તરોતાઝા

સપ્તાહની શરૂઆતથી ગરમી ચરણસીમાએ પહોંચશે તથા સૌરાષ્ટ્રમાં માવઠું થવાની વકી

સપ્તાહની શરૂઆત ગરમી ચરણસીમાએ
સૌરાષ્ટ્રમાં માવઠું થવાની વકી

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતા
સૂર્ય વૃષભ રાશિ(શત્રુ ભાવે)
મંગળ મીન રાશિ (જલ તત્ત્વ)તા.1 જૂન મેષ રાશિ(સ્વગૃહી) પ્રવેશ
બુધ મેષ રાશિ (અગ્નિતત્ત્વ)તા.31 મે વૃષભ રાશિમાં પ્રવેશ
ગુ વૃષભ રાશિમાં (પૃથ્વી તત્ત્વ)
શુક્ર વૃષભ રાશિ (પૃથ્વી તત્ત્વ) (સ્વગૃહી)
શનિ કુંભ (સ્વગૃહી) રાશિ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ ક્નયા રાશિ વક્રીભ્રમણ

આ સપ્તાહમાં મંગળ,બુધ રાશિ પરિવર્તન થવાથી વાહન અકસ્માત સાથે ચામડીનાં દર્દો વકરે. સપ્તાહની શરૂઆતથી ગરમી ચરણસીમાએ પહોંચશે તથા સૌરાષ્ટ્રમાં માવઠું થવાની વકી. યુવાવર્ગ તથા ગૃહિણી મહિલાઓ ડી હાઇડે્રશનની સંકજા આવી શકે યોગ્ય કાળજી રાખવી. દવાખાનામાં દર્દીઓ ઊભરાય. બજા બરફગોલા તથા આઇસક્રીમ ખાવા માટે કાળજી આવશ્યક. અકારણ મુસાફરી કરવી નહીં.

(1)મેષ રાશિ (અ,લ ઇ) :-વહેલી સવારે ઝાડા ઉલ્ટી થવાની શક્યતાઓ. પગના તળિયામાં બળતરા થાય. ઊંઘમાં રાત્રે ઝબકી જવાય. સવાર-સાંજ ગાયત્રી મંત્રના જાપ કરવાથી વિશેષ સારું. બુધવારે શિવ મંદિરમાં અવશ્ય દર્શન કરવા.

(2) વૃષભ રાશિ(બ,વ ઉ):- ગળામાં બળતરા તેમજ આંખોમાં પાણી વારંવાર નીકળે. સપ્તાહના અંતે ગેસ, કબજિયાતની તકલીફો આવે.કુળદેવીને સંધ્યા સમયે ધૂપ-દીપ કરીને આરતી ગાન કરવાથી શારીરિક કષ્ટ ઓછું થશે.

(3) મિથુન રાશિ(ક,છ,ઘ):- શરીરમાં અશક્તિ જણાય તેમ જ તાવ,શરદી, ઉધરસની અસર સતત જણાય. બહારનું ખાવાનું ટાળજો તેમ જ વાસી ખોરાક ન લેશો. ઇષ્ટદેવનો શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવી મનોમન પ્રાર્થના કરશો જેને કારણે તબિયત-તંદુરસ્તી સારી થઈ જશે.

(4) કર્ક (ડ,હ):- આ સપ્તાહના મધ્યમાં કબજિયાત સાથે માથાનો દુખાવો થવાની શક્યતાઓ. નજીકના સ્વજનના નિધનના સમાચાર મળવાથી તબિયત બગડી શકે. હોઠ પર સૂઝન આવવાની શક્યતાઓ. સંધ્યા સમયે માતાજીની આરતી અવશ્ય કરવી. રાત્રે સૂતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

(5) સિંહ (મ,ટ):- આંખોમાં લાલાશ જોવા મળે તેમ જ વારંવાર પાણી ટપકે. તાવમાં ચડ-ઊતર આવે. કબજિયાતની ફરિયાદ રહે. સૂર્ય સંહિતાનું પઠન કરવું. ગાયત્રી મંત્રની માળા અવશ્ય કરવી.

(6) ક્નયા (પ,ઠ,ણ):- પેટ સંબંધિત દર્દો વકરે. કમર પકડાય જવાની ફરિયાદ રહે. બહાર ગામની મુસાફરી ટાળશો. બજારું તૈયાર મીઠાઈ ખાવી નહીં. પંખીને ચણ નાખશો.

(7) તુલા રાશિ (ર,ત):-આ સપ્તાહ આરોગ્ય માટે ખૂબ જ સુખમય બની રહેશે, પરંતુ પોતાની નિત્ય ઈસ્ટ ઉપાસના સાથો-સાથ કુળદેવીના ધૂપ અગરબત્તી અવશ્ય કરવા.
(8) વૃશ્ચિક રાશિ (ન,ય):- ડાબી આંખમાં તકલીફ લાગે. હરસ, મસા હશે તો હજુ પણ રાહત જણાશે. બી.પી.હશે તો ઓચિંતા વધી શકે. વહેલી સવારે ઓમકાર જપ કરવા.

(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):- આ સપ્તાહ આરોગ્ય માટે એકંદરે મધ્યમ બની રહે, પરંતુ ગામતરા કરવાથી ગેસ કબજિયાતની તકલીફ જણાય. ગુ મંત્રની માળા સાથે ગુ ગીતાનો પાઠ સંધ્યા સમયે વાંચવો.

(10) મકર રાશિ (ખ,જ):-કબજિયાતની સમસ્યા છાલ છોડે નહીં માટે રેગ્યુલર દવા સાથે આયુર્વેદિક દવા પણ કરવી. શનિવારે શનિદેવને એક મુઠ્ઠી કાળા અડદ અર્પણ કરવા. વાસી ખોરાક ખાવાનું ટાળજો.

(11) કુંભ રાશિ (ગ,સ,શ):- ઘૂંટણને લગતી સામાન્ય સમસ્યા જણાય. દરરોજ હનુમાનજીને તેલનો દીવો કરી હનુમાન ચાલીસાનું પઠણ કરવાથી સમસ્યા હલ થશે તેમ જ પશુ પંખીઓને નિત્ય ચણ નાખવું.

(12) મીન રાશિ(દ,ચ,ઝ,થ):- થાઇરોઇડના દર્દીઓએ વિશેષ સંભાળવું. બજારુ મીઠાઈ તેમ જ કાજુ,બદામ વધુ પડતા ખાવા નહીં. નિત્ય ઇષ્ટ ઉપાસના સાથે કાળભૈરવ ચાલીસા કરવા. યુવા તેમ જ મહિલા વર્ગ માટે આ સમય એકંદરે મધ્યમ બની રહેશે.દરેક રાશિના જાતકોએ આરોગ્ય દાતા સૂર્યને શુદ્ધ જળનો અર્ધ્ય અવશ્ય આપશો. આદિત્ય નારાયણ સ્તોત્ર નું પઠન કરશો. નિત્ય શુદ્ધ ઘીનો દીપ તુલસી કયારે સાંજે પ્રગટાવવાનું ભૂલશો નહીં. પોતાની યથાશક્તિ મુજબ ગરીબ ગુરબાને અવશ્ય મદદ કરશો. બગડતા આરોગ્યમાં સુધારો જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker