તરોતાઝા

સિંહ- વૃશ્ચિક-મીન રાશિના જાતકો માટે આ પરિભ્રમણ ઉત્તમ બની રહેશે…

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આજે રાત્રિએ 9.42 કલાકે ગ્રહમંડળમાં યુવરાજ મંગળ ગ્રહ ઉચ્ચ રાશી મકરમાં પ્રવેશ કરીને સતત 40 પરિભ્રમણ કરશે. તા.7ના મકર રાશિમાં પ્રવેશ કરવાથી સૂર્ય-મંગળ-બુધની ત્રિપુટી નૈસર્ગિક કુંડલીમાં 10 ભાવે રચાવાથી મકાન-વાહન-મિલકત વાહનો સોદાઓ વધે.લાંબા સમયથી અટકેલી રિ-ડેવલોપમેન્ટ સ્કીમોને વેગ મળે.આવાસ યોજનાનાં કામના
ખાધ મૂહુર્ત થાય. જી.એસ.ટી સહિત અનેકવિધ વેરા, દંડ તથા સરકારી બાકી રકમથી સરકારી તિજોરી છલકાય.મંગળ પુષ ગ્રહ-સ્ત્રી રાશિ-બેકી રાશિ સ્વામી શનિ હોવાથી આ ભ્રમણ વધુ યાદગાર સાથે પરીવર્તનશીલ બની રહેશે.
મંગળ-ગ્રહ કારકત્વ મુજબ જોમ, જુસ્સો તરવારટ સાથે યુવા સેનાપતિ તરીકે ગણના થાય છે. સીધો સંબંધ આર્મી સાથે સંકળાયેલ હોવાથી નવી-નવી યોજનાઓ બહાર પડી શકે…મંગળ-ભૂમિપુત્રને કારણે કિસાનો સરકારી યોજનાઓ ના લાભાર્થી વધે. જામીન- મકાન મિલકતના સોદાઓ વધે સાથોસાથ જ્ંગી રકમના સોદાઓ સરકારી રેકર્ડમાં નોંધાય. સંજીવની,કોમ્પ્યુટર, ઉધોગો કે તેના ઉત્પાદન સાથે સીધો સહસબંધ ગણાય છે માટે તેમાં પણ નવા પરિવર્તનો યાદગાર બને.નવાં નવાં સંશોધનોને તક મળે.
આગ-અકસ્માત કે દાઝવાના બનાવો બને. આંખોને લગતા ઓપરેશનોમાં કાળજી રાખવી આવશ્યક. મોતિયા જેવા ટીન ઓપરેશનમાં દર્દીઓ વધારે પીડાઓ ભોગવે. વ્યાપાર- વ્યવસાયમાં તેજીનાં વાદળો બાંધે…..
રાજકીય ક્ષેત્રે યુવા નેતાઓ મેદાનમાં મોંખરે રહે.રાજકીય પક્ષના નેતાઓની ખેંચાખેંચ વધે.સ્પર્ધાત્મક પરીક્ષામાં યુવા વર્ગનો આનંદ- ઉત્સાહ જોવા મળે તેમ જ યુવાવર્ગ માટે શુભ સમય બની રહે.લાંબા સમયથી કોર્ટ કચેરીમાં પેન્ડિંગ વિલ વારસાના કેસ ઉકેલાય.
આ પરિભ્રમણ સિંહ- વૃશ્ચિક-મીન રાશિના જાતકો માટે ઉત્તમ બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button