`માગશરીયો મૂળો કરે શૂરો’
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
શરીરના સંતુલિત વિકાસ અને આરોગ્ય માટે શાક-પાનનું મહત્ત્વ અનેકગણું છે. જે શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે આવશ્યક પોષક તત્ત્વથી ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલાશાક-પાનનું પોષક તત્ત્વ એક માનક સ્તર પર નિર્ધારિત છે. એક સુદ્રઢ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે ભોજનમાં પર્યાપ્ત માત્રામાં ફળો અને લીલાં શાકભાજી અને ફળો માટે આપણે ભારત વર્ષમાં લીલા-શાકભાજી અને ફળો માટે આપણે આત્મનિર્ભર છીએ. પ્રત્યેક રાજ્યમાં શાક-ભાજી અને ફળોનું ઉત્પાદન થાય છે.
પરિવહન દ્વારા બીજા સ્થાનો પર પહોંચાડવાની સક્ષમ વ્યવસ્થા છે. શરીરમાંથી વિષેલા દ્રવ્યો કાઢવા માટે શાક-પાન ખૂબ મહત્ત્વના છે. માનવ પોતે જ ઝેરીલા પદાર્થો બનાવે છે, વેચે છે, અને આરોગે પણ છે. પૂર્વજો આ બાબતમાં ઘણાં હોંશિયાર અને જાણકાર હતા. શિક્ષણ ભલે વધુ નહોતું પણ વ્યવહારિક દૃષ્ટિ ખૂબ ઊંચી હતી કે કુદરતે આપેલી શાક-પાન ફળોમાં કોઇ વિષાકત દ્રવ્યો ઉમેરતા ન હતા. શાક-પાનનું ઉચિત સેવન કરી આરોગ્ય જાળવતાં. પ્રાચીન સમયમાં શિક્ષણ વધુ છે પણ કુદરતી આહાર શૈલી નથી. આ વિશે ખૂબ મોટી અજ્ઞાનતા છે. કદાચ જાણતા હશે તો તેનો ઉચિત ઉપયોગ થતો નથી.
“મારા ખેતરમાં ઊભી એક પરી,
અડધી ધોળી અને અડધી લીલી”
મૂળા એક શ્રેષ્ઠ આરોગ્ય માટે અતિ મહત્ત્વના છે તેને પરી'ની ઉપમા સાથે સંબોધન આપ્યું છે.
જે ખાય મૂળા
તે થાય શૂરા’
`માગશરીયો મૂળો કરે શૂરો’
મૂળા ખાવાથી શૂરા એટલે કે શરીરમાં શૂરવીર જેવી તાકાત પેદા થાય છે. યકૃત (લીવર)ને તે એક સક્ષમ આરોગ્ય આપે છે. ગંભીર બીમારીથી બચાવી, આરોગ્ય પ્રદાન કરે છે. બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. આના રંગો અને ગુણોનું મૂલ્યાંક ખૂબ ઊંચું છે. સસ્તા હોવાથી અને સ્વાદ-ગંધને કારણે લોકો આનો વપરાશ કરતાં નથી કે તેના મૂલ્યાંકન કરતા નથી. આના રંગો પણ ખૂબ આકર્ષે છે. સ્વાદે થોડો તીખો છે. સફેદ, લાલ, કાળા, પીળા, લીલા અને પરપલ રંગોમાં જોવા મળે છે. આના પર આવતી એક પ્રકાર શીંગ જેને મોગરી કહેવાય છે તે પણ બેથી ત્રણ રંગોમાં જોવા મળે છે.
સફેદ મૂળા સર્વત્ર જોવા મળે છે. આનાથી બનતા પરોઠા પ્રસિદ્ધ છે. લીવરની બધી જ બીમારીને કાઢવામાં કારગર છે. ગોલબ્લાન્ડના સ્ટોનને થોડા જ દિવસમાં ઓગાળી નાખે છે. લીવર પર સોજા દૂર કરે છે. કોલેસ્ટ્રોલ અને ફેટી લીવરને થોડા દિવસમાં સારા કરી નાખે છે. કમળાની બીમારી ત્રણથી ચાર દિવસમાં ઠીક થાય છે. પાન અને મોગરી પણ તેટલા જ કામ કરે છે. દિવસમાં એક કપ રસ અચૂક લેવો જોઇએ અથવા સલાડમાં આનું સેવન કરવું જોઇએ. લગભગ બારેમાસ ઉપલબ્ધ છે. બવાસીર બીમારીમાં સવારના મૂળા પાનનો રસ લેવો જોઇએ. આમાંનું પેરોકસીડનું એન્ઝામ ખૂબ જ પાવરફૂલ છે જે લોખંડને પણ ઓગાળે છે. મોઢા પર થતાં ખીલને જલદી દૂર કરે છે. મૂત્રના દરેક રોગ સાજા કરે છે.
