ફેફસાં સાથે જોડાયેલી જીવલેણ બીમારી છે અસ્થમા
આરોગ્ય – માજિદ અલીમ
સાત મેના રોજ દર વર્ષે દુનિયામાં વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે. આ બીમારી પ્રત્યે લોકોમાં જાગૃતતા વધારવા નહી પરંતુ એ તરફ ધ્યાન આપવા માટે ઉજવવામાં આવે છે કે જ્યાં એક તરફ મેડિકલ સાયન્સની પ્રગતિના કારણે અનેક બીમારીઓ પર કાબૂ મેળવી લેવામાં સરળ બન્યું છે પરંતુ અસ્થમા જેવી બીમારી દિવસે દિવસે બગડતા હવા પ્રદૂષણના કારણે ખતરનાક થઇ રહી છે.
એટલા માટે દર વર્ષે લોકોમાં અસ્થમા જેવી બીમારીને ખાસ નજરથી જોવા અને તેના ખતરા પ્રત્યે દુનિયાને આગ્રહ કરવા માટે એક ખાસ થીમ પર ઉજવવામાં આવે છે. જ્યારે આ વર્ષે વિશ્વ અસ્થમા દિવસની થીમ છે- ગ્લોબલ ઇન્સેન્ટિવ ફોર અસ્થમા એટલે કે અસ્થમા માટે વૈશ્વિક પહલ. આ રીતે વર્ષ 1998થી અસ્થમા દિવસને અલગ અલગ થીમ સાથે એટલા માટે ઉજવવામાં આવે છે જેથી દુનિયાભરમાં તેના પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે.
અસ્થમા એટલા માટે ખતરનાક બીમારી છે કારણ કે જલદી ખતમ થતી નથી. આ એક લાંબી બીમારી છે જેમાં ફેફસાનાં વાયુમાર્ગમાં સોજો આવે છે. જેનાથી હવા પાસ થવા માટેનો રસ્તો સાંકડો થઇ જાય છે. આ કારણ છે કે અસ્થમાનો દર્દી શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે. તેના ગળામાં ગભરાટનો અવાજ નીકળે છે. અસ્થમાને કેટલાક અન્ય નામેથી પણ ઓળખવામાં આવે છે. જેમ કે દમ, ઘરઘરાહટ. વાસ્તવમાં જ્યારે ફેફસામાં સોજો આવવાના કારણે અસ્થમાનો એટેક આવે છે તો વાયુ માર્ગની માંસપેશીઓ કડક થઇ જાય છે અને હવા પાસ થવામાં ખૂબ મુશ્કેલીઓ આવે છે. જેના કારણે શ્વાસ લેવો મુશ્કેલ થઇ જાય છે. જે લોકોને અસ્થમાની બીમારી હોય છે તેમને અસ્થમાના એટેક આવતા રહે છે. અસ્થમાના આ એટેકના અનેક કારણોસર આવે છે. ઘરમાં પાળેલા પશુઓનાં વાળ વાયુ માર્ગમાં ફસાઇ જાય, જે વાતાવરણમાં તમે શ્વાસ લઇ રહ્યા છો તે વાયુ પ્રદૂષણનું હોવું અથવા હવામાં ધૂળના કણોની માત્રા વધારે હોવી પણ કારણ છે.
અનેક વખત કેટલીક દવાઓ જેમ કે એસ્પિરિન અને નોનસ્ટેરોઇડલ એન્ટી ઇફ્લામેટરી દવાઓ પણ અસ્થમાના એટેકનું કારણ બની શકે છે. હવામાનમાં ફેરફાર, હવામાં કેમિકલની વધુ માત્રા, વગેરે કારણો અસ્થમાનો એટેક આવવા માટે જવાબદાર છે. કેટલાક કાર્યસ્થળ એવા હોય છે જ્યાં અસ્થમાના એટેક આવવા માટે વધુ અનુકુળ પરિસ્થિતિઓ હોય છે જેમ કે ત્યાંની ધૂળમાં લાકડાનો વહેર હોવો, અનાજનો કચરો, ત્યાંના વાતાવરણમા કેમિકલની હાજરી વગેરે અસ્થમા પાછળના કારણો છે. દરેક વ્યક્તિમાં અસ્થમાના લક્ષણો અલગ અલગ હોય છે.
તેમ છતાં કેટલાક લક્ષણો સમાન છે. જેને જોઇને અંદાજ લગાવી શકાય છે કે આ વ્યક્તિ અસ્થમાથી પીડિત છે. કેટલાક લોકોમાં જ્યારે અસ્થમાનો અટેક આવે છે તેમનો અવાજ અચાનક ઘરઘરાને લાગે છે અથવા પછી સતત ખાંસી આવવા લાગે છે અને ખાંસી એટલી પરેશાન કરે છે કે સ્થિતિ કાબૂમાથી બહાર થઇ થવા લાગે છે. કેટલાક લોકોમાં સુકી ખાંસી આવવા લાગે છે. અનેકવાર જ્યારે અચાનક કોઇને શ્વાસ લેતા સમયે માંસપેશીઓમાં અંદર ચામડી ખેંચાતી હોય તેવું લાગે છે. આ સ્થિતિ અસ્થમાના લક્ષણોની હોય છે.
જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે અને આ વ્યાયામ કરતા સમયે અથવા શારીરિક ગતિવિધિઓ દરમિયાન વધી જાય તો તેના ક્યાંકને ક્યાંક અસ્થમાની સમસ્યા હોઇ શકે છે. છાતીમાં દર્દ અને જકડન, સૂવામાં સતત સમસ્યાઓ, શ્વાસ લેવામાં અનિયમિત પેટર્ન વગેરેના કારણે અસ્થમાની જાણ થાય છે.
અસ્થમા પીડિત વ્યક્તિમાં તેના લક્ષણો જોવા મળતા તરત જ સાવધાન અને સજાગ થઇ જવું જોઇએ, પરંતુ અનેકવાર અસ્થમા પીડિત વ્યક્તિના હોઠ અને ચહેરાનો રંગ નીલો પડી જાય છે. બોલવામાં મુશ્કેલીઓ આવવા લાગે છે તેને ગંભીર સ્થિતિ સમજીને તરત જ ડોક્ટરની મદદ લેવી જોઇએ.
જ્યારે અસ્થમાનો એટેક આવે છે તો પીડિત વ્યક્તિની હાર્ટ બીટ વધવા લાગે છે. શ્વાસ લેવામાં મુશ્કેલી આવે છે. બોલવામાં સમસ્યા અનુભવાય છે. પરંતુ જ્યારે અસ્થમા પીડિત વ્યક્તિમાં આ લક્ષણોની સાથે સાથે પરસેવો આવવાનું શરૂ થાય તો સ્થિતિ ગંભીર હોવાનો સંકેત આપે છે. આ દરમિયાન શ્વાસ લેવામાં વચ્ચે વચ્ચે તૂટીને આવે છે. આવી સ્થિતિમાં પીડિતને તરત જ ડોક્ટરની મદદ મળે તેવું કરવું જોઇએ.
જો કોઇ વ્યક્તિને અનેકવાર અસ્થમાનો એટેક આવે છે તો તેને પોતાના સંબંધમાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે. જેમ કે આવા વ્યક્તિને પોતાની ચામડી અને લોહીનો ટેસ્ટ કરાવવો ખૂબ જરી છે અને એ જાણવું જરૂરી હોય છે કે કઇ ચીજવસ્તુઓથી સમસ્યા આવી રહી છે. તેને પોતાની છાતીનો એક્સ-રે, સિટી સ્કેન કરાવીને એ જાણવું જોઇએ કે તેની વાસ્તવિક કારણ શું છે. અનેકવાર અસ્થમાના કારણે આપણે છાતી સંબંધિત અનેક બીમારીઓ તરફ ધ્યાન આપતા નથી. એમ માનીને ચાલીએ છીએ કે એક અસ્થમાના કારણે સમસ્યાઓ આવી રહી છે. જે લોકોને અસ્થમાના એટેક આવે છે તેમને પોતાના શરીરના વાયુમાર્ગના સોજા પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
આ માટે એવી કોઇ ચીજવસ્તુઓ ખાવી ના જોઇએ અથવા એવી કોઇ ગતિવિધિમાં ભાગ ના લેવો જોઇએ જે તમારા અસ્થમા સંબંધિ લક્ષણોને વધારી દે. જો તમને કેટલાક દિવસોથી અસ્થમાનો અનુભવ થઇ રહ્યો હોય તો હંમેશાં તેના માટે સતર્ક રહો. ક્યારેય પણ અસ્થમાના લક્ષણોને નજરઅંદાજ ના કરવા જોઇએ. જો તમારા ઘરમાં કોઇ વ્યક્તિમાં અસ્થમાની સમસ્યા છે તો સતત તેના પ્રત્યે સતર્ક અને સંવેદનશીલ રહેવું જોઇએ. વાસ્તવમાં અસ્થમા એક એવી ગંભીર બીમારી છે જેને કાબૂ મેળવવા માટે તમારી સાથે ઘરના તમામ સભ્યોનું હોવું જરૂરી હોય છે. કારણ કે જ્યારે અસ્થમાનો એટેક આવે છે તો એકલા તમે પોતાની મદદ કરવા માટે અસમર્થ થઇ જાવ છો. એટલા માટે અસ્થમા પીડિત લોકોએ એકલા રહેવાના બદલે પરિવારની સાથે રહો.
બજારમાં અસ્થમાને લઇને અનેક પ્રકારની દવાઓ અને તત્કાળ રાહત અપાવનારા ડિવાઇસ મળે છે. એટલા માટે હંમેશાં પ્રાથમિક રીતે તેનો ઉપયોગ કરવાની વ્યવસ્થા પોતાની પાસે રાખવી જોઇએ. જેથી અચાનક અસ્થમાનો અટેક આવે તો તેને કાબૂ લઇ શકાય અથવા તેના ખતરનાક આક્રમણને ધીમો કરી શકાય.