હિમાચલનાં રસદાર ફળો
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
ભારત ફળોની સમૃદ્ધિ આનુવાંશિક વિવિધતાથી સંપન્ન છે. વ્યકિત માટે ફળોનું અત્યાધુનિક મહત્ત્વ છે. વર્તમાનમાં ફળોનું વર્ચસ્વ અધિક છે. માનવ જાતિ માટે પોષણનું મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે.
જંગલ અને ગુફાઓમાં રહેવાવાળા લોકો પણ ફળો પર ભરોસો કરતા અને તેના પર નિર્ભર હતા. ફળોમાં ખનિજની સાથે સાથે વિટામિન અને અન્ય પોષક તત્ત્વોના સમૃદ્ધ સ્ત્રોત છે. ઉત્તર ભારતના હિમાચલ ઘાટીમાં અનોખાં ફળોનું ક્ષેત્ર છે. પ્રાકૃતિક આશ્ચર્યોની એક દુર્લભ ઝલક જોવા મળે છે.
અસાધારણ ફળોના સ્વાદ સુગંધની સંવેદી આનંદની દુનિયા છે. હિમાલયની તળેટીમાં ઊગવાવાળા ફળો મીઠાસથી ભરપૂર અને રસીલા છે. એક ફળ ખાઓ અને સુસ્વાદુ રસ દાઢમાં રહી જાય, અધિક ખાવાની લાલાયિત જાગી આવે. આ ફળો હિમાચલની પહાડીઓમાં કિંમતી રત્નો જેવાં છે. હિમાચલની ઉપજાવ ઘાટી અને ઢોળાવો પરથી ફળો નીકળે છે, જેનો સ્વાદ અને બનાવટ ઉલ્લેખનીય છે, સાથે સાથે આશ્ચર્યજનક સ્વાસ્થ્યના લાભો પણ થાય છે.
હિમાચલના ફળ એક વિસ્મયકારી ક્ષેત્રમાં પ્રકૃતિના ઉપહારની વિવિધતા અને પ્રચૂરતાનું પ્રમાણ છે. અસાધારણ ફળોની મનમોહક દુનિયાનો અન્વેષણ છે. હિમાલય વૈભવની વચ્ચે રહેવાવાળો સમુદાય હંમેશાં સ્વસ્થ રહે છે. જે ભાગ્યશાળી છે. સ્વચ્છ વાતાવરણ પ્રાકૃતિક મનમોહક રસદાર ફળોનો તેઓ હંમેશાં લાભ લે છે. સ્થાનીય લોકો આ ફળોના પોષણ અને ઔષધીય ગુણોથી ખૂબ જ પરિચિત છે.
આપણા લાડીલા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયો શોમાં આ પહાડી ફળોના મહત્ત્વ વિશે ચર્ચા કરી હતી. તેના લાભો વિશે તેમ જ વધુ ઉપજાવ બનાવવા તેઓ એ જાણકારી આપી હતી. પ્રમુખ ફળો સિવાય હિમાલયમાં વિભિન્ન ક્ષેત્રોમાં આ ફળો વ્યાપક રુપથી ઉગાડવામાં આવે છે. આ પારંપારિક ફળોમાં વિભિન્ન સંભવિત બાયોટીક યોગિક હોય છે. ઘણાં ફળોમાં ચિકિત્સ્કીય ક્ષમતા હોય છે. તેમ જ વિશિષ્ટ વિશેષતાવાળાં ફળોની ભરમાર છે.
જંગલી ખૂબાની
આનું વૈજ્ઞાનિક નામ પૂનસ આર્મનિયાકા છે. આ ફળ ખૂબ મીઠા હોય છે. આની જામ અને ચટણી હિમાલયમાં ખૂબ બને છે. પ્રોટીનથી ભરપૂર છે. વિટામિન સીનો સ્ત્રોત છે. આ કૅન્સરરોધી છે. પાચનના બધા જ રોગો પર કામ કરે છે. તાવ માટે આનો કાઢો પીવાય છે. ફેનોલીક કમ્પાઉન્ડ આમાં હાજર છે જે ચામડીનાં રોગો પર કામ કરે છે. લીવરને મજબૂતી આપે છે. બળતરાને દૂર કરે છે.
લોહોલ જાંબુ:
આ રસદાર, રસભર્યા તીખા સ્વાદવાળા છે. પાવર હાઉસ એક સ્વાદિષ્ટ સ્વાદથી ભરપૂર છે. આને લિંગોનબેરી પણ કહેવાય છે. ડાયાબિટીસની બીમારીને નાબૂદ કરે દે છે. સામાન્ય જાંબુ જેવા છે. પણ બધા જ તત્ત્વોથી ભરપૂર છે. આ જાંબુનો વિનેગર પણ બને છે. જે ઘાવ ભરવા કે લોખંડ વાગવાથી જે ઘાવ થાય છે તેને જલદી સાજો કરી દે છે.
કાફલ-
આ સ્વાસ્થ્યવર્ધક પહાડી ફળ છે. ઉત્તરાખંડમાં વધુ જોવા મળે છે. લાલ-ગુલાબી રંગના ગોળ આકારમાં હોય છે. પેટની બીમારી માટે રામબાણ તરીકે ઓળખાય છે. આ ફળ મોંઘા છે. આનું વૈજ્ઞાનિક નામ મેરિકા એસ્કુલાટી છે. આયરન, એન્ટિ ઓકિસડેન્ટ, એન્ટિ માઇક્રોબિયલ અને એન્ટિ હેલમિંથિક ગુણોથી ભરપૂર છે. સદાબહાર જડીબૂટી તરીકે પ્રખ્યાત છે. દાંતોના રોગ માટે ઉપયોગી છે. આના ઝાડની છાલ તિબેટીયન દવાઓમાં વપરાય છે. શરદી-ખાંસીની દવાઓમાં આનો વપરાશ થાય છે. સ્વાદમાં પણ લાજવાબ છે. ઉનાળાની શરૂઆતથી જ ફળો આવવા માંડે છે.
ધિંધારુ-
આ ઔષધીય ફળ છે. આખું ઝાડ ઉપયોગી છે. રક્ત પ્રવાહને સુચારુ અને સક્ષમ બનાવે છે. સ્મરણશક્તિમાં વધારો કરે છે. લોહીવાળા ઝાડાની રામબાણ દવા છે. લોહીમાંથી હાનિકારક કોલેસ્ટ્રોલને દૂર કરે છે. કાર્ડિયો ટોનિક છે. નબળાઇને દૂર કરે છે. લાલ રંગનાં રસદાર ફળો છે.
ઉચ્ચ રક્તચાપના દર્દીઓ માટે આ રામબાણ છે. ખાટા મીઠા સ્વાદવાળા છે. આને ફાયર થોર્નના નામથી પણ ઓળખાય છે.
ચંબા ખૂબાની:
મખમલી બનાવટ અને મધ જેવી મીઠાસ છે. આ પ્રકૃતિનું સુનહરુ રત્ન છે. આને તાજી અથવા સૂકાવીને પણ ઉપયોગ કરી શકાય છે. સમૃદ્ધ વિરાસતનું સાચું પ્રતિબિંબ છે. અડધું લાલ ને અડધું પીળા રંગનું છે. આ ચામડીને ગુલાબી રંગની બનાવી દે છે. આના ઔષધીય ગુણ ઉચ્ચ મૂલ્યાંકવાળા છે. આમાં વિટામિનની બી-17ની માત્રા અધિક છે. જે કૅન્સર જેવી બીમારીને ઠીક કરી આપે છે પેટના રોગોથી દૂર રાખે છે. હિમાચલની બહુ મોટી વિશિષ્ટતા છે. આ ફળોનો લાભ ત્યાંના રહેવાસીઓને તો છે જ. આપ પણ કોઇ હિમાચલની સફર પર જાવ ત્યારે આ ફળોનો લાભ લઇ સ્વાસ્થ્ય સારું કરી શકાય છે. વધુ ખાવાનો બોજ ન લઇ જવો ત્યાંનાં ફળોનો આનંદ લેવો જોઇએ.
હિસાલુ: આ ફળ નાની નાની ઝાડીઓમાં થાય છે. આ બેરીના વર્ગના છે. આ બે રંગોમાં થાય છે. પીળા રંગના અને કાળા રંગના હોય છે. હિમાલયના લગભગ દરેક ક્ષેત્રમાં આ જોવા મળે છે. વિશ્વભરમાં હિસાલુની પંદરસો પ્રજાતિયો જોવા મળે છે. દિવ્ય ઔષધીરૂપમાં કામ કરે છે. રસદાર અને આકર્ષિત છે. ઉનાળામાં જોવા મળે છે. સ્વાદ મિઠાસવાળો છે. કુમાઉ જાતિના લોકોએ આનો લોકગીતમાં પણ સમાવેશ કર્યો છે. આ ફળ લાંબો સમય સુધી ટકતો નથી. પ્રચૂર માત્રામાં એન્ટિ ઓકિસડેન્ટ છે. એસકરવિક એસિડ આમાં ઉપલબ્ધ છે. ગ્લાયાસેમીક ઇન્ડેક ઓછો છે. તેથી મધુમેહ બીમારી પર કામ કરે છે. આનો કાઢો તાવમાં ઉપયોગી છે. અલ્સરને દૂર કરે છે. લગભગ બધા જ ખનિજ તત્ત્વોથી ભરપૂર છે. ગરમીમાં ઊગતો હોવાથી ગરમીના દરેક રોગોથી દૂર રાખે છે.