તરોતાઝા

હાઈપરટેન્શન `ધ સાયલન્ટ કિલર’

આરોગ્ય – રાજેશ યાજ્ઞિક

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે હાઈપરટેન્શન વિશ્વભરમાં અકાળ મૃત્યુનું મુખ્ય કારણ છે. હાલમાં સમગ્ર વિશ્વમાં 100 કરોડથી વધુ લોકો આ રોગથી પીડિત છે. જો કે, તેનાથી પીડિત ઘણા લોકો તેના લક્ષણો પર ધ્યાન આપતા નથી અને તેના કારણે સમસ્યા ગંભીર બની જાય છે.

કાર્ડિયોવેસ્ક્યુલર રોગો જેને તબીબી ભાષામાં સીવીડી તરીકે પણ ઓળખાય છે, જેમાં હાર્ટએટેક અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે, તે સમગ્ર વિશ્વમાં મૃત્યુદર અને બિમારીનું સૌથી સામાન્ય કારણ છે અને ભારતમાં કુલ મૃત્યુના એક તૃતીયાંશ માટે જવાબદાર છે.

અનિયંત્રિત બ્લડ પ્રેશર સીવીડી માટેના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. આ પરિસ્થિતિના અનુસંધાનમાં આ બીમારી વિશે જાણવા સમજવાની આવશ્યકતા છે.

17મી મેના દિવસે વિશ્વ હાઇપરટેન્શન ડે ઉજવાઈ ગયો. હાઈપરટેન્શન એટલે શું? ટેન્શન શબ્દ આવે એટલે આપણે તેને માનસિક સમસ્યા સાથે જોડીને જોઈએ છીએ. પરંતુ, હાઈપરટેન્શન એ હાઈબ્લડપ્રેશરનું વર્ણન કરવા માટે વપરાતો તબીબી શબ્દ છે.

એક અભ્યાસ મુજબ એકલા ભારતમાં 30-79 વર્ષની વયના અંદાજિત 188.3 મિલિયન પુખ્ત વયના લોકો હાઇપરટેન્શનથી
પીડિત છે.

વિજ્ઞાન સામયિક જામા દ્વારા 16 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો તેમાં જાણવા મળ્યું હતું કે હાયપરટેન્શન ધરાવતા તમામ પુખ્તવયના લોકોમાં, માત્ર 36.9%એ નિદાન પ્રાપ્ત કર્યાની જાણ કરી. તેનો અર્થ એ છે કે મોટાભાગના લોકો તો પોતે હાઇપરટેન્શનથી પીડાય છે તે જાણતા પણ નથી હોતા અને જેટલાનું નિદાન થાય છે તેમાંથી લગભગ 50% લોકો જ તેની નિયમિત સારવાર લેતા હોય છે. આ સંજોગોમાં હાઇપરટેન્શન લોકો માટે જીવલેણ બનવાનું ભરપૂર જોખમ રહેલું છે.

વાસ્તવમાં, આ એક એવી સ્થિતિ છે જેમાં ધમનીઓમાં બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી જાય છે અને તેના કારણે ધમનીઓમાં લોહીના પ્રવાહને જાળવી રાખવા માટે હૃદયને સામાન્ય કરતાં વધુ કામ કરવાની જરૂર છે. નિષ્ણાતો કહે છે કે હાઇપરટેન્શન એ હાર્ટએટેકનું મુખ્ય કારણ છે. આ સિવાય તે મગજ, કિડની અને અન્ય રોગોનું જોખમ પણ વધારી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે તે વિશ્વભરમાં અકાળ મૃત્યુનું મુખ્ય કારણ છે. હાલમાં સમગ્ર વિશ્વમાં 100 કરોડથી વધુ લોકો આ રોગથી પીડિત છે.

જો કે, તેનાથી પીડિત ઘણા લોકો તેના લક્ષણો પર ધ્યાન આપતા નથી અને તેના કારણે સમસ્યા ગંભીર બની જાય છે. તેથી જ હાઈપરટેન્શનને `સાયલન્ટ કિલર’ પણ કહેવામાં આવે છે.

હાઇપરટેન્શનના લક્ષણો
માથાનો દુખાવો, ચક્કર
થાક અને સુસ્તી
હૃદયના ધબકારામાં વધારો
છાતીનો દુખાવો
ઝડપી શ્વાસ અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી
ઝાંખી દ્રષ્ટિ

હાઇપરટેન્શનના કારણો શું છે?
નિષ્ણાતો કહે છે કે હાઇપરટેન્શનના મુખ્ય કારણોમાં તણાવ સૌથી પહેલા નંબરે છે. પહેલા આ બીમારી માત્ર વયસ્કોમાં જોવા મળતી હતી. પણ હવે તો બાળકો અને યુવાનોમાં પણ જોવા મળે છે. તે ઉપરાંત અનિયંત્રિત આહાર છે. આ સિવાય સ્થૂળતા, ઊંઘનો અભાવ, તૈલી ખોરાકનું વધુ પડતું સેવન અને વધુ પડતા મીઠાનું સેવન પણ આના માટે અન્ય કેટલાક કારણો હોઈ શકે છે. તેથી તમારા આહાર પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ છે.
અનિયંત્રિત હાઈબ્લડ પ્રેશર કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે, જેમ કે:

હૃદયરોગ
હાઈબ્લડ પ્રેશર હૃદય રોગનું કારણ બની શકે છે. આ કાર્ડિયાક અસંગતતા, કાર્ડિયાક ઇન્ફાર્ક્ટ જખમ, કાર્ડિયાક જખમ, નિયોપ્લાઝમ અથવા સ્ટેન્ટની જરૂરિયાત તરફ દોરી શકે છે.

સ્ટ્રોક
હાઈ બ્લડ પ્રેશર પણ પીડાદાયક સ્ટ્રોકનું કારણ બની શકે છે. સ્ટ્રોક પછી બોલવામાં કે ચાલવામાં તકલીફ થાય છે. આનાથી વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય છે.
કિડનીના રોગો: હાઈબ્લડપ્રેશર વિવિધ પ્રકારના કિડનીના રોગોનું કારણ બની શકે છે. આમાં, કિડનીના અસંતુલન અને બીમારીને કારણે, લોહીને ફિલ્ટર કરવામાં મુશ્કેલી થાય છે. આવા કિસ્સાઓમાં ડાયાલિસીસ જરૂરી છે.

બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવા શું કરવું?
સૌથી પહેલા તો ઉપર જણાવેલ લક્ષણો નિયમિત રૂપે દેખા દેતા હોય તો ડોક્ટર પાસે જવામાં મોડું કરવું નહીં. સારવાર કરતા સાવચેતી ભલી, એ વાક્ય યાદ રાખવું. તે ઉપરાંત બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવા કેટલીક સામાન્ય વાતોનું ધ્યાન અવશ્ય રાખવું, જેમકે,
મીઠાનું સેવન ઓછું કરવું
આહારની માત્રા સંતુલિત રાખવી
પોટેશિયમ ભરપૂર ખોરાકને આહારમાં સામેલ કરો
ધુમ્રપાન અને મદિરાપાનનો ત્યાગ કરો
તણાવ ઓછો કરવાના ઉપાયો કરવા
બ્લડપ્રેશરની નિયમિત તપાસ કરાવતા રહો
કસરત, ખાસ કરીને યોગને તમારા જીવનનો હિસ્સો બનાવો
સ્થૂળતા હોય તો વજન ઓછું કરવાના ઉપાયો કરો
નિયમિત રીતે સારી ઊંઘ લો, જરૂર પડે તો તમારી લાઈફ સ્ટાઇલ બદલા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker