તરોતાઝા

કુંભ રાશિમાં સૂર્ય-બુધ-શનિની સ્થિર રાશિમાં અંશાત્મક સંબંધ થવાથી ઊંઘની સમસ્યાઓ વધે

આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહ માં સૂર્યનારાયણ
રાજાદી ગ્રહ
સૂર્ય-કુંભ રાશિ
મંગળ-મકર રાશિ શીધ્ર ભ્રમણ
બુધ-કુંભ રાશિ અતિચારી ભ્રમણ
ગુ-મેષ રાશિ
શુક્ર-મકર રાશિ અતિચારી ભ્રમણ
શનિ-કુંભ(સ્વગૃહી)રાશિ(અસ્ત)
રાહુ-મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ-ક્નયા રાશિ વક્રીભ્રમણ
આ સપ્તાહમાં ચંદ્ર સિવાય કોઈપણ રાશિ પરિવર્તન કરવાના નથી. ગત્‌‍ સપ્તાહ મુજબ કુંભ રાશિમાં સૂર્ય-બુધ-શનિની વાયુ તત્ત્વ-સ્થિર રાશિમાં ત્રિપુટી નૈસર્ગિક કુંડલી મુજબ 11 ભાવે અંશાત્મક સંબંધ થવાથી ઊંઘની સમસ્યાઓ વધે તેમજ ખાધડકો સ્વભાવ બની રહે. જમ્યા પછી તુરંત કોઈ પણ ચીજવસ્તુઓ ખાવાનું ટાળશો.
ઉંમરલાયક માણસો ને શારીરિક અશકિત જણાય. ગૃહણિમાં તાવ- શરદી કે ઉધરસ વધે. યુવાવર્ગ એ સમયસર સૂવાની ટેવ રાખવી.
વિદ્યાર્થીવર્ગ વધુ પડતા સોશિયલ મીડિયા ઉપયોગ કરવાથી સ્વભાવ ચીડિયો બની શકે.
(1) મેષ (અ, લ, ઇ):- યોગ્ય સમયે ભોજન ન કરવાથી વારંવાર ભૂખ લાગે જેનાથી તબિયત બગડે. શીર દર્દ સમસ્યાઓ હોય તો વધી શકે. નિત્ય ગણેશજીનો દીપક પ્રગટાવી નામાવલી પઠન કરશો. ભિક્ષુકને ચવાણુ સાથે ચા પીવડાવશો.
(2) વૃષભ (બ, વ, ઉ):- ઓચિંતા ડાબા ખભામાં દુખાવો જણાય. પગના તળિયા માં શારીરિક કળતર વધી શકે. પૂજાના સમયે ગાયત્રીમંત્ર જાપ કરવા તેમ જ કુળદેવીને નિત્ય ધૂપ દીપ અવશ્ય કરવો.
(3) મિથુન (ક, છ, ધ):- આ સપ્તાહ આરોગ્ય માટે એકંદરે સારું રહેશે.
સાધારણ તાવ, શરદી ઉધરસની અસર વર્તાય.ભદ્રકાળીના દર્શન સાથે કાલ ભૈરવ કવચ કરશો. મગનું દાન જરૂરિયાત મંદને કરવું.
(4) કર્ક (હ, ડ):- મધરાત્રિએ સપનાં આવવાથી ઊંઘ હરામ થાય.
યુરિન સંબંધિત તકલીફ આવી શકે. નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો તથા મહાદેવજીનું નામ સ્મરણ કરશો.
(5) સિંહ (મ, ટ):- બી.પી.ની તકલીફ આવી
શકે. માથામાં દુખાવો જણાય. સૂર્યોદય સમયે
સૂર્યગ્રહના મંત્ર અવશ્ય કરશો. અકારણ વાદ-વિવાદમાં પડવું નહીં.
(6) ક્નયા (પ, ઠ, ણ):- ફૂડ પોઈઝન લાગી શકે. જૂની કબજિયાતની ફરિયાદ યથાવત રહે. વહેલી સવારે પંખીને ચણ નાખશો. એક મુઠ્ઠી મગ લઈને એક એક મગ શિવલિંગ પર અર્પણ કરશો.
(7) તુલા (ર, ત):- અગાઉ ની ગુપ્ત દર્દ ની પીડાઓ સાથે ચામડી ના દર્દ આવે. ડાયાબિટીસ સમસ્યાઓ પર ખાન પાન માટે યોગ્ય કાળજી રાખવી. ફક્ત પશુ પંખી ને ચણ નિયમિત નાખશો.
(8) વૃશ્ચિક (ન, ય):- પથરીથી પીડીત દર્દીઓ માટે યોગ્ય કાળજી રાખશો. આંખમાં અખીયા મીલાકે રોગ આવી શકે. હિત શત્રુઓ માનસિક સ્થિતી બગાડે. કુલદેવીની ઉપાસના ઉતમ. મંગળ ગ્રહના યંત્રની પૂજા નિયમિત કરશો.
(9) ધન (ભ, ધ, ફ, ઢ):- શેર બજારમાં નુકસાની થવાથી ડાયાબિટીસ વધી શકે. પગમાં સોજા આવી શકે. ઊંઘ,આહાર સમયસર કરશો. ગુદેવ મંત્ર અવિરત કરશો.
(10) મકર (ખ, જ):- ભગંદર બીમારી ધરાવનાર દર્દીઓએ વિશેષ સંભાળવું. વારસાગત રોગો
વધે. કાલ્પનિક ભય ચિંતાઓ રાખશો નહીં. ગરીબોને શનિવારે કાચા તેલ વહેંચશો. હનુમાન ચાલીસાના પાઠ કરશો.
(11) કુંભ (ગ, શ, સ):- આંખમાં મોતિયો આવી શકે. સપ્તાહના અંતે ધાધર વકરે. રામ નામ મંત્ર લેખન કાર્ય કરશો. સત્ય વચન બોલશો.
(12) મીન (દ, ચ, ઝ, થ):- કોરોનાનો માનસિક ભય સતાવે. લીવર સંબંધિતની સમસ્યાઓ વધી
શકે. ગુ ગ્રહના નિત્ય જપ તેમજ દેવ મંદિરમાં દર્શન કરશો.
લાંબા સમયથી કથળેલ આરોગ્ય નિવારણ માટે સપ્તાહ અંતે વિદ્યાદાન કરવું અતિ ઉત્તમ ગણાશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button