સતત ઊર્જાવાન રાખતી વનસ્પતિઓ – ભાગ -૧
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
આપણુંં જીવન આદિકાળથી પ્રકૃતિ સાથે વણાયેલું રહ્યું છે. પ્રકૃતિ જીવનભર આપણો સાથ નિભાવે છે. સમગ્ર બ્રહ્માંડમાં એક માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિ અને માનવસંસ્કૃતિનો વિકાસ થયો છે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે. માનવી એ પણ પ્રકૃતિનું અવિભાજય અંગ છે. આપણી ફરજ છે વૃક્ષો વાવી ઉછેર કરવો. વૃક્ષોથી જ આપણું જીવન છે. આપણે ખાદ્ય-પદાર્થ માટે વૃક્ષો પર જ નિર્ભર છીએ. સારા સ્વાસ્થ્ય માટે અને શરીરને ટકાવવા માટે વનસ્પતિ જ કામ આપે છે. પ્રકૃતિમાં વૃક્ષો એ આપણા ફેફસાં છે. જે આપણને શ્ર્વાસ લેવા, જીવીત રહેવા, સ્વસ્થ પરિસ્થિતિકી તંત્ર બનાવી રાખવા, ઓક્સિજન (પ્રાણવાયુ) પ્રદાન કરે છે.
પ્રાકૃતિક વનસ્પતિનો તાત્પર્ય એવા છોડો કે વનસ્પતિથી જે માનવીની સહાયતા વગર સ્વયંમેવ અથવા પ્રાકૃતિક રૂપથી ઊગેલા છોડો મહત્ત્વપૂર્ણ, લાભદાયક અને હિતકારી છે. તેના વિના જીવન કલ્પના કરવી અશક્ય છે. જરૂરી પ્રમાણમાં જીવન ઊર્જા મેળવવા જીવંત આહાર જરૂરી છે. જો શરીરને આહાર દીધા પછી સક્રિયતાને અને ઊર્જા અનુભવાય તો તે જ જીવંત ખોરાક છે અને જો આહાર લીધા પછી શરીરમાં સુસ્તી અનુભવાય અને તેને દૂર કરવા ચા-કોફી કે અન્ય નિકોટીન-યુક્ત પદાર્થ લેવાની જરૂર પડે તો સમજવું કે શરીરનું સ્વાસ્થ્ય ઠીક નથી કે શરીર ખુશ નથી.
શરીરને સતત ઊર્જાવાન રાખવા પ્રકૃતિએ ઘણી વનસ્પતિની ભેટ માનવીને આપી છે. આપણે તેના તરફ દુર્લક્ષ કરીને આપણા સ્વાસ્થ્યનું નુકસાન કર્યું છે. જયારે શરીરનું સ્વાસ્થ્ય વધુ કથળે ત્યારે આપણે વનસ્પતિને શોધવા લાગીએ છીએ. એવી ઘણી વનસ્પતિ કે નાના છોડવા છે જે બજારમાં વેચાતા નથી.
આપણી આસપાસ સહજ ઊગી નીકળે છે તે શરીરને ઊર્જા આપવા કે રોગો દૂર કરવા સક્ષમ છે. આજે એવી વનસ્પતિ વિશે જાણીએ.
ચાંગેરી
આના ઘણાં નામો છે. ચોપતિયા, તીનપતિયા, આમટીભાજી, વોટર કલોવર, સુનિશંનકા, ચોપત્રા, નિરારલ, ચતુષ્પત્રી, શ્રીવારક જેવાં ઘણાં નામો છે. સ્વાદ આનો ખાટો મધુર છે.
નેત્રવિકાર દૂર કરે છે. તેમ જ નેત્રમાં આના સ્વરસના ટીપાં આંખમાં નાખી શકાય તેથી નેત્ર કે આંખના વિકાર દૂર થાય છે. ભાંગનો કે અન્ય કેફેન પદાર્થનો નશો ઉતારે છે. નશો ઉતારવા આનો રસ પાણીમાં નાખી લઇ શકાય છે.
ભારંગી:
ડાયાબિટીસ સૌ પ્રથમ ઇલાજ આ ભાજીથી કરવો જોઇએ. જડમૂળથી ડાયાબિટીસ કાઢી નાખે છે. આનો સ્વાદ, ખૂબ જ કડવો છે. ડાયાબિટીસની બીમારીને કારણે પગમાં સડો થાય છે. આ સડાને દૂર કરવાનો સૌથી કારગર ઇલાજ છે. આ ભાજી ફકત ચોમાસામાં એટલે કે વર્ષાઋતુમાં ફકત થોડા દિવસ જ મળે છે. આના પાન લાંબા અને ઘેરા લીલા રંગના છે. લીવરને શુદ્ધ કરે છે. ટ્રાયગ્લીસરાઇડ (લોહીની ચરબી)માં અતિ ઉપયોગી છે. પેટના કીડાને બે-ત્રણ દિવસમાં કાઢી નાખે છે. આ ભાજી ખૂબ કડવી હોવાથી તેને થોડા પાણીમાં ઉકાળી પછી વાપરવી. આ ભાજીનું વેચાણ કયાંય કયાંય થાય છે.