પીળા મૂળા-આ મૂળા તીખા છે. આનો સોસ બનાવવામાં આવે છે. અમેરિકામાં આનો સોસ ખૂબ મોટા પ્રમાણમાં બને છે. ઘણી વાનગીઓમાં તીખાશ માટે આનો ઉપયોગ થાય છે. કોરિયામાં આનું અથાણું બને છે જેને દનમુજી' કહેવાય છે. પીળા મૂળાને તેઓ
દીકોન’ કહે છે. વિટામિન-સી વધુ પ્રમાણમાં છે. વિટામિન એ અને કે પણ સારું છે. જે ચામડીના રોગોમાં ખૂબ ઉપયોગી છે. ચામડીના ડેમેજ થયેલા સેલને રિપેર કરે છે. વાળને ચમક આપે છે. કેન્સર કાઢવામાં મદદ કરે છે.
લાલ મૂળા-આકારમાં લાડુ જેવા ગોળ છે. આનો સ્વાદ થોડો નમકીન જેવો છે. બધે જ થાય છે. લીવરના બધા જ રોગ સારા કરે છે.
કાળા મૂળા-આ ગોળ અને લાંબા આકારમાં મળે છે. આને `બ્લેક સ્પેનિસ રેડીશ’ પણ કહેવાય છે. ડાયજેશનને ઇમ્પૂવ કરે છે. ઇમ્યુનિટી વધારે છે. બધા મૂળાની જેમ જ આ મૂળા છે. ફકત રંગ કાળો છે. ઉત્તર ભારતમાં ખાસ કરીને કાશ્મીર અને ખૈબરમાં મોટા પ્રમાણમાં થાય છે. સ્પેનમાં મોટા પ્રમાણમાં આનું વાવેતર થાય છે.
લીલા મૂળા: આનો આકાર લાંબો પણ ગોળાકાર છે. આ ચીનમાં મોટા પ્રમાણમાં થાય છે. બ્લડ પ્રેશરને જલદી નોર્મલ કરે છે. શરીરના બ્લડ આયરનની કમી દૂર કરે છે. ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે જણાવ્યું કે મૂળામાં પ્રોબાયોટીક અને એન્ટિ એડીપોજેનીક પ્રોપર્ટી ધરાવે છે . જે શરીરમાં ખરાબ ફેટ કે ટીશ્યુ પર જમા થયેલી ફેટ કે સેલમાં જમા થયેલી ફેટ પર બહુ જ કારગર છે. મૂળા સ્વસ્થ લીવર પ્રદાન કરે છે. શરીરમાં લચીલાપણું આવે છે. લીવરના કેન્સર પર ખૂબ જ કામ કરે છે. આનું સેવન દૈનિક ભોજનમાં કરવાથી કોઇ સમસ્યા થતી નથી.
મૂળાનો ઉપયોગ શાક, ચટણી, અથાણું બનાવવા માટે થાય છે. નવી પેઢી આવી પરંપરાગત વસ્તુથી વંચિત છે. શાક, ચટણી, અથાણું નથી બનાવતા આવડતું તો કાચા જ ખાઇને આનો લાભ લેવો જોઇએ. બ્લડ સુગર નોર્મલ રાખે છે. તેથી ડાયાબિટીસનો ખતરો રહેતો નથી. ઉચ્ચ રક્ત ચાપને કંટ્રોલમાં રાખે છે. હરસ-મસામાં લોહી જતું હોય ત્યારે આના પાનનો રસ અડધાથી એક કપ લઇ શકાય.કમળાની બીમારી માટે કોઇપણ દવા નથી. મૂળા-પાન અને મોગરીના ઉપયોગથી જ કમળો સારો થઇ જાય છે. મૂળાથી પેટમાં ગેસ થતો નથી પણ પ્રાકૃતિક ભોજન જે પચતો નથી તેનાથી જે ગેસના રોગ થાય છે તેને બહાર કાઢે છે.
મૂળા સફેદ તો કાયમ મળે છે. ઠંડીની મોસમમાં તો મૂળા ભરપૂર મળે છે. ઝેરીલી દવાના સેવન કરતાં મૂળાનું સેવન અધિક ઘણું લાભદાયક છે. ઉ