તરોતાઝા

ગરમીમાં સ્તનપાન કરાવતી માતાઓનીખાણીપીણી કેવી હોવી જોઈએ?

આરોગ્ય – નીલમ અરોરા

સ્તનપાન કરાવતી માતાઓએ ગરમીમાં વિશેષ જાગૃતિ રાખવાની જરૂર હોય છે. કેમકે તેમણે આ વિકટ વાતાવરણમાં ન માત્ર પોતાનું, પણ દૂધ પીતા સંતાનોનું પણ ધ્યાન રાખવાનું હોય છે. કેમકે તેઓ તો માતાના દૂધ ઉપર જ નિર્ભર હોય છે; અને અન્ય માદાઓની જેમ મનુષ્યમાં પણ ગરમીની મોસમમાં ઓછું દૂધ ઊતરે છે. તેથી જો તમે છ મહિનાથી નાનાં બાળકની માતા હો, કે જેનું શિશુ સંપૂર્ણપણે સ્તનપાન પર નિર્ભર હોય તો તમારી વિશેષ જવાબદારી બની જાય છે કે તમે તમાં ખાસ ધ્યાન રાખો જેથી તમારા ઉપર નિર્ભર બાળકને દૂધની અછત ન વર્તાય. માટે તમારે કેટલાક ઉપાયો કરવા જરૂરી છે

હાઈડે્રટેડ રહો: ગરમીઓમાં એ વાતનું ખાસ ધ્યાન રાખો કે શરીરમાંથી પાણીની માત્રા ઓછી ન થાય. તે માટે ખૂબ પાણી પીઓ જેથી હાઈડે્રટેડ રહી શકાય; અને હા, માત્ર પાણી પીવા પૂરતું ધ્યાન રાખવાનું નથી, પણ ખાણીપીણી અને કપડામાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ દિવસોમાં કુદરતી રેશાઓથી બનેલા કપડાઓ પહેરો અને જેનું વણાટ ખુલ્લું હોય તેવા અથવા ખુલી ડિઝાઇનના કપડાં પહેરો, જે આરામદાયક પણ હોય અને શરીરને ઠંડક આપે, બેચેની પેદા ન કરે. આ સમયમાં એ પણ ધ્યાન રાખો કે જ્યારે પણ બાળકને દૂધ પીવડાવવાનું હોય ત્યારે એક આરામદાયક શાવર લઈને દૂધ પીવડાવો તો રાહતભર્યું રહેશે. ગરમીમાં થોડા સમયમાં જ પરસેવાને કારણે શરીર ચીકણું અને અણગમતી વાસવાળું બની જાય છે. આવી સ્થિતિમાં બાળકને દૂધ પીવું નહીં ગમે અને તે બેચેની અને પરેશાની અનુભવશે.

ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખો: આ દિવસોમાં પોતાની ખાણીપીણીનું એ રીતે જ ધ્યાન રાખવું જરૂરી છે, જેવી રીતે ગર્ભાવસ્થા વખતે રખાય છે. આ સમયમાં ખૂબ લીલા શાકભાજી, સલાડ અને ફળો ખાઓ. આ સિઝનનાં ફળોમાં જાંબુ, લીચી, સંતરા, મોસંબી જેવાં ફળો જરૂર ખાવા જોઈએ. કેરી પણ ખાઓ, પણ બજારમાંથી લાવીને તરત ખાવાને બદલે, તેને રૂમના તાપમાન પર પાણીમાં પલાળેલી રાખીને પછી તે ખાવી જોઈએ, જેથી તેમની ગરમી અને જો તેને કેમિકલથી પકવેલી હોય તો કેમિકલની ખરાબ અસર નીકળી જાય. જાંબુ સ્તનપાન કરવાતી માતાઓ માટે બહુ સાં ફળ છે. તે ઉપરાંત શાકમાં ટામેટા, કોબી, સિમલા મરચાં, બ્રોકલી, બીન્સ અને શક્કરિયા અવશ્ય ખાઓ. મેવામાં બદામ, અખરોટ, ચિયા સીડ્સ અને અળસીના બીજ ખાવા સ્તનપાન કરાવતી માતાઓ માટે સારા ગણાય છે. ટોફુ, ડાર્ક ચોકલેટ, વરિયાળી, લીંબુ, ફુદીનાનું શરબત અને ટામેટાનો સૂપ સ્તનપાન કરવાતી માતાઓએ આ સમયમાં અવશ્ય પીવો જોઈએ જેથી તેમના દૂધ ઉપર નિર્ભર બાળકને ભરપૂર દૂધ મળે.