મેદોનાશક
આના રસના કે ચટણીના ઉપયોગથી ચરબી નીકળી જાય છે. મેધાજનક આના ઉપયોગથી બુદ્ધિ તીવ્ર થાય છે. ડાયાબિટીસ બીમારીમાં શર્કરાને કંટ્રોલ કરે છે. શ્ર્વાસની બીમારીમાં આનો રસ ઉત્તમ છે. જે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી દે છે. લીવરને શુદ્ધ કરે છ. જેથી તાવ જેવી બીમારી થતી નથી, પેટને સાફ રાખે છે. પિત્ત ખરાબ થતો નથી તેથી પાચન સુધરે છે. પાચનને લગતી બીમારી પર કાબૂ મેળવે છે.
ધોળભાજી
આને થાઇરોઇડની ભાજી પણ કહેવાય છે. આનું અંગ્રેજી નામ પર્સનલ, લીવર્સ, અન્યનામો ઘોટક, લોણીકા, નોનિયા, કુન, જેવાં નામો છે. ફૂટપાથ પરના કિનારા પર ખેતરોમાં હોય છે. ભારતભરમાં આ ભાજી થાય છે.
પોટેશ્યિમ અને વિટામિન-સી ખૂબ જ સારા પ્રમાણમાં છે. થાઇરોઇડની સમસ્યાનો રામબાણ ઇલાજ છે. આ ભાજી બજારમાં વેચાતી નથી. આપણી આસપાસ જ ઊગતી હોવાથી તે થાઇરોઇડ સમસ્યાનો મફત ઇલાજ છે. કોલેસ્ટ્રોલ માટે પણ ખૂબ ઉપયોગી છે. આ ભાજીના પાન પાણીમાં ઉકાળી ને પાણી લેવાથી આર્થરાઇટીસની બીમારી પર કાબૂ મેળવી શકાય છે. કોઇપણ પ્રકારનો રક્તસ્ત્રાવ પર આનો ઉપયોગ કરી શકાય છે. ત્વચાને સુંદર બનાવે છે. આનું શાક-ચટણી-સુપ બનાવી શકાય છે.
ખાપરા ભાજી
કોઇક જગ્યા આ ભાજીને પુર્નનવા પણ કહેવાય છે. પણ પુર્નનવા ભાજી નથી. વર્ષાઋતુમાં આ ભાજીના પાન મળે છે. શરીરમાંથી ઝેર કાઢી નાખે છે. ઊંઘ લાવવા માટે આ ભાજી કારગર છે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આ ભાજી થાય છે. તાવ ઉતારવા માટે આનો ઉપયોગ થાય છે. ઉચ્ચરક્ત ચાપ (બી.પી.)ની બીમારીમાં કારગર છે. વીંછીનું ઝેર કાઢી નાખે છે.
ટાકળા ભાજી
આ વર્ષાઋતુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. આ લગભગ બધે જ થાય છે. મહારાષ્ટ્રમાં આનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ભાજીમાં ડાયગ્નોનિક અમ્લ છે. જેથી બધી જ ત્વચાના વિકારોમાં આનો ઉપયોગ કરી શકાય છે? પેટના કૃમિ કાઢી નાખે છે. બાળકોને જયારે દાંત આવે ત્યારે ઘણીવાર તાવ આવે છે. ત્યારે થોડા પ્રમાણ પાન કાઢો આપવાથી તાવ નથી આવતો અને દાંત સરળતાથી આવે છે. મલસારક છે જેથી પાચનના વિકાર દૂર થાય છે. શરીર પર થતી ખંજવાળ પણ દૂર થાય છે, આનું શાક ખૂબ સ્વાદિષ્ટ થાય છે.
કુરડૂ ભાજી
સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ઊગે છે. ખાસ કરીને કોંકણ વિભાગમાં આનો ઉપયોગ થાય છે. કાંદાના વર્ગની છે તેથી ખૂબ સ્વાદિષ્ટ આના પાન છે. ઔષધીય ગુણથી ભરપૂર છે. સંપૂર્ણ શરીરને સ્વસ્થ રાખે છે. શાક બનાવવામાં આનો ઉપયોગ થાય છે.
બોહરા ભાજી
આનું વૈજ્ઞાનિક નામ કોર્ડિયા ડિકટોમા છે. બધી ભાજીઓમાં આ ભાજી સરતાજ માનવામાં આવે છે. સ્વાદિષ્ટ અને જાયકેદાર ભાજી છે. વર્ષમાં ફકત એક જ વાર થાય છે. પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. કફને પાતળો કરી કાઢી નાખે છે. આને મગના શાક સાથે બનાવવામાં આવે છે. તેમ જ દહીં સાથે પણ આનું શાક બનાવવામાં આવે છે.
આ પતેદાર ભાજીઓ શરીરને નવો ઓપ આપે છે. ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં વધારી દે છે. આસપાસ નજર નાખતા આ ભાજી મળે છે. આવી હજી ઘણી ભાજીઓ વિશે આવતા અંકમાં જાણશું. ઉ