ખરાબ ઊંઘથી લઇને પ્રજનન ક્ષમતા સુધી, મહિલાઓની પાંચ સૌથી મોટી બીમારીઓ
આરોગ્ય એક્સપ્રેસ – રેખા દેશરાજ
અમીર દેશ હોય કે ગરીબ દેશ હોય તમામ જગ્યાએ પુરુષોની સરખામણીમાં મહિલાઓનું સ્વાસ્થ્ય વધુ ખરાબ હોય છે તો તેનું સૌથી મોટું કારણ મહિલાઓ પોતે છે. કારણ કે તેઓ ભલે પરિવારના અન્ય સભ્યોની તબિયતની ચિંતા કરતી હોય છે પરંતુ પોતાની તબિયતને ક્યારેય પ્રાથમિકતામાં રાખી નથી. આ કારણ છે કે આજે મહિલાઓ શારીરિકથી લઇને માનસિક બીમારીઓમાં ફસાઇ ગઇ છે. જે બીમારીઓ મહિલાઓમાં વધુ જોવા મળે છે તેમાં ઍનિમિયા, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, વેજિનાઇટિસ અને સ્થૂળતા છે. જોકે તે સિવાય હાર્ટની બીમારી, સ્ત્રીરોગ સંબંધિત બીમારીઓ, ગર્ભાવસ્થા સંબંધી સમસ્યાઓ અને તણાવથી પણ મહિલાઓ વધુ પીડિત છે. પરંતુ ઉપર જે પાંચ બીમારીઓનો ઉલ્લેખ કરાયો તેનાથી મહિલાઓ વધુ પીડિત છે.
ઍનિમિયાનો કહેર
ઍનિમિયા શરીરમાં લોહી ન બનવાની અને શરીરમાં લોહી ઓછું હોવાની બીમારી છે. આ સામાન્ય રીતે આયર્નની ઊણપના કારણે થાય છે અને દુનિયાની બે તૃતીયાંશ મહિલાઓ તેનાથી પીડિત છે. વાસ્તવમાં આયર્ન એક જરૂરી મિનરલ છે જે શરીરમાં લાલ રક્ત કોશિકાઓ બનાવે છે. પરંતુ જ્યારે શરીરને પર્યાપ્ત આયર્ન નથી મળતું તો શરીરમાં લાલ રક્ત કોશિકાઓની ઊણપ થઇ જાય છે અને વ્યક્તિમાં લોહી ઓછું થઇ જાય છે. ઍનિમિયા રાતોરાત થતું નથી અને રાતોરાત મટતું પણ નથી. આ થવામાં અનેક મહિનાઓ થાય છે અને સ્વસ્થ થવામાં પણ અનેક મહિનાઓ લાગે છે. ઍનિમિયા બીમારી નથી જે સ્વસ્થ થઇ શકે પરંતુ દુનિયાના મોટાભાગના હિસ્સાઓમાં લોકો પાસે સંસાધન છે કે નથી તે અંગે કોઇ જાણકારી કે તેઓ આ બીમારીથી કેવી રીતે બચી શકે. આયર્ન, ફોલિક એસિડ, વિટામિન બી-12ના સપ્લિમેન્ટ્સથી આ સમસ્યાનો ઉકેલ આવે છે.
સ્થૂળતા
આજની તારીખમાં સ્થૂળતા યુનિવર્સલ સ્વાસ્થ્ય સમસ્યા તો છે સાથે સાથે સૌ કોઇ તેનાથી પીડિત છે. પરંતુ તેમાં પણ મહિલાઓ પુરુષોની સરખામણીમાં વધુ પીડિત છે. મહિલાઓ સ્થૂળતાની સમસ્યાથી પીડિત હોવાનું સૌથી મોટું કારણ એ છે કે તે પુરુષોની જેમ નિયમિત વ્યાયામ કરતી નથી. સાથે જ તેમની લાઇફસ્ટાઇલ પણ ખૂબ અનિયમિત હોય છે. કારણ કે પુરુષો કરતા વધુ મોટી સંખ્યામાં મહિલાઓ થાઇરોઇડથી પીડિત છે અને એન્ઝાઇટી પણ એક મોટી સમસ્યા છે. એટલા માટે આ બધી સમસ્યાઓ સાથે મળીને સ્થૂળતાને જન્મ આપે છે. સ્થૂળતાની સમસ્યાને હળવાથી ના લેવી જોઇએ.
દર વર્ષે લાખો લોકો સ્થૂળના કારણે પોતાનો જીવ ગુમાવે છે. તે સિવાય સ્થૂળતા એટલા માટે પણ ખતરનાક છે કારણ કે તે અનેક બીમારીઓને જન્મ આપે છે. તેનાથી હાર્ટ સંબંધિત બીમારીઓ, ડાયાબિટીસ, પીરિયડ્સમાં ગરબડ જેવી સમસ્યાઓ થાય છે. એટલા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્થૂળતાને બીમારીઓનું મૂળ કહ્યું છે. પોતાના નિયમિત અને સજાગ જીવનશૈલીથી મહિલાઓએ આ સમસ્યાઓથી બચવું જોઇએ.
