આ સપ્તાહમાં ચેપી રોગ, વારસાગત કે જૂના હઠીલા રોગથી પીડિત દર્દીઓએ કાળજી રાખવી
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતા
સૂર્ય મિથુન રાશિ (મિત્ર રાશિ)
મંગળ મેષ રાશિ(સ્વગૃહી)
બુધ મિથુન રાશિ (સ્વગૃહી)
ગુ વૃષભ રાશિમાં(પૃથ્વી તત્ત્વ)
શુક્ર મિથુન રાશિ(મિત્ર રાશિ)
શનિ – કુંભ રાશિ (સ્વગૃહી)
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ
આ સપ્તાહમાં મિથુન રાશિમાં અંશાત્મક સૂર્ય, બુધ, શુક્ર ગ્રહોની ત્રિપુટી બની રહેશે.ચામડીનાં દર્દો વકરે.ચેપી રોગ,વારસાગત કે જૂના હઠીલા રોગથી પીડિત દર્દીઓએ હજુ પણ કાળજી રાખવી. લ ારી ગલ્લા કે રેકડી પરનો નાસ્તો કરશો નહીં. અત્યંત કડવા, તીખા કે ગરમા-ગરમ ચીજવસ્તુઓ ખાવી નહીં.
(1)મેષ રાશિ (અ,લ ઇ) :- કબજિયાતની તકલીફ લાગે. દંત પીડા રાત્રિના સમયે જણાય. નિત્ય પૂજા સાથે નવગ્રહ મંત્ર જાપ કરશો.
(2)વૃષભ રાશિ(બ,વ ઉ):- સપ્તાહની શરૂઆતથી તાવ, શરદી સાથે કફ વધવાની શક્યતાઓ. બાથરૂમમાં ચક્કર આવવાની પણ સંભાવના. વધુ પડતા એકટાણા ઉપવાસ કરશો નહીં. હનુમાન ચાલીસા પઠન ઉત્તમ.
(3)મિથુન રાશિ(ક,છ,ધ):- તાવ સાથે ડાયેરિયા થવાની શક્યતાઓ. કાનમાં ઓછું સાંભળાની ફરિયાદ જણાય. દરરોજ પાંચ તુલસી પત્તાં અવશ્ય ખાશો. ઇષ્ટદેવનો શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવી મનોમન પ્રાર્થના કરશો.
(4)કર્ક (હ,ડ):- વાહન ચલાવામાં યોગ્ય દરકાર રાખશો નહીંતર સ્લીપ થવાની સંભાવના. મધરાત્રિએ ઊંઘમાં ઝબકી જવાય. ગરીબો વચ્ચે છાશ વિતરણ ચાલુ રાખશો. ચંદ્ર ગ્રહના જાપ કરશો.
(5)સિંહ (મ,ટ):- કબજિયાતની સમસ્યાઓ વધી શકે. બી.પી.ની તકલીફ વધી શકે. નિયમિત દવા લેશો તથા મેડિકલ ચેક અપ કરાવશો. સૂર્યસંહિતા પઠન કરશો. ગાયત્રીમંત્ર લેખન કાર્ય કરશો.
(6)ક્નયા (પ,ઠ,ણ):- કમરની તકલીફ યથાવત રહે. પગ પર સોઝા આવી શકે. કુળદેવીનો દીપ નિયમિત કરશો. પશુ પંખીને ચણ નાખશો.
(7)તુલા રાશિ (ર,ત):- ડાયાબિટીસ તથા કોલેસ્ટરોલના દર્દીઓએ વિશેષ કાળજી રાખવી આવશ્યક. ઈષ્ટદેવ સ્મરણ પૂજન સાથે તુલસીક્યારે દીપ પ્રાગટ્ય કરશો. કુવાસીકાના આશીર્વાદ પ્રાપ્ત કરશો.
(8)વૃશ્ચિક રાશિ (ન,ય):- જમણા હાથે વાગવાની શક્યતાઓ. હરસ, મસા પીડિત દર્દીઓએ વિશેષ પરેજી ખાવા પીવામાં રાખવી. ગુ મંત્ર સાથે ગુપ્ત સાધના મંત્ર અવશ્ય જાપ કરશો.
(9)ધન રાશિ(ભ,ધ,ફ,ઢ):- આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ સંભાળવું. ગુગીતાનો પાઠ અવશ્ય કરશો. ગુ મંત્રના જાપ કરશો.
(10)મકર રાશિ (ખ,જ):- આખા શરીરે ખંઝવણ વકરે. આત્મવિશ્વાસ ઘટવાથી શારીરિક કષ્ટ પીડાઓ વધે. નિત્ય ઉપાસનામાં હનુમાનજીને તેલનો દીપક અવશ્ય કરશો.
(11)કુંભ રાશિ (ગ,સ,શ):- ઘૂંટણ પર સૂઝન આવી શકે. ગેસ ચડવાની શક્યતાઓ. પંખીઓને નિત્ય ચણ નાખવું. ગરીબોમાં ચવાણું વહેંચશો.
(12)મીન રાશિ(દ,ચ,ઝ,થ):- જૂની બીમારીઓની તકલીફ યથાવત રહે. ગેસ તથા કબજિયાત ચડવાની ફરિયાદ વધે. નિત્ય ઇષ્ટ ઉપાસના સાથે ગુદેવ મંત્રનો જાપ કરશો.
આ સપ્તાહમાં ચણા કે તેના લોટની ચીજવસ્તુઓ ગરમા-ગરમ ખાશો.
યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય એકંદરે ઉત્તમ બની રહેશે. દરેક રાશિના જાતકોએ આરોગ્ય દાતા સૂર્યને શુદ્ધ જળનો અર્ગ અવશ્ય આપશો. આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન કરશો.પોતાની યથા શક્તિ મુજબ ગરીબ ગુરબાને અવશ્ય મદદ કરશો.