તરોતાઝા

વસંતઋતુમાં વાળની ગ્રોથ વધારો

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

વાળ એ વ્યક્તિના સુંદરતાનું અહેમ ભાગ છે. વાળની સુંદરતા વ્યક્તિના સારા સ્વાસ્થ્ય પર નિર્ભર છે. આધુનિક અતરંગી જમાનામાં સૌથી મોટી સમસ્યા એટલે વાળ ખરવા અને અકાળે સફેદ થવા. વાળની સમસ્યા માટે લોકો તમામ પ્રકારના વાળની સંભાળનાં સાધનો કે પ્રોડક્ટસ અજમાવે છે. નાની ઉંમરમાં જ ટાલ પડી જવાથી કે વાળ ખરવાથી લોકો માનસિક તાણ અનુભવે છે.
વાળ ખરવા કે ટાલ પડવી એ કોઈપણ મોસમ કે સમય નથી હોતો. કોઈપણ મોસમ કે સમસ્યામાં ખરી શકે છે. આનું સીધે-સીધું કારણ ખરાબ ખાણી-પીણી કે અપોષક તત્ત્વોવાળો આહાર. બહારના ખરાબ ખાનપાન, જંકફૂડ, વધુ સોડિયમવાળો આહાર વાળની સમસ્યાનું મૂળ
કારણ છે.
વાળ મુખ્ય રૂપથી પ્રોટીનના બનેલા છે. પ્રોટીન ખરાબ થતાં કે તેની કમી થતાં વાળ ખરવા માંડે છે. નવા વાળ આવવામાં અવરોધાય છે. કેરોટીન નામના પ્રોટીનથી વાળ બને છે. આ કેરોટીન અઢાર પ્રકારના અમાયનો એસિડથી બને છે. કેરોટીનનું કામ વાળને સુંદરતા અને ઘાટ મજબૂત બનાવવાનું છે. તેમજ વ્યક્તિના સારા સ્વાસ્થ્યનું માપદંડ પણ ખબર પડે છે. પ્રાકૃતિક કેરોટીન યુક્ત આહારથી જ વાળ મજબૂત અને નવા આવે છે.
કેરોટીનવાળો આહાર જેવા કે ગાજર, ગાજરના પાન, કાંદા, લસણ, કેલભાજી, રતાળુ, સનફ્લાવરના બીજ, બ્રોકલી, લીકભાજીમાંથી મળે છે.
મેલાનિન આ પ્રાકૃતિક રંગદ્રવ્ય છે મેલોનોસાઈટની સંખ્યા શરીરમાં સંતુલિત હોવી જોઈએ જેથી વાળનો રંગ જળવાઈ રહે અકાળે સફેદ ન થાય. મેલાનિનની ખામી એસિડિક ખોરાકનો ઉપયોગ વધુ કરવાથી થાય છે. જેવા કે વિનેગરયુક્ત સોસ અને અથાણાં મેલાનિની સંખ્યા જાળવી રાખવા આયર્નયુક્ત અને કોપરયુક્ત ખોરાક લેવો જોઈએ. આયર્નના શોષણ કે પાચન માટે વિટામિન સીનો સ્રોત શરીરમાં સારો હોવો જોઈએ. વિટામિન સી રોજ જ લેવું પડે છે. કારણ આ શરીરમાં ટકતું નથી. આયર્ન અને કોપર માટે પાલક, ટમેટા, બદામ, અળસીના બીજ, શીંગોડા, લીલા શીંગોડા, પમકીન બીજનો ઉપયોગ કરવો જોઈએ.
વિટામિન સી માટે સંતરા સંતરાની છાલનું શાક, પેરૂ-પેરૂની ચટણી, આમળા, લીંબુ, પપનસ જેવા પદાર્થો વાપરવા જોઈએ, આનાથી મેલાનિન રંગદ્રવ્યના કોષોનું ઉત્પાદન સુવ્યવસ્થિત થાય છે તેની સંખ્યા જળવાઈ રહે છે.
વિટામિન-એ શરીરમાં જળવાઈ રહે છે. પણ આની કમીનું કારણ આહારમાં પાંદડાયુક્ત ભાજીનો ઉપયોગ થતો નથી. ફોલિકલસને મજબૂત બનાવવાનું કામ વિટામિન-એનું છે. ગાજરના પાનમાં ગાજર કરતાં 30 ગણું વિટામિન એ છે. ગાજર પાનના રસ એક કપ જેટલો આહારમાં લેવો જોઈએ. દૂધમાં પણ વિટામિન એ ની માત્રા સારા પ્રમાણમાં હોય છે પણ દૂધ પ્રાકૃતિક હોવું જોઈએ થેલી કે બોટલનું દૂધ નહિ.
