તરોતાઝા

50+ની વયે પણ ફિટ રહેવા માટે મહત્ત્વપૂર્ણ છે શલભાસન

આરોગ્ય – દિવ્યજ્યોતિ નંદન

યોગાસન દરેક લોકો તેમ જ દરેક ઉંમરના લોકો માટે હોય છે. જેમ અલગ અલગ વયે બાકી ફિઝિકલ કસરત બદલાઈ જાય છે, તે રીતે અલગ અલગ ઉંમરે જુદા જુદા યોગાસનો પણ કરવા જરૂરી છે. 50 વર્ષની ઉંમરે પહોંચ્યા સુધી માણસ અનેક સ્વાસ્થ્યની સમસ્યાથી ઘેરાઈ જાય છે. એવામાં કેટલાક એવા પ્રકારની કસરત અને યોગાસન કરવા જરૂરી બની જાય છે, જે તમને ફિટ અને એનર્જેટિક બનાવી રાખવામાં મદદ કરે છે. આવા લોકો માટે શલભાસન સૌથી મહત્ત્વનું છે. શલભાસનનો અર્થ સંસ્કૃત ભાષામાં તીતીઘોડા સમાન મુદ્રા બનાવવી એવો થાય છે.
50+માં શલભાસનના ફાયદા
આ આસન નિયમિત કરવાથી પેટની ચરબી ઓછી થવાની સાથે, કરોડરજજુ પણ મજબૂત બને છે. આ આસન કરવાથી પીઠ મજબૂત અને લવચીક બને છે. આ ઉંમરે ડોકમાં પણ દુખાવો શરૂ થઈ જાય છે, તેમ જ અનેક લોકોની મોટેથી હસવા પર પણ નસ ખેંચાઇ જાય છે.
આ સમસ્યાથી પીડાતા લોકો માટે શલભાસન ખૂબ જ જરૂરી છે. આ આસન હાથ અને ખભાને પણ મજબૂત બનાવે છે. દરરોજ આ આસન કરવાથી જાંઘ અને પગનો દુખાવો પણ
ઓછો થાય છે. પગની પિંડી પણ મજબૂત બને છે અને પેટની પાચનક્રિયા તંદુરસ્ત રહે છે, જેનાથી પેટની સમસ્યા મટી
જાય છે.
શલભાસન આસન કરવાની યોગ્ય રીત
શલભાસન કરવા માટે સૌથી પહેલા યોગા મેટ (ચટાઈ) પર પેટ પર સૂઈ જાઓ. આ સાથે તમારા હાથને જાંઘના નીચે દબાવી દો. આખો બંધ કરી અને શરીરને જેટલું ઢીલ્લું કરી શકો છો તેટલું કરો. આ શલભાસનની શરૂઆતની સ્થિતિ છે.
થોડા સેક્નડ માટે આ રીતે રહીને ધીમે ધીમે પગને ઉપર કરો, પણ જો કોઈ પણ તકલીફ જણાય તો તરત જ આસન કરવાનું બંધ કરી દો. આ આસન સહેલું છે, પણ કોઈ જોખમ ન લેતા કોઈ યોગશિક્ષકની ઉપસ્થિતિમાં આ આસન કરવું યોગ્ય રહેશે. આ આસનની શરૂઆતમાં વધુમાં વધુ 10થી 15 મિનિટ જ કરવું અને જે રીતે તેની આદત થાય તેમ તેમ સમય વધારીને 20-25 મિનિટ કરી શકો છો.
આસન પહેલા આ કરો
જો શલભાસનનો પૂર્ણ લાભ મેળવવો છે તો પહેલા ભુજંગાસન, ગોમુખાસન, ઉર્ધ્વમુખ, શ્વાનાસન અને વીરભદ્રાસન કરો. આ આસન કરવાથી શલભાસનથી ભરપૂર ફાયદો મળે છે.
સાવધાન રહો
જો શલભાસન કરતી વખતે વધુ મહેનત કરવી પડે છે તો તમારા હૃદયમાં કોઈ સમસ્યા છે અથવા તમાં બ્લડ પ્રેશર વધેલું હોઇ શકે છે. આ રીતે પેપ્ટી અલ્સર, હર્નિયા અને આંતરડામાં તપેદિક જેવી સમસ્યા હોય તો ભૂલથી પણ આ આસન ન કરવું. આ બીમારીઓ હોય તો શલભાસનથી નુકસાન થઈ શકે છે.
શલભાસન પછી
શલભાસન કર્યા પછી એકદમથી ઊભા થઈને બીજા કામ કરવા નહીં. શલભાસન અને બીજા આસનો કર્યા બાદ યોગા
મેટ પર સ્થિર અવસ્થામાં સૂતા રહેવું અને તે પછી ધીરે ધીરે પોતાના શરીરના ભાગોને એક્ટિવ કરવા. આ આસન દેખાવામાં ભલે સહેલું હોય પણ આમાં શરીરની પૂર્ણ રૂપે કસરત થઈ
જાય છે.
શલભાસન કરવા પહેલા 15-20 મિનિટ અને શલભાસન કર્યા બાદ પણ અડધો કલાક સુધી જુદા જુદા પ્રકારનું વોર્મ-અપ કરવું. પહેલા શરીરને એક્ટિવ કરી 20-25 મિનિટ સુધી શરીરને સ્થિર મૂકી પહેલા શરીરનું હલનચલન બંધ કરવું અને ફરી ધીરે ધીરે શરીરના અંગોનું હલનચલન કરવું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો