આપણને ક્યાંક અંધારામાં ન ડુબાડી દે આ `સ્કાય ગ્લો’ અર્થાત્ પ્રકાશ પ્રદૂષણ
આરોગ્ય એક્સપ્રેસ – એન. કે. અરોરા
કોઈ કૃત્રિમ પ્રકાશને લીધે રાત્રે આકાશ ચમકવું,સ્કાય ગ્લો અથવા કૃત્રિમ સંધિકાળ કહેવાય છે. આખી માનવજાત માટે આ એક નવા પ્રકારનું જોખમ છે. ભલે આપણને પ્રકાશથી ઝગમગતા મહાનગર આકર્ષે છે, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે એનાથી રાત્રે આકાશમાં જે ચમક આવે છે, એ ધરતીના તાપમાનમાં વધારો કરે છે સાથે ધરતીની વર્ષોથી બનેલી વ્યવસ્થિત ઈકોસિસ્ટમને પણ બગાડે છે.
વૈજ્ઞાનિકોના હિસાબે એનાથી વાયુમંડળની સ્થિતિઓમાં અચાનક અને અનુમાનથી અલગ બદલાવ જોવા મળે છે જેથી સદીઓથી બનેલી ધરતીની ઇકોસિસ્ટમમાં એક ઝાટકે ગડબડ થાય છે.
ખરેખર સ્કાય ગ્લો માનવ નિર્મિત પ્રકાશના વાયુમંડળમાં પરત થવાને કારણે થાય છે. એનાથી આકાશના તારાઓ અસ્પષ્ટ થઇ જાય છે,નક્ષત્રોને ઓળખવા મુશ્કેલ થઇ જાય છે. હકીકતમાં વાયુમંડળમાં રહેલો ભેજ અને ધૂળના કળોને કારણે ધરતી પર રાત્રે ચમકતી રોશની કૃત્રિમ પ્રકાશને લીધે તફાવત અને પરાવર્તનથી આકાશમાં એક નિર્જીવ ચમકના રૂપમાં જામી જાય છે.
ધરતીથી આકાશ સુધીની યાત્રા કરતો આ પ્રકાશ હવાના કળો, ધૂળના કળો અને પ્રદૂષણ તેમજ પાણી સાથે અથડાઈને વેરવિખેર થઇ જાય છે અને આકાશમાં એક નકલી ચમક છવાઈ જાય છે. આને પ્રકાશ પ્રદૂષણ કહે છે. આનાથી વન્ય જીવોમાં મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે. સેંકડો પક્ષીઓની ઊંઘ આ કૃત્રિમ પ્રકાશને કારણે છીનવાઈ ગઈ છે. ફક્ત પક્ષીઓ માટે જ નહીં, પરંતુ અનેક ખગોળીય સુવિધાઓ માટે પણ જોખમ ઊભું થઇ ગયું છે. આ ઊર્જાના ઉપયોગને લઈને પણ ઘણી ભયાનક આશંકાઓ ઊભી થઇ રહી છે. જેમકે એનાથી મનુષ્યની તારાઓ અને ખગોળીય પિંડોને જોવાની ક્ષમતા પ્રભાવિત થઇ છે સાથે એનાથી અથડાઈને ધરતી પર પહોંચતી સૂર્યનાં કિરણો પણ પ્રભાવિત થાય છે.
હકિકતમાં સ્કાય ગ્લો અથવા પ્રકાશ પ્રદૂષણ ખરાબ ડિઝાઇન અથવા લેમ્પ અથવા સુરક્ષિત ફ્લડ લાઇટથી નીકળતી અને ઉપરની દિશા તરફ મોકલવા માટેના પ્રકાશથી બને છે,જે મનુષ્યની આકાશ પ્રત્યે સંવેદનહીન દૃષ્ટિકોણ અને ક્રિયાનું પરિણામ છે.
જ્યારે પણ મોટાં મોટાં સ્ટેડિયમ અથવા ચાર રસ્તે ફ્લેશ લાઇટ્સ લગાડવામાં આવે છે ત્યારે એમના પ્રકાશને ચોક્કસ જગ્યાએ ફોક્સ કરવામાં આવે છે અને ત્યાંથી પરાવર્તિત થઈને જ્યારે આ પ્રકાશ ઉપર તરફ જતો હોય ત્યારે એને આકાશ તરફ વહેતો કરવામાં આવે છે ત્યારે આ કૃત્રિમ પ્રકાશ ધીરે ધીરે આપણા વાયુમંડળમાં ફેલાતો રહે અને પછી પાછો જમીન પર વિખેરાઈ જાય છે. એનાથી એક એવી ચમક પેદા થાય છે જે દૂરથી પણ જોઈ શકાય છે. આ કૃત્રિમ પ્રકાશથી નીકળતી આસમાની ચમક શહેરો અને ગામોમાં ચમકતી રહે છે.