ઠંડી જગ્યા પર સ્તનપાન કરાવો: ગરમી જો વધારે પડતી હોય તો બાળકને એવી જગ્યાએ બેસીને સ્તનપાન કરાવો જે પ્રમાણમાં ઠંડી હોય અને જ્યાં ગરમીને કારણે બેચેની ન લાગતી હોય. જો ઘરમાં એરકંડિશન હોય તો દૂધ પીવડાવતી વખતે એરકંડિશનમાં બેસો અથવા પંખા નીચે બેસો, જેથી ન તો તમને ગરમી લાગે કે ન બાળકને. જો ગરમીના દિવસોમાં તમે બહારથી આવ્યા હો તો બહારથી આવીને તરત દૂધ ન પીવડાવો. એટલું જ નહીં, સ્તનપાન કરાવતી માતાઓએ કોશિશ કરવી જોઈએ કે ભારે ગરમીના દિવસોમાં બહાર ન નીકળવું પડે. બહારથી આવ્યાના થોડા સમય બાદ પહેલા સ્નાન કરવું જોઈએ અને પરસેવો પૂર્ણ રીતે સાફ કરીને પછી ઠંડો પાવડર કે કોઈ સુગંધનો છંટકાવ કરીને દૂધ પીવડાવવું જોઈએ જેથી માતા અને બાળક બંને સારો અનુભવ કરે. આમ તો ઋતુ કોઈપણ હોય, છ મહિના સુધી બાળક માતાના દૂધ ઉપર જ નિર્ભર રહેવું જોઈએ, પણ ગરમીના સમયમાં આ વાતનું ખાસ ધ્યાન રાખો. કેમકે ગરમીમાં બાળકને ઉપરથી ખવડાવેલી કે પીવડાવેલી વસ્તુઓની સંક્ર્મણ જલ્દી લાગે છે. કેમકે ગરમીમાં વસ્તુઓ ખરાબ પણ જલ્દી થઇ જાય છે.

આ વાતોનું પણ ધ્યાન રાખો: જો બાળક અને માતા બંનેને ગરમીના સમયમાં એકમેકની ત્વચાનો સ્પર્શ અસુવિધાજનક લાગતો હોય તો બંને વચ્ચે મલમલનું કપડું કે સુંવાળો તકિયો રાખવો જોઈએ, જેથી ગરમીના દિવસોમાં થતી બેચેનીથી બચી શકાય. જો સૂઈને દૂધ પીવડાવતા હો તો એ વાતનું ધ્યાન રાખો કે તમે અને બાળક બંને આરામદાયક સ્થિતિમાં હો. બાળકનું માત્ર મોઢું અને તમાં સ્તન જ સંપર્કમાં હોવા જોઈએ. ગરમીમાં દૂધ પીવડાવતા જો તમને એવું લાગે કે બાળકનું શરીર ગરમ છે, તો તેને ઠંડા પાણીથી સ્પંજ કરો. જો એ નહાઈ શકે તો એ વધારે સાં. હા, પણ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે નહાવામાં સાદું પાણી જ વાપરો. કેમકે બાળકને નવડાવવા જો સાબુનો ઉપયોગ કરશો તો તેના શરીર માંથી કુદરતી તેલ નીકળી જશે.

વરિયાળી અને જીરાનો વપરાશ કરો: શરીર વિજ્ઞાનના જાણકાર કહે છે કે ખાવામાં જીં અને તેના ઉપયોગથી બનેલી ચીજોના વપરાશથી શરીરના મિલ્ક ડક્ટ્સ એક્ટિવેટ થઇ જાય છે. તેનાથી દૂધ ભરપૂર માત્રામાં બને છે અને ઊતરે છે, જેથી બાળકને ભરપૂર ડાયટ મળે છે. તેથી સ્તનપાન કરાવતી માતાઓ, જેમને ઓછા દૂધની સમસ્યા સતાવતી હોય તેમણે, ચટણી, દાળ, શાક વગેરેમાં કોઈ ને કોઈ રીતે જીરાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. દરરોજ બે થી ત્રણ ચમચી જીંનો ઉપયોગ લાભદાયક છે. આ જ ફાયદો વરિયાળી ખાવાથી પણ થાય છે. સ્તનપાન કરાવતી માતાઓએ રોજ થોડી વરિયાળી ખાવી જોઈએ.

જમ્યા પછી ખડી સાકર સાથે વરિયાળી મુખવાસ તરીકે ખાઓ, કે વરિયાળીની ચ્હા કે શરબત બનાવીને પીઓ, અથવા વરિયાળી શાકભાજીમાં નાખીને ખાઓ. પણ સ્તનપાન કરાવતી માતાઓએ વરિયાળી ખાવી જોઈએ. આ દરેક ઋતુ માટે જરૂરી છે, પણ ગરમી માટે અસરકારક છે કેમકે ગરમીમાં લગભગ બધી માતાઓને અન્ય દિવસો કરતાં પ્રમાણમાં ઓછું દૂધ ઊતરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button