તરોતાઝા

ગાજરના ગજબ રંગો

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

વનસ્પતિ આપણી મિત્રો જ નહીં પણ સંત છે. તે મૌન રહીને પણ આપણને ઉપદેશ આપે છે. જે ફક્ત આપણું ભલું કરવા માટે જ છે ગમે તેવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવાનો ઉપદેશ આપે છે. વનસ્પતિઓ અશુદ્ધ હવાને શોષી શુદ્ધ હવા આપે છે. આપણું ખાવું, પીવું, ઓઢવું, રહેવું વગેરે બધી જરૂરિયાતો પૂરી પાડે છે. વિજ્ઞાનના વિકાસના કારણે આપણે વનસ્પતિ વિશે જાણતાં થયા. પણ પૂર્વેના આપણા વડીલો આ વિશે ખૂબ જ માહિતગાર હતા. પ્રાચીનકાળમાં વૃક્ષો કે વનસ્પતિની પૂજાને અંધશ્રદ્ધા માને છે પણ એ અંધશ્રદ્ધા નહિ પણ સાસ્કૃતિક સમજદારી છે.
“તરુનો બહું આભાર, જગત પર તરુનો બહુ આભાર”
ગાજર વિશે સહુ માહિતગાર છે. ગાજરના ગુણો અત્યાધિક છે. ઠંડીની મોસમમાં આપણે ભોજનરૂપે લઇએ છીએ. એન્ટિ ઓક્સિડેન્ટથી ભરપૂર છે. વિટામિન એ નો અને કેરોટિનનો મોટો સ્ત્રોત છે. ગાજરના રંગો અને તેની વિવિધ જાતો વિશે આપણને બહુ ઓછી જાણકારી છે. કોઈ હવાખાવાના સ્થળે ફરવા જઈએ ત્યારે ત્યાં લોકલ ખાણીપીણીની આપણે વધુ માહિતી મેળવતાં નથી. તેથી આપણે વિવિધતાના પરિચય મેળવી શકતા નથી. સ્વાસ્થયવર્ધક ગાજરની ઘણી બધી જાતો અને રંગોનો પરિચય કરીએ.
ગાજર પાન ગુણોમાં ઉત્તમ છે. ગાજરના બીજ ખૂબ ઉપયોગી છે. તેમ જ ગાજરના બીજનું તેલ ઘણીયે આંખની અને વાળની સમસ્યાઓ દૂર કરે છે. ત્વચાની ચમક અને મુલાયમતા જાળવે છે.
અન્ય ગાજરની વિવિધતામાં ચાટેન ગાજર, ડેનવર ગાજર, ઈમ્પિરેટર ગાજર, બેલોરા ગાજર, લીટલ ફીંગર ગાજર, કેલિડોસ્કોપ ગાજર, લુનાર વાઈટ, જેવા ઘણી જાતિના થાય છે.
ગાજર કરતાં ગાજરના પાનમાં ત્રીસ હજાર ગણું વિટામિન એ છે આ પાનનો રસ પીવાથી આંખોની જ્યોતિ પાછી આવે છે. આંખની અનેક બીમારી દૂર કરે છે. પાનનો રસ આખા વર્ષ લેવું જોઈએ. ચામડીના રોગ પણ દૂર થાય છે. આનું ફાઈબર ખૂબ જ મજબૂત છે. ગાજરના પાનનો કાઢો, સૂપ, ચટણી, શાક બનાવી વાપરી શકાય છે કોથમીર જેવા જ આના પાન છે પણ કદમાં મોટા છે. મહારાષ્ટ્રના મહાબળેશ્વર પર્યટન સ્થળ પર ગાજરના પાન મળે છે. મોટા સ્ટોરમાં જ્યાં ખાદ્ય-સામગ્રી મળતી હોય ત્યાં પણ ગાજર સાથે પાન પણ આવતા જ હોય છે. આંખોની બીમારી માટે આનો ઉપયોગ અવશ્ય કરી શકાય છે.
ગાજરના રસમાં જરદાલુ (ભીંજવીને)ની પેસ્ટ નાંખીને પીવાથી ઈમ્યુનિટી વધી જાય છે. આર્થરાઈટિસ જેવી બિમારીમાં ખૂબ જ ફાયદાકારક છે.
ગાજરના રસમાં ડ્રાય ઈસ્ટ ચપટી નાખીને પીવાથી પેટની બીમારીઓ દૂર થાય છે. થાક લાગતો નથી. નસો દુ:ખવાની સમસ્યા દૂર થાય છે.
ગાજરના બીજ ફણગાવી ખાવાથી નબળી આંખ સારી થાય છે વાળ અને ત્વચા સુંદર થાય છે. ગાજરબીજ બીજની દુકાનો મળી રહે છે. આને બે-ત્રણ પાણીથી ધોઈ વાપરવા.
ગાજરની અંદરનો સફેદ ભાગ કાઢી વાપરવા. સફેદ ભાગ પચવામાં ખૂબ ભારે હોય છે.
દરેક રંગના ગાજરના ફાયદા અત્યાધિક છે. દૂધાળા પશુઓ માટે ગાજર ખૂબ જ ફાયદામંદ છે. આ ઠંડીની મોસમમાં આનો ભરપૂર લાભ લેવો જોઈએ. ગાજર સીધે સીધા આરોગી શકાય છે.

