મેષ રાશિ (અગ્નિતત્ત્વ) પરિભ્રમણ થવાથી બી.પી. પીડિત દર્દીઓ વધે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતા
સૂર્ય – વૃષભ રાશિ (શત્રુ ભાવે)
મંગળ – મેષ રાશિ (સ્વગૃહી)
બુધ – વૃષભ રાશિમાં પ્રવેશ
ગુ – વૃષભ રાશિમાં(પૃથ્વી તત્ત્વ)
શુક્ર – વૃષભ રાશિ (પૃથ્વી તત્ત્વ) (સ્વગૃહી)
શનિ – કુંભ (સ્વગૃહી) રાશિ
રાહુ – મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ – ક્નયા રાશિ વક્રીભ્રમણ
આ સપ્તાહ શરૂઆતમાં મેષનું મેષ રાશિ (અગ્નિતત્ત્વ) પીરભ્રમણ થવાથી વાહન અકસ્માત સંભવે. વાણીવિલાસ મારફતે બી.પી. પીડિત દર્દીઓ વધે. આ ઉપરાંત બારમે રહેલ મીન રાશિમાં મંગળ ભ્રમણ યુવાવર્ગ વ્યસનોથી પીડિત થવાથી નાક, કાન તથા ગળાને લગતત રોગ માંદગી આવી શકે. ભૂખ કરતા ઓછું જ જમવું. મોડી રાત્રિ સુધી જાગવાની કુટેવ બંધ કરશો.
(1) મેષ રાશિ (અ, લ, ઇ) :- પૂરતી ઊંઘ ન લેવાને કારણે દિવસે કામકાજમાં આકસ્મિક જોકા ચડે. આંખોમાં બળતરાઓ સંભવે. સવાર-સાંજ ધુપ અગરબત્તી સમયે સૂવાની ટેવ ટાળશો. મસુરની દાળ ગરીબોમાં વહેંચશો.
(2) વૃષભ રાશિ (બ, વ, ઉ):- ગળામાં બળતરામાં રાહત લાગે. સુકો થાઇરોઈડના દર્દીઓને અન્ય બીમારીઓ વધી શકે. નિત્ય કુળદેવીનો દીપ પ્રગટાવો તેમ જ પ્રસાદ અર્પણ કરશો. બજારું પાણી પીશો નહીં.
(3) મિથુન રાશિ (ક,છ,ઘ):- ચક્કર ચડવાની શક્યતાઓ રહેલી છે. શરીરમાં અશક્તિ જણાય તેમ જ તાવ, શરદી, ઉધરસની અસર સતત જણાય. ઇષ્ટદેવનો શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવી મનોમન પ્રાર્થના કરશો જેને કારણે તબિયત-તંદુરસ્તી સારી થઈ જશે.
(4) કર્ક (ડ, હ):- આ સપ્તાહના અંતે ગૅસ, કબજિયાતની સમસ્યાઓ હળવી થાય. નજીકના મિત્રના નિધનના સમાચાર મળવાથી તબિયત બગડી શકે. સંધ્યા સમયે બજા ચીજવસ્તુઓ ખાવી નહીં. રાત્રે સૂતી વખતે હનુમાનચાલીસાનો પાઠ કરવો.
(5) સિંહ (મ, ટ):- છાતી પર મચ્છર કરડવાથી તાવ ચડે. કબજિયાત યથાવત્ રહે. સમયાનુસાર દેવદર્શન કરવું. બાહ્મણને ઘઉંનું દાન આપશો.
(6) ક્નયા (પ, ઠ, ણ):- થાઇરોઈડના દર્દીઓએ વિશેષ સંભાળવું. વારસાગત બીમારીઓમાં રાહત જણાય. પંખીને ચણ નાખશો તથા ગરીબોમાં ચવાણું વહેંચશો. હનુમાનચાલીસાનો પાઠ કરવો.
(7) તુલા રાશિ (ર, ત):- મગજ પર ગરમી ચડી શકે. ડાયાબિટિસના દર્દીઓએ વિશેષ કાળજી રાખવી આવશ્યક. કુળદેવી નામસ્મરણ સાથે સવારના સમયે મૌન રહેવાનો પ્રયાસ કરશો.
(8) વૃશ્ચિક રાશિ (ન, ય):- આંખમાં સુઝન આવે. હરસ, મસા હશે તો હજુ પણ રાહત જણાશે. વહેલી સવારે ધ્યાન યોગ-પ્રાણાયામ કરશો.
(9) ધન રાશિ(ભ, ધ, ફ, ઢ):- આ સપ્તાહ આરોગ્ય માટે મિશ્ર રહેશે. કિડની સંબંધિત દર્દીઓએ વિશેષ સંભાળવું. કબજિયાતની તકલીફ વધી શકે. ગુરુવારે કાચી ચણાની દાળનું ઉચીત બાહ્મણને દાન કરશો.
(10) મકર રાશી (ખ, જ):- રોગ અંગે માનસિક ભય, ચિંતાઓ સતાવે. પગ તૂટવાની શિકાયત જણાય. નિત્ય ઉપાસના આરાધના સાથે હનુમાનચાલીસાના પઠન કરશો.
(11) કુંભ રાશી (ગ, સ, શ):- પગ ના તળિયા બળે. ઘૂંટણને લગતી સામાન્ય સમસ્યામાં રાહત લાગે. હનુમાનજીને તેલનો દીવો કરી હનુમાનચાલીસાનું પઠણ કરવાથી સમસ્યાનો હલ થશે તેમ જ પશુ-પંખીઓને નિત્ય ચણ નાખવું.
(12) મીન રાશિ (દ, ચ, ઝ, થ):- આંતરડા સંબંધિત તકલીફ વધી શકે. સમયસર આહાર-વિહાર કરશો. નિત્ય ઇષ્ટ ઉપાસના સાથે ગુરુદેવના મંત્રનો કરવો.