અમેરિકાનાં શહેરોમાં 10 થી 11 ટકા અને બાકી દુનિયામાં 7 થી 7.5 ટકા સુધી આકાશ પ્રકાશ પ્રદૂષણથી અચ્છાદિત છે. સામાન્ય રીતે આપણે જ્યારે પ્રકાશ પ્રદૂષણની વાત કરીએ ત્યારે એને વધારે જોખમી નથી માનતા. પરંતુ ઊંડાણથી વિચારવામાં આવે તો આ સામાન્ય પ્રદૂષણથી પણ વધારે જોખમી છે.
મનુષ્ય જ નહીં પણ પ્રાણીઓના રિધમમાં પણ ગડબડ થાય છે અને ડાર્કસ્કાય દુર્લભ બનાવે છે. કેટલાંક વર્ષ પહેલાં થયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું કે 2011થી 2022ની વચ્ચે આ કૃત્રિમ પ્રકાશે ઇકોલોજી,સ્વાસ્થ્ય અને સાંસ્કૃતિક જીવનને ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. સ્કાય ગ્લો શહેરો અને એની આસપાસ રાત્રીના સમયે જોવા મળતી પ્રકાશની એક એવી સર્વવ્યાપી ચાદર છે,જે આપણને આકાશમાં પોતાના સિવાય બીજું કંઈ જોવા નથી દેતી. એટલે સુધી કે ચમકદાર તારાઓ પણ આ પ્રકાશ પ્રદૂષણમાં જોવા મુશ્કેલ થઇ ગયા છે.
હકીકતમાં નાનાંમોટાં બધાં શહેરોમાં સ્ટ્રીટ લાઇટમાં વધારો, સુરક્ષિત ફ્લડ લાઈટ, મોટાં શહેરોની નાઇટલાઇફના આકર્ષણ માટે બજારો, મોટા મોટા મોલ અને દુકાનોને લાઈટોથી સજાવવી અથવા મોટાં શહેરોના અમુક ભાગને લાઈટોથી ભરી દેવામાં જે રોમાંચ છે, એ મનુષ્ય અને ધરતીના બધા જીવો માટે જોખમી છે. આ કૃત્રિમ પ્રકાશથી રાત્રીચરોની સક્રિયતા બાધિત થાય છે. એ સૂઈ નથી શકતા અને રાત્રે ચાલવાથી ખોવાઈ જાય છે. હેરાન કરે એવી વાત એ છે કે વૈજ્ઞાનિકોએ આ પ્રકાશ પ્રદૂષણના જોખમથી એક દશક પહેલા જ મનુષ્યોને ચેતવી દીધા હતા. તેમ છતાં અમેરિકા અને યુરોપમાં સાંજ થતા જ શરૂ થઇ જતી કૃત્રિમ રોશનીમાં જરાપણ કાપ નથી થયો.
વર્ષ 2016માં ભારતમાં પણ આ સંબંધે એક અધ્યયનથી એ સાફ થઇ ગયું હતું કે ભારતમાં લગભગ 20 ટકા વસ્તી જે જી-20 દેશોમાં સૌથી ઓછી છે, સ્કાય ગ્લો અથવા પ્રકાશ પ્રદૂષણથી પરેશાન છે. જો આના પર કાબૂ મેળવવા જલદી કોઈ ઉપાય કરવામાં નહીં આવે તો આપણને આકાશગંગા નહીં દેખાય, જેટલી સહજતાથી આપણે આજે કામ કરીએ છીએ, એ પણ મુશ્કેલ થઈ જશે. કેમકે માનવ આંખોમાં `કોન સેલ્સ’ ફક્ત ત્યારે જ ઉત્તેજિત થાય છે, જ્યારે સારા પ્રકાશિત વાતાવરણમાં આપણે જીવન જીવીએ અને આપણા માટે કાળું આકાશ હોય જ્યાં એની પૂરી ચમક સાથે તારા ઝગમગે.