સર્વાઇકલ કેન્સરનો ચક્રવ્યૂહ
બ્રેસ્ટ કેન્સર બાદ આ બીજું સૌથી ખતરનાક કેન્સર છે જેનો મહિલાઓ વધુ શિકાર બને છે. એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે દુનિયામાં 1,30,000થી વધુ મહિલાઓ સર્વાઇકલ કેન્સરના કારણે મોતને ભેટે છે અને જો આ કેન્સરથી દુનિયામાં મરનારી મહિલાઓની સંખ્યા જોવામાં આવે છે તેમાં સૌથી વધુ ભારતીય મહિલાઓ છે. વર્ષ 2020માં 74000 મહિલાઓએ સર્વાઇકલ કેન્સરના કારણે જીવ ગુમાવ્યો છે.
જોકે, આ એકલું કેન્સર છે જે ધીમે ધીમે ફેલાય છે. સર્વાઇકલ કેન્સર ફેલાવવામાં 15 થી 20 વર્ષનો સમય લાગે છે. તેમ છતાં ભારતમાં લાખો મહિલાઓમાં તેને રોકવાનું મુશ્કેલ હોય છે. જેનું સૌથી મોટું કારણ એ છે કે મહિલાઓ તેના લક્ષણો પર ધ્યાન નથી આપતી. સર્વાઇકલ કેન્સરનું મુખ્ય લક્ષણ એ છે કે સેક્સ દરમિયાન દર્દ થાય છે. પીરિયડ બાદ અનેકવાર બ્લીડિગ થાય છે. અનેકવાર સેક્સ બાદ પણ યોનિમાંથી લોહી આવવા
લાગે છે.
મોનોપોઝ બાદ પણ બ્લીડિગ થાય છે અને પીરિયડનો ભ્રમ હોય છે. તે સિવાય સર્વાઇકલ કેન્સર થવાની સ્થિતિમાં યોનિમાંથી નીકળતા પાણીમાં તીવ્ર ગંધ આવે છે. પગમાં સોજો થાય છે. આ તમામ સર્વાઇકલ કેન્સરના લક્ષણો છે જેને જોતા જ તરત જ ડૉક્ટર્સ પાસે તપાસ કરાવવી જોઇએ.
ખતરનાક વેજિનાઇટિસ
જ્યારે સતત યોનિમાં ખંજવાળ આવે, ખંજવાળ બાદ તે બિલકુલ લાલ થઇ જાય અને બળતરાનો અહેસાસ થાય અથવા લીલા કે પીળા રંગનો ડિસ્ચાર્જ થાય અને ડિસ્ચાર્જમાંથી ગંધ આવે અને ખૂબ માત્રામાં ડિસ્ચાર્જ થાય તો સમજી લેવું જોઇએ કે આ વેજિનાઇટિસની સમસ્યા છે. વેજિનાઇટિસના કારણે યોનિમાં સોજો પણ થઇ જાય છે અને યોનિ શુષ્ક થઇ જાય છે. જેનાથી બળતરા પણ થતી રહે છે. આ સામાન્ય રીતે બેક્ટેરિયા જેવા સંક્રમક જીવોના કારણે થાય છે. સતત પ્રાઇવેટ પાર્ટને અસ્વચ્છ રાખવાના કારણે પણ સંક્રમણ થઇ જાય છે. એવા વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધવા પર કે જે જાતીય રોગથી પીડિત હોય તો પણ આ સમસ્યા થાય છે. અનેકવાર સાબુ વગેરેથી ધોવા પર પણ વેજિનાઇટિસ થવાની સમસ્યા રહે છે. આ લક્ષણ જોવા મળે તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
સ્તન કેન્સર
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા પ્રમાણે, વર્ષ 2020માં 20 લાખથી વધુ મહિલાઓમાં સ્તન કેન્સર થયું હતું. એ જ વર્ષે 6,75,000 મહિલાઓ આ બીમારીના કારણે મોતને ભેટી છે. તેનાથી જાણવા મળે છે કે આ દુનિયામાં સૌથી સામાન્ય કેન્સર છે પરંતુ મહિલાઓ તેનાથી સૌથી વધુ શિકાર બને છે. એક તરફ દુનિયાના મોટાભાગના દેશોમાં અનેક બીમારીઓ જોવા મળી નથી, છેલ્લા ત્રણ દાયકાઓમાં સ્તન કેન્સરની સમસ્યાએ કોઇ પણ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો નથી. ભારતમાં પણ 1965થી 1985 વચ્ચે 50 ટકા કેન્સર દર્દીઓમાં વધારો થયો છે અને વર્ષ 2020ના ગ્લોબોકેન ડેટા અનુસાર ભારતમાં જેટલા પ્રકારના પણ કેન્સર છે તેમાં એકલા 13.5 ટકા કેસ સ્તન કેન્સરના છે અને કેન્સરમાં મોતને ભેટનારા કુલ દર્દીઓમાં 10.6 ટકા સ્તન કેન્સરથી થનારી મોત છે. મહિલાઓમાં સ્તન કેન્સરથી એટલા માટે સૌથી વધુ પ્રભાવિત થાય છે કારણ કે તેઓ અનેક પ્રકારની શારીરિક અનિયમિતતાઓથી ઘેરાયેલી રહે છે. ભારતમાં સ્તન કેન્સરની તપાસ નિયમિત રીતે થતી નથી. ઉ