તરોતાઝા

આવા રોગ-બીમારીથી સાબદા રહેજો…

આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી

આજે તબીબી વિજ્ઞાન બહુ ઝડપથી શોધ -સંશોધન કરીને જિદ્દી બીમારીની અસરકારક સારવાર શોધી કાઢે છે, છતાં આજે પણ કેટલાંકનાં કારણ ને મારણ શોધી શકાયાં નથી. ક્યા છે એ ?

ડર્મેટામાયોસાઈટિસ' તરીકે ઓળખાતોઓટોઈમ્યુન’ રોગ છે,જેમાં આપણા શરીરની જે રક્ષા કરે છે એ પ્રતિકારક સિસ્ટમ-તંત્ર જ બળવો પોકારે છે.

થોડાં વર્ષ પૂર્વે આમિર ખાનની ફિલ્મ દંગલ'માં ચમકેલી બાળ ક્લાકાર સુહાની ભટ્ટ્નાગરનું તાજેતરમાં માત્ર 19 વર્ષની વયે અચાનક થયેલું નિધન બધાને અવાક કરી ગયું,કારણ કે ન તો એ રોગ સમયસર પારખી શકાયો કે ન તો એનો અસરકારક ઉપચાર જડયો.. સુહાની થોડા સમયથી જેડર્મેટામાયોસાઈટિસ’ રોગથી પીડાતી હતી એમાં એનાં હાથ-પગ પર સોજાં આવવા લાગ્યા પછી રાબેતા મુજબની સારવાર શરૂ થઈ. એનાથી ફરક પડવાને બદલે એનું શરીર સૂઝી ગયું. એની ચામડી પર ચાઠાં પડી ગયાં. શરૂઆતમાં એની ચર્મરોગ તરીકે સારવાર શરૂ થઈ, પણ અનેક પરીક્ષણ પછી તબીબોને ખ્યાલ આવ્યો કે એ તો ડર્મેટામાયોસાઈટિસ' તરીકે ઓળખાતોઓટોઈમ્યુન’ રોગ છે, જેમાં આપણા શરીરની જે રક્ષા કરે છે એ પ્રતિકારક સિસ્ટમ-તંત્ર જ બળવો પોકારે છે. પરિણામે શરીરનાં સ્નાયુ નબળા પડવા માંડે છે.
સુહાની સાથે એ જ થયું. એનાં ફેફસાંથી માંડીને અન્ય અંગોમાં પાણી ભરાવા લાગ્યું હતું. તબીબી જ્ઞાન- વિજ્ઞાનના કમનસીબે આ રોગ જલદી પરખાતો નથી. 10 લાખમાંથી માંડ 9ને થતા આ દુર્લભ રોગની કોઈ અકસીર સારવાર પણ નથી.
સ્ટેરોઈડ ડ્રગ્સ દ્વારા એને નિયંત્રણમાં- કાબૂમાં લાવવાનો પ્રયાસ થાય છે,પણ આવાં સ્ટેરોઈડસની પોતાની ગંભીર આડ -અસરો છે.
સુહાનીની બીમારી વખતે આવું થયું.
નિદાન સમયસર ન થયું ને થયું ત્યારે જોઈતી સારવાર-દવાના અભાવે હસતી -રમતી સુહાની મોત સામેની દંગલ-લડતમાં પરાજિત થઈ ગઈ.
સુહાનીને ભરખી જનારા ડર્મેટામાયોસાઈટિસ' રોગની વાત તાજી છે, પણ આજેય એવાં કેટલાંક રોગ બીમીરી છે, જે તબીબી શોધ-સંશોધનનેય ફાવવા નથી દેતાં. અહીં આપણે બીજાં એવા રોગને પણ જાણીએ કે જે ભાગ્યે જ થાય છે કે થતાં હશે તોય એ જલ્દી પરખાતાં નથી આમાંથી એક છે આપણી જીભનો કુચ્ચો નીકળી જાય એવો રોગ-“Fibrodysplasias Ossficanas Progressiave-FOP’. આ 20 લાખ લોકોમાંથી માત્ર બેને જ વળગતો આ દુર્લભ રોગ સ્ટોનમેન સિનડ્રોમ'નાં લક્ષણો એવાં છે કે એ શરીરના વિવિધ કોષ-સ્નાયુ-હાડકાને જોડી રાખનારા રજ્જુમાં પ્રસરીને એમને વારાફરતી કડક હાડકાંમાં પલટી નાખે છે! આ રોગ પ્રથમ ગળાથી ખભા સુધી પ્રસરીને ધીરે ધીરે શરીરના કમર નીચેનાં અંગોમાં પહોંચે છે. આના કારણે શરીર પથ્થર જેવું કડક -સખ્તા બનતું જાય છે એટલે જ તો આ રોગપાષણ યુગના પુષ’ તરીકે ઓળખાય છે!
આ રોગમાં વધારાંના હાડકાં એ હદ સુધી ઝડપથી વધતાં રહે છે કે એક રીતે જોઈએ તો શરીરમાં એક વધારાનું હાડપિંજર તૈયાર થઈ જાય છે..! આના લીધે એક સમય એવો આવે છે કે એનાથી ગ્રસ્ત વ્યક્તિ મોઢું સુધ્ધા ઉઘાડી નથી શકતી અને ક્રમશ: શરીરનું હલનચલન સાવ અટકી જાય છે.
આ રોગની કોઈ જ દવા નથી-હા, કડાકૂટભર્યો એક જ ઉપચાર-સારવાર એ છે કે શરીરમાં ઝડપથી વધતા જતાં વધારાનાં હાડકાંને ઓપરેશન દ્વારા દૂર કરાવજો કે, વારંવાર કરવી પડતી આવી સર્જરી-સારવાર તબીબે ક્ષેત્રમાં અધકચરી ગણાય છે…
આવાં ડરામણાં બીજાં હજુ કેટલાંક રોગ એવાં છે, જેનાં પૂરતાં ઉપચાર હજુ શોધાયાં નથી. આવાં દુર્લભ ડિસીઝ વિશે વધુ આવતા અંકમાં…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો