તરોતાઝા

સ્વાસ્થ્ય એ જ સાચુ ધન

આહારથી આરોગ્ય સુધી – હર્ષા છાડવા

`સ્વાસ્થ્ય એ જ સાચું ધન છે’ એ કહેવત સાબિત કરે છે કે વિતીય સફળતા એ સારા સ્વાસ્થ્યનો વિકલ્પ ન બની શકે. સાચું ધન શારીરિક માનસિક અને ભાવનાત્મક રૂપથી પૂર્ણ જીવન જીવવાની ક્ષમતામાં નિહિત છે. સારું સ્વાસ્થ્ય સમૃધ્ધ જીવનની આધાર શીલા છે. એક સ્વસ્થ્ય જીવનશૈલીની શરૂઆત ઉચિત પોષણથી થાય છે. શારીરિક ગતિવિધિ કેવળ વજન પ્રબંધનની માટે નથી.

એ સમગ્ર સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. તેજ ગતિથી ભાગતી આધુનિક દુનિયામાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઘણું નબળું પડ્યું છે. જીવનની ભવ્યતામાં સ્વાસ્થ્ય અને ધન એક જટિલ રુપથી બંધાયેલા છે. સબળ શબ્દોમાં કહીએ તો સ્વાસ્થ્યતા માનસિક હોય કે શારીરિક બન્ને સ્વસ્થ રહેવા જોઈએ. એક સ્વસ્થ્ય અને તંદુરસ્ત વ્યક્તિ કોઈપણ પ્રકારની ચિકિત્સા કે શારીરિક સમસ્યા વગર પૂર્ણ જીવન જીવવા માટે સક્ષમ હોય તે જ મોટી સમૃધ્ધિ છે. આ સમૃધ્ધિ માટે વ્યક્તિ હંમેશા પ્રયત્નશીલ હોવો જોઈએ.
આજની યુવા પેઢી ભણતરમાં ખૂબ જ આગળ છે. મોટી-મોટી ડિગ્રીઓ લેવામાં સફળ છે. આર્થિક રીતે સંપન્ન છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સક્ષમ નથી. શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય કથળતું જાય છે. નાની વયમાં જ બિમારીના શિકાર બની રહ્યા છે.

શારીરિક ક્ષમતા નબળી પડી રહી છે. આના કારણો અપ્રાકૃતિક ભોજન, ટેક્નોલોજીથી બનતા ખાદ્યપદાર્થનું સેવન, ભોજનમાં પોષણની કમી, કોઈપણ સમયે ગમે તે ખાવું યોગ્ય સમયે યોગ્ય ભોજનની કમી, આર્થિક રીતે વધુ સક્ષમ થવા માટેની ભાગ દોડ, જંકફૂડ અને કોલડ્રિંકનો વધુ પડતો ઉપયોગ, શારીરિક વ્યાયામનો અભાવ. સ્વાસ્થ્ય માટે ભોજન એ મુખ્ય છે, તે પણ પાકૃતિક હોવો જોઈએ. ટેક્નોલોજીથી બનતો ખોરાક કે જલદી બની જાય તેવો ખોરાકમાં પોષણ નામ માત્ર હોય છે. સ્વાસ્થ્ય પ્રદાન કરતી ખાદ્યસામગ્રીની જાણકારીનો અભાવ વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે નબળું બનાવે છે.
સમયનો અભાવને કારણે ભોજન બનાવવું અશક્ય થઈ ગયું છે. ત્યારે વગર મહેનતે બનતાં ભોજનમાં વિકલ્પ ઘણાં છે. ફક્ત જાગૃતતા હોવી જરૂરી છે. રાંધ્યા વગરનો ખોરાક આપણાં માટે સ્વાસ્થ્યપ્રદ છે અને તે સરળતાથી મળી રહે છે. તેમ જ તેનો ઉપયોગ કરવો બહુ મુશ્કેલ નથી. ઘણી હર્બલ વનસ્પતિઓના ચૂર્ણ કે પાઉડરના ઉપયોગથી પણ નબળાઈ દૂર કરી શકાય છે.

ફળમાં જ બળ છે. આ કહેવત ખરેખર સાચી છે. સવારના નાસ્તામાં ફળો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. બેથી ત્રણ જાતના ફળો સાથે લઈ શકાય છે. ફળો મોંઘા જ હોવા જરૂરી નથી. સસ્તા ફળો પણ સ્વાસ્થ્યનો લાભ આપે છે. કેળા, ચીકુ, પપૈયું, બોર જેવા ફળો ઉચ્ચત્તમ મૂલ્યોવાળા છે. સંતરા, મોસંબી જેવા ફળો માનસિક મનોબળ વધારી દે છે સાથે શારીરિક થાક દૂર કરે છે. દાડમ જે હીમોગ્લોબીન વધારી દે છે લોહીને સાફ રાખે છે તેમ જ એસીડીટી માટે કારગર છે. વિશ્વના બીજા દેશો કરતાં આપણી પાસે ફળોની વેરાયટી ખૂબ જ મોટી છે. ફળો ખાવ કે તેના રસનો ઉપયોગ કરો. પ્રીઝર્વ થયેલા ફળો નકામા છે. સ્વાસ્થ્ય સુધારવા કરતાં બગાડનાર વધુ છે. રસાયણ નાખીને સૂકવેલા ફળોનો વ્યાપાર હમણાં ખૂબ વધ્યો છે. આ ફળો ખાવા માટે યોગ્ય નથી ફક્ત સ્વાદ હોય છે.
નાળિયેરનું દૂધ પોષકની દૃષ્ટિએ મૂલ્યવાન છે. જે મગજની શક્તિમાં પણ વધારો કરે છે. નાળિયેરના દૂધમાં ખજૂરની પેસ્ટ નાખી પીવાથી બપોર સુધી ભૂખ લાગવા દેતું નથી. આ સારો વિકલ્પ છે નબળાઈ દૂર કરવા.
કાચું તે સાચું આ કહેવત તો બધાય જાણે છે.

સવારના કે બપોરના સમયમાં સલાડનો ઉપયોગ કરી શકાય છે. સલાડ એટલે ઘણાં બધા મસાલા નાખી ને બનાવેલી નહિ. કાચા સલાડમાં બોકચોય, લેટ્યુસનો ઉપયોગ નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. બોકચોયમાં કેલ્શિયમ માત્રા અધિક છે. આપણી પાસે ગાજર ટમેટા, કાકડી, કોબી, કેપ્સીકમ જેવી વસ્તુઓ ઘણીયે મળે છે. સાથે-સાથે ઘણીય જાતના બીજ જેવા કે તલ, શીંગ, સૂરજમુખીના બીજ, અળસી, મગજતરીના બીજ અને સૂકોમેવા પણ રાંધ્યા વગર ખાઈ શકાય છે. જે નબળાઈને દૂર કરવા માટે સક્ષમ છે.

હર્બલ ચૂર્ણ જેવા કે શતાવરી, કૌચાબીજ, મુસ્કદાના, જટાંમાસી, વિહારીકંદ, પંજાબી સાલમ બંદરજબોયા, તાલીસપત્ર નબળાઈ દૂર કરવા દૂધમાં કે કોઈપણ જાતના બીજના દૂધમાં કે નાળિયેરના દૂધમાં નાખી લઈ શકાય છે. નાળિયેરના અંદરના બીજનો પાવડર જેને `નેકચર’ કહેવાય છે તે પણ લઈ શકાય. આ નેકચર એ ખૂબ પાવરફૂલ એનર્જી બુસ્ટર છે.

અનાજનો ઉપયોગ ખપ પૂરતો જ કરવો વધુ ન કરવો કારણ અનાજ રાંધ્યા વગર ન લઈ શકાય. `રંધાય તે ગંધાય’ રાંધેલા ખોરાકમાં તેલ, ઘી કે મસાલો ઉપયોગ થાય છે. તેથી તેમાં પોષક તત્ત્વો થોડા નબળવા પડી જાય છે. પચવામાં થોડી મુશ્કેલી થાય છે. નબળાઈ વખતે રાંધેલા કરતા કાચાનો ઉપયોગ કરવો જોઈએ. બહુ મોંઘી વસ્તુઓથી જ સ્વાસ્થ્ય સારું રે એવું જરૂરી નથી. સ્વસ્થ રહેવાનો અર્થ એટલે સ્વસ્થ મસ્તિસ્ક, લચીલીચાલ, ઉર્જાવાન શરીર, ખુશમિજાજ રહેવું તે છે. દરેક પેઢીના વ્યક્તિ સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો જરૂરી છે. બિમારી આવે ત્યારે જ ઉપચાર કરવા કરતાં પહેલેથી જ સ્વાસ્થ્યપ્રદ ભોજન લેવો અને એની માટે જાગૃત રહેવું. સામાન્ય રીતે પ્રાકૃતિક ભોજન પર જ ધ્યાન અધિક આપવું જરૂરી બની ગયું છે. યુવા પેઢી જે રીતે સ્વાસ્થ્ય પર અનદેખી કરી રહી છે તે ભવિષ્ય માટે હાનિકારક છે. આગળની પેઢી પણ નબળી જન્મી રહી છે. આપણી આસપાસ કુદરતી ભોજનનો ખજાનો છે તેજ ઉપયોગ કરી સ્વાસ્થ્ય સારું રાખવું જીંદગીભર દવા લેવી એ મૂર્ખતા છે. બિમારી શા માટે આવી, કયા કારણથી આવી પહેલા તે જાણવું, આડેધડ દવા ના આદિ ન થવું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button