તરોતાઝા

માનસિક સ્વાસ્થ્યને સુદૃઢ બનાવતી વનસ્પતિઓ

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

પ્રાચીન સમય કે એકવીસમી સદીમાં વધતી જતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં માનસિક બીમારી પ્રમુખ છે. માનસિક સ્વાસ્થ્ય અને માનસિક બીમારી અસ્પષ્ટ રીતે જોડાયેલા છે. માનસિક બીમારીનો એ અર્થ નથી કે કોઈ વ્યક્તિ પાગલ છે. માનસિક રોગ અથવા ડિસઓર્ડર વિશે આપણા સમાજની ધારણા બદલવી જોઈએ. લોકો હજુ પણ માનસિક બીમારીને સ્વીકારવામાં અચકાય છે કે શરમ અનુભવે છે. માનસિક સ્વાસ્થ્ય અને માનસિક બીમારી એકબીજાને બદલી શકાય તેમ નથી.

વિશ્વભરમાં બસો મિલિયનથી પણ વધુ લોકો માનસિક બીમારીથી પીડાય છે. આમાં બધા જ વર્ગના લોકો શામિલ છે. માનસિક સ્વાસ્થ્યના ઊંચાંં જોખમો હોય છે જે સમાજ અને દેશના વિકાસ પર નકારાત્મક અસર ઉપજાવે છે. સામાજિક કે દેશના કૌશલ્યોનો વિકાસ પર ઊંડી અસર પડે છે. શારીરિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ્ય રહેવું એ જીવનના અને દેશના તમામ પાસાઓની સફળતાની ચાવી છે. શારીરિક રીતે સ્વસ્થ્ય રહેવા અનેક ઉપચારો થાય છે તેમ જ માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે પણ ઉપચારો પર ધ્યાન આપવું જરૂરી છે.

માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને એકબીજાથી અલગ કરી શકાય નહીં. મન એ શરીરના સૌથી શક્તિશાળી અંગોમાંનું એક છે જે શરીરના તમામ અવયવોની કામગીરીનું નિયમન કરે છે. માનસિક સ્વાસ્થ્ય સ્પષ્ટ રીતે વિચારવાની આપણી ક્ષમતા સુધારે છે. કિશોરવયમાં માનસિક સમસ્યાઓના ઊંચાં જોખમમાં હોય છે જે તરુણોમાં વિવિધ ભાવનાત્મક રીતે બગડવું જે સામાજિક વિકાસને તેમ જ પોતાના વિકાસ બગાડી નાખે છે. તેઓ આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા ગુમાવે છે. માનસિક બીમારી થવાના ઘણાં કારણોનું તારણ થયું છે જેમાં આનુવાંશિક, બાયોકેમિકલ અસંતુલન, આઘાત, સામાજિક કે આર્થિક પરિસ્થિતિ, દુવ્યવહારનો ભોગ બનવું, સતત તાણ અનુભવવી, નબળું સ્વાસ્થ્ય, કેમિકલો અને પોષણ વગરનો આહાર, એકલાપણું, સામાજિક કે કૌટુંબિક અવસરોથી દૂરી બનાવવી જેવાં કારણો છે. ખાવામાં શાકરનો વધુ પડતો ઉપયોગ માનસિક રોગો માટે જવાબદાર છે.

માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા શુદ્ધ સાત્વિક ખોરાક સાથે બહુમૂલ્ય ઔષધિ આપણી પાસે ઉપલબ્ધ છે જે કુદરતના વરદાન સ્વરૂપ છે. આનો ઉપયોગ વ્યક્તિની જરૂરિયાત અને ગુણધર્મો ચકાસી કરવો જોઈએ.
બ્રાહ્મી- આ જાણીતું ઔષધ બેન બુસ્ટર છે. બુદ્ધિવર્ધક, પિત્ત નાશક તેમ જ શરીરના વિષને નાબૂદ કરે છે. સ્મૃતિ ધ્યાન અને મનની ક્ષમતામાં સુધારો કરે છે. બાળકોની સ્મરણશક્તિ મજબૂત બનાવે છે. ડાયાબિટીસવાળા રોગી અને હૃદયના રોગીને ડર અને માનસિક અવસાદથી મુક્ત કરે છે. એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી ઈન્ફલમેટરી, એન્ટી ડાયાબેટીક ગુણો આમાં છે. બ્રાહ્મી ડેન્ડાઈટ્સની લંબાઈ અને શાખાઓ વધારી મસ્તિષ્કના કાર્યને ઊર્જા આપે છે. બધે જ ઉપલબ્ધ છે. કૂંડામાં સરળતાથી વાવી શકાય છે. આનો તાજો રસ બહુજ ફાયદાકારક છે.

બજારમાં આનું ચૂર્ણ સરળતાથી ઉપલબ્ધ છે. એક ચમચી ચૂર્ણ પાણી લેવું જોઈએ. બાળકોને આનો તાજો રસ આપવો જોઈએ જેથી પહેલથી તે માનસિક રીતે મજબૂત બને. આની કોઈ પણ આડઅસર નથી. બજારમાં મળતી દવા કે ગોળીમાં કેમિકલ હોઈ શકે. આની ચટણી બનાવી લઈ શકાય જેથી બધા જ સદસ્ય માનસિક રીતે મજબૂત બને.

માલ-કંગની- આને જ્યોતિષ્યમી પણ કહેવાય. પીળા ફળવાળી વિશાલ આરોકીજાડી ભારતના સમસ્ત પહાડીના સ્થાનમાં ઉપલબ્ધ છે. આની લતા લગભગ દસ મીટર લાંબી અને જાડીદાર છે. આની સુગંધ મનને પ્રસન્ન કરે. આનું તેલ પણ ઉપલબ્ધ છે. પાન, મૂળ અને ફળનો ઉપયોગ ચૂર્ણ બનાવવા થાય છે. મસ્તિષ્કના રોગોનો નાશ કરે છે. માથાના સોજામાં આનો લેપ ખૂબ જ ઉપયોગી છે. આંખની રોશની તેમ જ ચમક વધારે છે. જે મહિલાઓ માસિક ધર્મની તકલીફમાં માનસિક રીતે પીડાય છે તેની માટે ઉપયોગી છે. આનો કાઢો બનાવી લઈ શકાય છે. આ દરેક રાજ્યોમાં મળે છે. ઘણાં બધાં આનાં નામો છે.

જટા માંસી- આ સહપુષ્પી પ્લાન્ટ છે. તીખી સુગંધ વાળો છે. આની ઘણી બધી જટાઓ છે. તેથી જટા માંસી કહેવાય છે. આના ગુણો ખૂબ જ ઊંચાં છે. આ પાગલપન, ઉન્માદ અપસ્માર કે વાઈ અને અવસાદ માટે ખૂબ જ લાભકારી છે. તેલ પણ મળે છે, ધૂપ પણ મળે છે. બીજી ઘણી બીમારી જેવી કે કફ, ખાંસી, નાક-કાનમાંથી લોહી આવવું, ત્વચા, જલન, સંધિવાત જેવી બીમારીમાં પણ ઉપયોગી છે. ત્વચાના રોગથી પીડાતા લોકો માનસિક રીતે નબળા હોય છે તેની માટે આ ઉપયોગી છે. આનું તેલ અવસાદ (ડિપ્રેશન)માં ઉપયોગી છે.

નિયમિત માથામાં લગાડી શકાય છે. ના ચૂર્ણ સરળતાથી મળે છે. ભાગદોડભરી જિંદગીમાં માથાનો દુ:ખાવો રહેતો હોય છે. આનો લેપ કે તેલ લગાડવું જોઈએ. માનસિક બીમારી મોટું સ્વરૂપ લે એથી પહેલા જ સુધાર કરવો જરૂરી છે. આપણી પાસે કુદરતી ઔષધિનો મૂલ્યવાન ખજાનો છે. સાથે સાથે ખોરાકમાં બધી જાતના કંદનો ઉપયોગ થવો જોઈએ જેથી ડોપામાઈન નામનો હાર્મોનનું સ્તર જળવાઈ રહે અને મગજની કોઈપણ જાતની બીમારી ન થાય. કંદો જેવા કે રામકંદ, લક્ષ્મણકંદ, કસાવા, કેવકંદ, અરવી, ડક્કરકંદ, સુરણ, સુરતીકંદનો ઉપયોગ થવો જોઈએ. બટાટા, રતાળુ તો બારે મહિના ઉપલબ્ધ છે જ. કાચાં કેળાં, સફરજન, અલ્ફા અલ્ફા, ખોરાસણી જેવી વસ્તુઓના ખાદ્ય સામગ્રીમાં ઉપયોગ કરી શકાય છે.

તાડીનો રસ કે નીરો મગજની તમામ માનસિક બીમારી પર રામબાણ ઈલાજ છે. શરત એ છે કે તે તાજો અને શુદ્ધ હોવો જોઈએ, સાકરયુક્ત ન હોવો જોઈએ. ઠંડા પાણીની પટ્ટીનો ઉપયોગ કરવો (માથા પર રાખી શકાય).

સામાજિક રીતોમાં ભાગ લેવો જેથી એકલાપણાંથી થતી માનસિક બીમારીથી દૂર રહી શકાય. લોકો સાથે ભળવું, કુદરતી વાતાવરણમાં ટહેલવું, સારાં પુસ્તકો વાંચવા, કોઈપણ પ્રવૃત્તિમાં રહેવું એ ફાયદાકારક છે. પ્રવૃત્તિ હોય તો વૃત્તિ સારી રહે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?