તરોતાઝા

વાનગીનો સ્વાદ વધારે શરીરને સ્વસ્થ રાખે લીંબુ

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

પ્રારમ્ભથી જ પ્રકૃતિ અને મનુષ્યનો અતૂટ સંબંધ રહ્યો છે. પ્રકૃતિ અને માનવનો સંબંધ અન્યોન્યાશ્ચિત અને પરસ્પર સહ-અસ્તિત્વ પર નિર્ભર છે. પ્રકૃતિ માનવ માટે જીવનદાયક તત્ત્વો ઉત્પન્ન કર્યાં. મનુષ્યો વૃક્ષોના ફળ, બીજ, મૂળ, પાન ખાઈને પોતાની ભૂખ મટાડે છે. વૃક્ષો ફક્ત ભોજન જ નહિ, પરંતુ જીવન નિર્વાહ માટે સંસાધન અને પ્રાણવાયુ પ્રદાન કર્યું છે. વૃક્ષોમાંથી જીવનદાયી ઔષધીઓ એ મનુષ્ય માટે વરદાનરૂપ છે. માનવ પોતાનું નુકસાન પોતે જ કરે છે, ત્યારે પ્રકૃતિએ પ્રદાન કરેલી ઔષધી જીવન માટે સંરક્ષણ કરે છે. મનુષ્યનું શરીર છ તત્ત્વોથી બનેલું છે જે ઓક્સિજન, કાર્બન, હાઈડ્રોજન, નાઈટ્રોજન, કેલ્શિયમ અને ફોસ્ફરસ આ તત્ત્વોને જાળવી રાખવા માટે ઘણાં ફળો, શાકભાજી, બીજનો વપરાશ કરે છે. કુદરતે શરીરની માવજત માટેનાં ઘણાં ફળો આપ્યાં છે. તેમાંથી એક લીંબુ છે.


લીંબુથી બધા જ પરિચિત છે. વિશ્વમાં લીંબુના ઉત્પાદનમાં ભારત સર્વપ્રથમ છે. લગભગ સોળથી અઢાર ટકા જેટલું ઉત્પાદન ભારતમાં થાય છે. લીંબુની ઉત્પતિ અજ્ઞાત છે એવું માનવામાં આવે છે કે સૌ પ્રથમ પૂર્વોત્તર ભારતના ક્ષેત્ર આસામમાં જોવામાં આવ્યું છે કે ઉત્તરી મ્યાનમાર કે ચીનમાં ખેતી કરવામાં આવે છે.


લીંબુની પ્રમુખ જાતો જેવી કે કાગદી લીંબુ, ગંધરાજ પ્રમાલીની, વિક્રમ, ચકધર, સાઈ શરબતી, અભયપુરી, કરીમગંજ, પી.કે.એમ. ભારતમાં ઉપલબ્ધ છે. બીજી જાતોમાં જેબીરા લીંબુ, બીજોરા, ઈડ લીંબુ, મેકરૂટ, બુધ્ધાહેન્ડ, લીસ્બન, યુરેકા, બીરેસ, ગલગલ પીંકવરજીગેટ, મેયર, પ્રાઈમફીરોરી, વેરના, બુશ, એવન, ડોરસાપો, ગ્રીકસીટ્રીક, પોંડેરોસા, લાઈમ સિલકટ, શેબોન બ્રોનીબ્રેસ, શોતાટે્રસા, ગેનોવા, સોરેંટો જમ્બીરી, લમસ લેપ્થીકીટોકી, વીલાફ્રાન્સ પેરાઈન, વોલ્કેમર, યેનબેન, લુમીયા જેવી ઘણીયે જાતો ઉપલબ્ધ છે. બધાના રંગો લીલા, પીળા બહારના છે. આંતરિક રંગો લાલ, ગુલાબી, સફેદ, કાળા જેવા છે. દુનિયામાં સર્વત્ર લીંબુ છે. લીંબુમાં ટેરપેન્સ, ટેનિન પોલીફેનોલ્સ જેવા ફાઈટો કેમિકલ છે. તેમજ એન્ટી બેક્ટેરિયલ ગુણ અને આલ્ફા હાઈડ્રોક્સિલ એસિડ હોય છે. વિટામિન-સી નો સ્ત્રોત અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે. તેજ થોડા પ્રમાણ ખનિજ તત્ત્વો પણ છે.


લીંબુની ખાટાશ વાનગીઓમાં સ્વાદ વધારી દે છે. સ્વાસ્થ્ય માટે જરૂરી ઔષધી રૂપે કામ કરે છે.
કાગદી લીંબુ: સૌથી સારી જાતના લીંબુ છે. બારે મહિના ઊગે છે. સૌથી વધુ વેચાય છે. ભારતમાં આની માગ ખૂબ છે તેમજ વિશ્વમાં પણ આની માગ અધિક છે. પાતળી છાલ છે. ઔષધીય ગુણોથી ભરપૂર છે. ખનિજ તત્ત્વોનું પ્રમાણ અધિક છે. રક્ત અલ્પતા પીડિત લોકો માટે આનો ઉપયોગ કરવો જોઈએ. અથાણું તેમજ શરબત માટે આનો અધિક ઉપયોગ થાય છે. પાચન માટે, એસીડીટી માટે, આંખો માટે ખૂબ ઉપયોગી છે.
ગલગલ: ઉત્તર ભારતમાં થતું પ્રસિદ્ધ લીંબુ છે. આનું અથાણું લગભગ પંજાબ, હરિયાણા, દિલ્હીમાં બનાવાય છે. આની ખટાશ થોડી મધુર છે. પેટમાં થતો આફરો, ઉલ્ટીની સમસ્યા દૂર કરે છે. કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. વજન નિયંત્રણ કરે છે. ખૂબ જ મોટા પ્રમાણ થાય છે. આની છાલ સૂકવીને પાઉડર બનાવી ઉપયોગ કરી શકાય છે. લીંબુની ચીરી કરી મીઠુ લગાડીને સૂકાવીને પણ વાપરી શકાય. ચક્રઘર: આ લીંબુ મોટાં અને ખટાશ ઓછી હોય છે. લીંબુ પર ચક્ર જેવી લાઈનો બનેલી હોય છે. સુંગધિત છે. પહેલાં લીલા રંગનું પાક્યા પછી પીળા રંગનું થાય છે. આનું ઉત્પાદન પંજાબ, બંગાળ, ઉત્તર પ્રદેશ, મૈસૂરમાં થાય છે.


જંબીરા લીંબુ: પૂર્વોતર ભારત, મ્યાનમાર, ચીનમાં થાય છે. આની કલીન્જીંગ પ્રોપર્ટી છે. પાચનતંત્ર માટે ઉત્તમ છે. પિત્તનું શમન કરે છે. વિટામિન-સી ઉચ્ચ પ્રકારનું છે. અથાણું પ્રસિદ્ધ છે.
બીજોરા લીંબુ: ગુજરાતના કચ્છ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. બાર મહિનામાં બે વખત થાય છે. એક આસો મહિના અને ચૈત્ર મહિનામાં થાય છે. આનું અથાણું પ્રસિદ્ધ છે. હૃદયના દરેક વિકાર દૂર કરે છે. કોલેસ્ટ્રોલ માટે રામબાણ ઔષધી છે. હિમોગ્લોબીની માત્રા ખૂબ જ અધિક છે. તેથી લોહીનો સુધાર ખૂબ ઝડપથી થાય છે. કિડનીની પથરી ખૂબ જ ઝડપથી કાઢે છે. આનો ઉપયોગ છાલ સહિત થાય છે, આની છાલ સ્વાદિષ્ટ છે. સૂકવીને કેન્ડી પણ બનાવાય છે.
બુદ્ધાહેન્ડ લીંબુ: લીંબુ ઘણી બધી આંગળીઓ જેવું જોડાયેલું છે તેથી બુદ્ધાહેન્ડ કહે છે. ઉત્તર ભારતમાં નેપાળ પાસે આની જાતો જોવા મળે છે. આ પેનકીલર જેવું કામ કરે છે. પેટમાં થતા ગેસથી જલદી છુટકારો આપે છે. બ્લડપ્રેશરમાં અને શ્વાસની તકલીફમાં ફાયદાકારક છે. ઈમ્યુનિટીમાં વધારો કરે છે. આની ફલેવર સ્ટ્રોગ પણ મધુર છે, આને શેકીને પણ ખવાય છે.
બુશ લીંબુ: આ જેબીરા લીંબુ જેવા છે આનો રંગ કેસરી (સંતરા જેવો છે) ઓસ્ટે્રલિયામાં થાય છે. ભારતમાં આની આયાત થાય છે. આનો ચૂર્ણ બને છે, મધુર છે.


આયુર્વેદ ગ્રંથોમાં પણ લીંબુ એ એક અગત્યની ઔષધી વર્ણવી છે. લીંબુના ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. દરેક વ્યક્તિએ લીંબુનો વપરાશ એક યા બીજી રીતે કર્યો જ છે. કરોનાના સમય દરમ્યાન તો લીંબુનો વપરાશ મોખરે હતો.
વજન ઘટાડવા માટે લીંબુ મોખરે છે. બાફેલું લીંબુ છાલ સહિત ખાવાથી વજન ઝડપથી ઘટે છે. પેટમાં થતાં કીડાઓ માટે રામબાણ છે. ડાયરિયા કે એસીડીટી માટે લીંબુનો વપરાશ જ યોગ્ય છે. આંખોમાંથી ખરાબ પાણીની સમસ્યા માટે લીંબુ સેવન જરૂરી છે. કમળાની બીમારીમાં પિત્ત બગડી જાય છે ત્યારે લીંબુનો પ્રયોગ કરવો.
લીંબુની ખટાશ ઘણીવાર કોઈ વ્યક્તિ સહન ન કરી શકતું હોય તો લીંબુની છાલનો પાઉડર વપરાશ કરી શકે, બધે જ ઉપલબ્ધ છે.


લીંબુની છાલનું તેલ લાઈમ સી.પી. તેલ અરોમાની દુકાનમાં ઉપલબ્ધ છે. વજન ઘટાડવા કે બ્લડપ્રેશર માટે આંખની બીમારી માટે ખૂબ જ ઉપયોગી છે.
લીંબુના પાનનો ઉકાળો લેમન-ટી તરીકે વાપરી શકાય છે.
અતિ લોકપ્રિય લીંબુ વિશે ઘણું બધુ લખી શકાય છે. લીંબુનો ઉપયોગ ભરપૂર થવો જોઈએ. બધી જાતના લીંબુ એ શ્રેષ્ઠ ઔષધી ફળ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button