સફેદ ગાજર
અનોખા ગાજર છે. ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. આ કુદરતી રીતે જ સફેદ છે. આને ડેસ્કયુસ ગાજર કહેવાય. હાડકાંને મજબૂત બનાવે છે. બ્લડપ્રેશર નોર્મલ રાખે છે.

પીળા ગાજર
મનભાવન પીળા રંગના છે. કેરોટિનનું પ્રમાણ વધુ છે. આંખોનું તેજ વધારે છે તેમ જ આંખોને અને વાળને કાયમી સ્વસ્થ રાખે છે. સોલાર યલો ગાજર પણ કહેવાય છે. ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ છે. આમાં ઘણી બધી વિવિધતા છે. આખું વર્ષભર મળે છે. આનાં વિવિધ પ્રકાર પણ અને એના નામ ધનવર ગાજર, નૈનટીસ, ઈમ્પરેટર છે.

લાલ ગાજર
આ ભારતીય ગાજર સ્વાદ અને રંગ ઉત્તમ પ્રકારનું છે. ઠંડીની મોસમમાં જ મળે છે. વિટામિન એ, કે, અને સી મોટા પ્રમાણમાં છે. આના પાનનો રસ ખૂબ સ્વાદિષ્ટ છે. આના બીજ ફણગાવીને ખાવાથી ઉત્તમ લાભ મળે છે. ગાજરનું સૂપ શરીરને મજબૂત બનાવે છે. ઉત્તર ભારતમાં આનો મખલખ પાક થાય છે.

કાળાગાજર-
આનું જ્યુસ બ્લડ ક્લિનર છે. વાળની ગ્રોથ વધારે છે. ઈમ્યુનિટી વધારનાર છે. આ મોંઘા હોવાથી બજારમાં જલદી આવતા નથી. જમ્મુકાશ્મીર, અફઘાનિસ્તાન, અઝરબેઝાન પાકિસ્તાનમાં આ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. બહારથી કાળા, અંદરથી પરપલ રંગના હોય છે. આની ન્યુટ્રિશન વેલ્યુ અધિક છે.

પરપલ ગાજર-
આનું એન્ટિઓક્સિડન્ટ યુનિક છે. શરીરનું મેટાબોલીિઝમ સુધારે છે. ફેટને કંટ્રોલ કરે છે. આંખોનું વિઝન સુધારે છે. સ્વાદમાં ખૂબ જ મીઠાસ છે. ગ્રીન ગાજર (લીલા રંગના ગાજર) ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત