોટા વ્યસનોની તેલાંજલી આપી દેવી.

મંગળવાર કે શનિવારેનું એંકટાણુ કરવાથી વ્યસનો છૂટવાથી સંભવિત બીમારીઓ ટલશે.તા.29 શનિ કુંભ રાશિમાં વક્રીભ્રમણ થવાથી સ્નાયુ,કમર કે પગના તળિયાને લગતી બીમારીઓથી પીડાતા જાતકોએ અવશ્ય આયુર્વેદિક દવાઓ કરાવવી.

(1)મેષ રાશિ (અ,લ,ઇ) :-
કબજિયાતની તકલીફ હજુ જણાય.
પગના ઘૂંટણ ના ભાગે ખંજવાળ આવે
તથા બળતરા વધે. શિવજીને જળાભિષેક કરવો.કાચી મસુરની દાળ ગરીબોમાં વહેંચશો.

(2)વૃષભ રાશિ(બ,વ,ઉ):-
પેટમાં અપચો થવાની શક્યતાઓ.
નાકમાં પરું પણ જામ થઈ શકે.
શિવલિંગ પર જળાભિષેક કરશો તથા
બુધવારે મગ ખાઇને એંકટાણુ કરશો.

(3)મિથુન રાશિ(ક,છ,ઘ):-
સપ્તાહના મધ્યે ડાયેરિયા થવાના ગ્રહ સંકેત.મોં પર દવાઓનું રિએક્શન આવી શકે. દાક્તર ની દવાઓ નિયમિત લેશો સાથે ખાનપાન સમયસર રાખશો.

(4)કર્ક રાશિ (ડ,હ):-
સપ્તાહના અંતે અશુભ સમાચાર મળવાથી બી.પી.આવે કે ઊંઘ હરામ થઈ શકે.અજાણી જગ્યાએ ભોજન કરશો નહીં. સૂર્ય,ચંદ્ર ગ્રહોના જાપ કરવાથી આત્મવિશ્વાસ વધશે.

(5)સિંહ રાશિ (મ,ટ):-
મુસાફરીના માધ્યમે તબિયત બગડી શકે.વહેલી સવારે શરીર ઝકડાઇ
જવાની ફરિયાદ બની રહે.આથેલી ચીજવસ્તુઓ ખાવી નહીં.નિત્ય
ફુલ છોડને પાણી પીવડાવશો.

(6)ક્નયા (પ,ઠ,ણ):-
કમરની તકલીફ વધી શકે. થાપામાં સુઝન આવી શકે.
કુળદેવીનો દીપ નિયમિત કરશો. આરતી ગાન કરશો.

(7)તુલા રાશિ (ર,ત):-
વાહન અકસ્માત સંભવ. ડાયાબિટીસ પીડિત દર્દીઓએ
સમયેસર દવાઓ લેવી.
ઈષ્ટદેવ સ્મરણ પૂજન સાથે દીપ પ્રાગટ્ય કરીને મનોમન પ્રાર્થના કરશો.

(8)વૃશ્ચિક રાશિ (ન,ય):-
સીડી ચડતા ગોથું ખાઇ જવાય.
શરીરમાં સાધારણ રહેલો તાવ સતાવે. મહાકાળીના દર્શન તથા મંત્ર અવશ્ય જાપ કરશો.

(9)ધન રાશિ(ભ,ધ,ફ,ઢ):- આ સપ્તાહ સાનુકૂળ રહેશે, સિવાય કે
આંધળુકિયા શેરમાર્કેટમાં સાહસ
કરવાથી નુકસાની સંભવ જેનાથી
તબિયત બગાડે.દરરોજ
ગૌગ્રાસ નાખીને ભોજન કરશો.
ગુરુ મંત્રના જાપ કરશો.

(10)મકર રાશિ (ખ,જ):-
સાઇટિકા થવાની શક્યતાઓ.
ઊંઘણસી આદતને કારણે
આરોગ્ય બગાડે. જીવદયા કર્મ નિત્ય કરશો.સંધ્યા કે રાત્રિના સમયે હનુમાન ચાલીસા પાઠ કરશો.

(11)કુંભ રાશિ (ગ,સ,શ):-
ઘૂંટણ પર સુઝનમાં રાહત લાગે.
ગેસ ચડવાની ફરિયાદ વધે.પંખીઓને નિત્ય ચણ નાખવું. નિત્ય યથાશકિત દાન આપશો.

(12)મીન રાશિ(દ,ચ,ઝ,થ):-
જૂની બીમારીઓની તકલીફ
સાથે ગેસ ચડવાની ફરિયાદ બની રહે.
નિત્ય ઇષ્ટ ઉપાસના સાથે ગુરુદેવ મંત્ર
કરશો.

આ સપ્તાહમાં તેલમાં તળેલી
ચીજવસ્તુઓ ગરમા-ગરમ ખાશો.
યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય એકંદરે મધ્યમ બની રહેશે. દરેક રાશિના જાતકોએ આરોગ્ય દાતા સૂર્ય શુદ્ધ જળનો અર્ગ અવશ્ય આપશો. આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન કરશો. પસ્તી વેચાણ ની રકમ વિદ્યાદાન આપવાથી આરોગ્ય સુધારવા માટે આશીર્વાદ રૂપ બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button