વાળને ટકાવવા માટે કે વાળના સ્વાસ્થ્ય માટે વિટામિન-બી1ર અને બાયોટીન પણ બેહદ જરૂરી છે. આ વિટામિનની ખામી હાલમાં બહુજ પ્રચલિત છે પણ આની ખામીનું કારણ આહારમાં સોડાનું પ્રમાણ વધારવાનું છે. બેકિંગ સોડા, ઈનોસોડા, ખાવાનો સોડા, પીવાનો સોડા, ફ્રૂટ સોડા, બેકિંગપાવડરને કારણે આની ખામી સર્જાય છે આની વાત કોઈપણ ડૉક્ટરો કે હકીમો કરતાં નથી. તેઓ કહે છે કે શાકાહારીઓમાં આની ખામી હોય છે. આ વાત તદ્દન
ખોટી છે.
જેટલો સોડા યુક્ત આહાર બંધ જલદી થશે તેટલી આની ખામી જલદી પૂરી થશે. વિટામિન બી-1ર યીસ્ટમાં વધુ જોવા મળે છે. યીસ્ટનો ઉપયોગથી ઢોકળા કે ઈડલી બનાવવા જોઈએ સોડાથી નહિ. બજારમાં સારા પ્રકારની ડ્રાય યીસ્ટ મળે છે. દૂધની મલાઈના ઉપયોગથી આનું સ્તર જળવાઈ
રહે છે. મલાઈવાળા દહીંથી પણ આ વિટામિનની ખામી થતી નથી.
અન્ય કારણોમાં સુગંધી તેલો જે ખનિજ તેલોથી બનેલા છે. જે વાળ માટે હાનિકારક છે. શેમ્પૂમાં પણ પ્રિઝવેટીવ અને કેમિકલનો જમાવડો છે. જે વાળની સમસ્યામાં વધારો કરે છે. ડાય અને જુદા જુદા બજારૂલેપો એ પણ સમસ્યાઓ વધારે છે.
સાદા શુદ્ધ તેલો અને આમળા, અરીઠા, શીકાકાઈ જેવા હર્બ વાળની સમસ્યા દૂર કરી શકે છે. પણ સારો શુદ્ધ-પ્રાકૃતિક આહાર જ વાળની સમસ્યાઓથી દૂર રાખે છે.
બીમારીઓ જેવી કે થાઈરોઈડને કારણે વાળની સમસ્યાઓ થાય છે. પાચન બરાબર ન થતાં કે સારો પાચન થતો ખોરાકનો વપરાશ ન થવાથી થાય છે. હાર્મોનમાં ગડબડ થતાં જ વાળ ખરવા લાગે છે. આની સમસ્યા દૂર કરવા આયોડીન યુક્ત ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. લીલા શીંગોડા, સફરજનની છાલ, ચટણી, બટાકાની છાલની ચટણી, તલ-તલનું દૂધ કે ચટણીનો ઉપયોગ આહારમાં થવો જોઈએ.
વધારે ચરબીયુક્ત ખોરાકથી ડાયાબિટીસ અને કોલ્સ્ટ્રોલની બીમારી થતાં વાળ ખરી જાય છે અને ટાલ પડે છે. આ બીમારીને કારણે વાળ પાછા આવવા ખૂબ જ મુશ્કેલ છે.
વાળ માટે સારા પ્રોટીનની ગરજ છે. પ્રોટીનના ઘણા બધા સ્રોત છે. શીંગદાણા, બદામ, અખરોટ, કાજુ, પિસ્તા વગેરે. શીંગદાણાની ચટણી કે દૂધ એ વાળને વધારવા માટેનો સારો સ્રોત છે. મેલાનિન માટે અખરોટનું તેલ ખૂબજ ઉપયુક્ત છે. તલનું તેલ પણ વાળને મજબૂતી આપે છે તેમજ ખોડાની સમસ્યાઓને જલદી સારી કરે છે.
જાહેરાતોથી આપણે વિચલિત ન થવું. નવી નવી જાહેરાતોથી ભ્રમમાં મુકાઈ ન જવું નટ-નટીઓના વાળ કે મોડેલોના વાળ અસલી નથી નકલી વાળને લગાડી જાહેરાતો કરે છે. પ્રાકૃતિક જીવનશૈલી જ આપણને સમસ્યાઓથી બચાવે છે. વસંત ઋતુમાં લગભગ દરેક ફળો અને શાકભાજી મળતા હોય છે. વાતાવરણ પણ ખુશ્નુમય હોય છે. આ ઋતુનો ભરપૂર ઉપયોગ કરી વાળને સુંદર અને ટકાઉ બનાવી શકાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો