તરોતાઝા

વડીલ તેમજ બાહ્મણને માન-સન્માન આપવાથી બગડેલું આરોગ્ય સુધરે…

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહના ગ્રહમંડળમાં રાજાદી ગ્રહ
સૂર્ય મકર રાશિમાં બપોરે 3.44 થી કુંભ રાશિમાં પ્રવેશ…
મંગળ મકર રાશિ
બુધ મકર રાશિ
ગુ મેષ રાશિ
શુક્ર મકર રાશિમાં પ્રવેશ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે.
કુંભ રાશિમાં સૂર્ય-શનિની યુતિ
મકર રાશિમાં મંગળ-બુધ-શુક્રની ત્રિપુટી રચાવાથી પાચનશક્તિ સાથે સંધિવાની સમસ્યાઓ વધી શકે.
વાણીવિલાસ કે વર્તણૂકના કારણે સંબંધો બગડવાથી આરોગ્ય પર અસર પાડે. દારૂ જેવાં વ્યસનથી પીડિત જાતકોને લાંબા ગાળાની
બીમારીઓ ઓચિંતા આવી શકે.
આ સપ્તાહમાં હજુ ઠંડીનું જોર વધશે. તાવ, શરદી, ઉધરસ, ગળામાં બળતરા તથા અશક્તિ યુવાવર્ગમાં વધી શકે. બેવડી સિઝનનો અનુભવ થવાથી
સિનિયર સિટીઝનની ઊંઘની સમસ્યા વધી શકે.
ગૃહિણી -મહિલા વર્ગમાં આની સમસ્યાઓ વક્રી શકે.અન્ય લોકોએ પણ આરોગ્ય માટે પૂરતી કાળજી રાખવી જરૂરી..
સવારના સમયે નમક સાથે હૂફાળાં પાણીના કોગળા કરવા.
(1) મેષ (અ, લ, ઇ):- શીરદર્દનો અનુભવ થાય… યુરિનમાં ઓચિંતા ઇન્ફેક્શનની સંભવના…
દેવાધિદેવ મહાદેવ પર જળાભિષેક કરજો તેમજ ગાયત્રીમંત્રનો પાઠ વહેલી સવારે કરવો.
મંગળવારે ભિક્ષુકને મસુરની દાળ કાચી આપશો.
(2) વૃષભ (બ, વ, ઉ):- શારીરિક કળતર જણાય-ગળામાં બળતરા- શરીરમાં આળસ વધી શકે. મોં પર સૂઝનની સમસ્યા હોય એ હળવી થાય….મહાકાળીના દર્શન સાથે કુળદેવી સ્મરણ પૂજન અર્ચન સાથે સ્તોત્ર કરવા.
(3) મિથુન (ક, છ, ધ):- હાથમાં ખાલી ચડવાની સંભાવના. ચામડીને લગતી સમસ્યા હશે તો વધી શકે. આ સપ્તાહ સંપૂર્ણ આરામ કરશો.
કોઈ પણ વાતને લઈને ભય- ચિંતાઓ કરશો નહીં. હનુમાન ચાલીસા પઠન કરશો. કૂતરાને દૂધ પીવડાવશો.
(4) કર્ક (હ, ડ):- શારીરિક અશક્તિ જણાય. મોડી રાત્રિએ ઊંઘ આવવાથી તબિયત બગાડે. અકારણ વિચારો ના કરવા. ચંદ્રગ્રહના જાપ કરશો.
(5) સિંહ (મ, ટ):- આ સપ્તાહ આરોગ્ય માટે એંકદરે સાં રહેશે, છતાં શરીરમાં ઠંડીની અસરને કારણે અશક્તિ જણાય. લાંબી મુસાફરીમાં તબિયત બગડી શકે.
વડીલો તેમજ બાહ્મણને માન-સન્માન આપવાથી બગડેલ આરોગ્ય સુધરશે.દારૂનું વ્યસન હોય તો છોડી દેશો.
(6) ક્નયા (પ, ઠ, ણ):- કમર ઝકડાઇ જવાની ફરિયાદ રહે. પાચનશક્તિ મંદ થવાની શક્યતાઓ…
શિવલિંગના દર્શન કરવા…દરરોજ 10 મિનિટ મૌન પાળવાનો પ્રયાસ કરશો.
(7) તુલા (ર, ત):- ડાયાબિટીસ હોય તો વધી શકે. પશુપંખીને ચણ નિયમિત નાખશો. નિત્ય ઈષ્ટદેવ સ્મરણ-પૂજન ચાલુ જ રાખશો.
(8) વૃશ્ચિક (ન, ય):- યુરિનમાં ઇન્ફેક્શનની સંભાવના, ચશ્માના નંબર વધી શકે. મહાકાલી કે કુલદેવીની ઉપાસના ઉત્તમ તેમજ બંગલામુખી માતાજીના મંત્રોચાર કરશો.
(9) ધન (ભ, ધ, ફ, ઢ):- આ સપ્તાહ એકંદરે મધ્યમ બની રહે. ડાયાલિસીસના દર્દીઓની તબિયત વધારે લથડે.. ગુદેવ નામ-સમરણ સાથે શુદ્ધ ઘીના દીપક સાથે ગુદેવનો મંત્ર અવશ્ય કરશો.
(10) મકર (ખ, જ):- વારંવાર પેટમાં અપચો થવાની સંભાવના. જૂની બીમારીઓ યથાવત રહેશે. સુંદરકાંડનો પાઠ કરવો…. હનુમાનજી નામાવલી વાંચશો.
(11) કુંભ (ગ, શ, સ):- કબજિયાતની ફરિયાદ વધે. અગાઉની બાકી રહેલી માનતા હોય તો તાત્કાલિક પૂર્ણ કરશો. કાળા કૂતરાને દૂધ પીવડાવશો.
ગરીબોને મદદ કરશો.
(12) મીન (દ, ચ, ઝ, થ):- લીવરની સમસ્યા વધી શકે. પગના તળિયામાં ચીરા પડી શકે. યોગ – પ્રાણાયામ અવશ્ય કરશો. બુધ, ગુ ગ્રહના જાપ નિયમિત કરશો.


હાલમાં માઘ માસની ગુપ્ત નવરાત્રિ
ચાલતી હોવાથી કુળદેવી ગ્રામ્ય દેવી
ઉપાસના આરાધના કરવી આરોગ્ય માટે સાનુકૂળ રહેશે. ગુપ્ત દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. ગરીબો ને ભોજન આપશો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button