તરોતાઝા

ઘૂંટણના દર્દથી પરેશાન છો તો કરો ત્રિકોણાસન

આરોગ્ય એક્સપ્રેસ – દિવ્યજ્યોતિ `નંદન’

એક ઉંમર પછી મોટાભાગના લોકો ઘૂંટણમાં દર્દથી પરેશાન રહેતા હોય છે. પરંતુ શિયાળામાં તો આ દર્દ ઉંમર ન હોવાના કારણે રહેતું હોય છે. શિયાળામાં લોકોને ઘૂંટણનો દુખાવો પરેશાન કરે છે. એવામાં જો દરરોજ ફક્ત 15થી 20 મિનિટ સુધી ત્રિકોણાસન કરવામાં આવે તો ઘૂંટણના દર્દથી રાહત મળે છે. તેના અન્ય કેટલાય ફાયદાઓ છે. આ આસન નિયમિત કરવાથી ગળા, પીઠ, કમર અને પગના સ્નાયુઓને મજબૂત કરે છે. જેનાથી શરીરનું સંતુલન યોગ્ય રહે છે. એસિડિટીથી છુટકારો મળે છે. કરોડરજજુનાના હાડકાને પણ ફાયદો થાય છે. છાતી અને ખભાને ફેલાવે છે. આ શરીરને ફ્લોક્સિબલ કરે છે તથા સ્નાયુઓને મજબૂત કરે છે. ત્રિકોણાસન ખૂબ ફાયદાકારક છે.
આસન કરવાની રીત
ત્રિકોણાસન યોગ્ય રીતે કરવા માટે સૌ પ્રથમ એ જાણો કે ત્રિકોણાસન શું છે.? વાસ્તવમાં આ હઠ યોગની કેટેગરીમાં આવે છે જે બે શબ્દોને ત્રિકોણ અને આસન સાથે મળીને બને છે. ત્રિકોણનો અર્થ થાય છે ત્રણ કોણ વાળો અને આસનનો અર્થ થાય છે મુદ્રા. ત્રિકોણાસન કરવાથી શરીર ત્રિકોણ જેવી મુદ્રા બનાવે છે. યોગ્ય રીતે ત્રિકોણાસન કરવા માટે સૌ પ્રથમ કોઇ ખુલ્લા અને સ્વચ્છ સ્થળ પર યોગા મેટ પાથરીને ઊભા રહો. દરમિયાન ધ્યાન રાખો કે તમારા પગની વચ્ચે બે ફૂટનું અંતર હોવું જોઇએ અને આ દરમિયાન તમારા હાથથી શરીરને પકડીને રાખો. હવે તમારા હાથને દૂર સુધી ફેલાવો. દરમિયાન શ્વાસ અંદરની તરફ ખેંચો અને જમણા હાથને ઉપરની તરફ ઉઠાવીને કાન પાસે લઇ જાવ. હવે ડાબા પગને બહારની તરફ વાળો અને પોતાના ઘૂંટણોને વાળ્યા વિના જમણો હાથ કાનની પાસે રાખો. બાદમાં જમણા હાથને જમીનની સમાંતર લાવો. સાથે જ ડાબા હાથથી જમણા પગની ઘૂંટીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
બીજો તબક્કો- બીજા તબક્કામાં 10 થી 30 સેક્નડ સુધી આ મુદ્રામાં રહો જે મુદ્રા પ્રથમ તબક્કાના અંતમાં ત્રિકોણાસનના રૂપમાં બની હતી. આ સમય સામાન્ય રીતે શ્વાસ લેવાની પ્રક્રિયાને યથાવત રાખો. કેટલાક સમય સુધી આ સ્થિતિમાં રહ્યા બાદ પછી શ્વાસ લેતા પોતાની પ્રથમ અવસ્થામાં આવી જાવ અને કેટલીક ક્ષણો સુધી વિરામ બાદ ફરીથી આ પ્રક્રિયાને અનુસરો. ત્રિકોણાસનના આ ચક્રને ત્રણ થી ચાર વખત કરો, પરંતુ જો આસન કરવામાં મુશ્કેલી આવે તો તેને છોડી દો.
આ બાબતોનું રાખો ધ્યાન
પ્રથમવાર ત્રિકોણાસન કરનારા લોકો કેટલીક બાબતોનું ધ્યાન રાખે. પ્રથમવાર કોઇ નિષ્ણાતની દેખરેખમાં આસન કરો. યોગ ગુ હોય તો સૌથી સા રહેશે. તેમની મદદ લો. સાથે જ યોગાસન કરતા સમયે શરીરના કોઇ પણ રીતે બીજા ભાગ પર દબાણ ના કરો. સાથે જ આસન કરતા સમયે પોતાની શ્વાસો પર પૂરી રીતે નિયંત્રણ કરવાનો પ્રયાસ કરો. જો કોઇના નિર્દેશમાં આસન કરો છો તો ઠીક છે પરંતુ જો કોઇ વીડિયો જોઇને તમે આસન કરી રહ્યા હોવ તો સ્ટેપ બાય સ્ટેપ તેને ફોલો કરો. જો યોગાસન કરતા સમયે મુશ્કેલીઓ આવે તો તે બિલકુલ ના કરો. બીમારી અથવા શારીરિક અક્ષમતાની સ્થિતિમાં આ આસન ના કરો. આસન કરવાનો સૌથી યોગ્ય સમય સવારનો છે પરંતુ જો સવારે કોઇ સમસ્યા આવે તો સાંજે પણ કરી શકાય છે, પરંતુ પેટ બિલકુલ સાફ હોવું જરૂરી છે.
કેટલીક અન્ય સાવચેતીઓ
લોહીનું દબાણ વધ્યું હોય તો ત્રિકોણાસન ના કરો. કમરમાં દુ:ખાવો હોય, સ્લિપ ડિસ્કની સમસ્યા હોય તો પણ તેનાથી બચો. વારંવાર ચક્કર આવતા હોય તો પણ આ આસન ના કરો. ગળા અને પીઠમાં કોઇ સમસ્યા હોય અને સાઇટિકા નર્વની સમસ્યા હોય તેવા લોકો પણ આ આસનથી દૂર રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button