તરોતાઝા

ફળ શાકભાજીનો ફૂલો અમૃત સમાન છે

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

વિશ્વના દરેક ખૂણા અને ખૂણામાં ફલોનું મહત્ત્વ છે. ભારતમાં ફૂલ વિના ભગવાનની પૂજા પૂર્ણ થતી નથી. ફૂલો આપણને પ્રકૃતિની સુંદરતાના સંપર્કમાં રહેવામાં મદદ કરી શકે છે. ફૂલોમાં દરેક વ્યક્તિ કે જીવને ખુશ કરવાની ક્ષમતા છે. પશુ-પક્ષીથી માંડી દરેક જીવ જંતુને ભોજન આપી શકે છે.

મનુષ્યો અને ઘણાય પ્રાણીઓને કુદરતી દવાઓ પ્રદાન કરે છે. ઘણીય શાકભાજી અને ફળોના પર ફળ આવતાં પહેલાં ફૂલ આવે છે. આ ફૂલોની મેડિસીનલ પ્રોપટી ઉચ્ચ પ્રકારની હોય છે. આવા ઘણા ફૂલોનો ઉપયોગ શાકભાજી ચટણી, પકોડા, રાયતા અને સુપ બનાવવા માટે ઉપયોગ થાય છે. શાકભાજીના ફૂલો શરીરને સુદ્રઢ બનાવે છે. વિટામિન કે ખનિજની ખામી દૂર કરી સ્વાસ્થય આપે છે.

ઘણીયે શાકભાજીના ફૂલો વાપરી શકાય છે. તૂરિયા, ભોપાલા પપૈયા, સનઇ, કેળફૂલ જેવા ફૂલોના શાક સૂપ-ચટણી બનાવી સ્વાસ્થ્ય લાભ લઇ શકાય છે.

તૂરિયાના ફૂલ-વર્ષા ઋતુના આગમન સાથે જ ફૂલો આવે છે. એન્ટિ-ઓક્સિડેન્ટ, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ મેગ્નેશિયમ, પોટેશિયમ, જિંક, કોપર, ફીલેટ, વિટામિન-એ, બી, સી ભરપૂર માત્રામાં હોય છે. પાચન શક્તિ મજબૂત કરે છે. આંખ, દાંત અને મસૂડાને મજબૂતી આપે છે. હૃદય અને મગજની તકલીફને સાજો કરે છે. ઘણીયે દવાઓમાં આના ફૂલ વપરાય છે. સલાડ, ભજીયા, શાક, સુપ બનાવી લઇ શકાય છે. તૂરિયાનો રસ વાળને ચમક આપે છે. વાળમાં છાલની પેસ્ટ લગાડી શકાય. ખોડાની સમસ્યા રહેતી નથી. તૂરિયાની ચટણી કે છાલની ચટણી સુગર અને કોલેસ્ટ્રોલ પર કંટ્રોલ કરે છે.

સનઇના ફૂલ: આનું વૈજ્ઞાનિક નામ કોટેલરિયા-જનસા છે. ફાઇબર અને કેલ્શિયમ ભરપૂર છે. હૃદયની ધડકનને સ્થિર રાખે છે. મધુમેહ અને હૃદયની રામબાણ ઔષધિ છે. પાચનક્રિયા સંબંધીના કેન્સરથી રાહત આપે છે. માંસપેશીને મજબૂત કરે છે.

સ્વાદિષ્ટ શાક બને છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાચલ, ઝારખંડમાં આની ખેતી થાય છે. આનું ફાઇબર ખૂબ જ મજબૂત છે. આના રેસા જૂટની થેલીઓ બને છે. ફોસ્ફરસ ભરપૂર છે જે હાડકાંના કેલ્શિયમ બનાવે છે ઘણી દવાઓમાં આનો ઉપયોગ થાય છે.

લોકોને પ્રશ્ન છે કે આ બધુ મળતું નથી. બજારભરપૂર મળે છે. બસ થોડું સતર્ક રહેવાની જરૂર છે. હો! થોડી મહેનત જરૂર છે. સાથે પરિણામ પણ ઉચ્ચ સ્તરનું છે.

દાડમના ફૂલ: લાલરંગના ફૂલો છે. રોગો દૂર કરવામાં પ્રથમ સ્થાન છે. એસિડિટીને બેથી ત્રણ દિવસમાં જ સાજી કરી નાખે છે. કોઇપણ જાતને કેન્સર સારું કરે છે. શરીરમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. હૃદયના રોગ જલ્દીથી સારા કરે છે. વાળનો ખોડો, ખરતાં વાળ, ચામડીના દાગ માટે રામબાણ છે. આંખમાંથી આવતાં પાણીને રોકે છે. સૂકાયેલી જીભને જલદી સારી કરે છે. દાડમના રસમાં નાખી લેવા. સ્વાદે તૂરા હોય છે. રોગોને દૂર કરવા માટે શક્તિ પ્રદાન કરે છે. જોરદાર એન્ટિ બાયોટીક છે. ગળાની બધી જ બીમારી દૂર કરવાની તાકાત ધરાવે છે. ડાયરીયા કે લૂઝ મોસનને જલદી સારું કરી દે છે.

કેળફૂલ (કેળાના ફૂલ): પોટેશિયમથી ભરપૂર છે. આનો ઉપયોગ મહારાષ્ટ્ર અને સાઉથના રાજયોમાં ભરપૂર ઉપયોગ થાય છે. પાવર હાઉસ છે. એન્ટિ ઇન્ફલરમેટરી છે જે બાઉલ સિડ્રોમને ઠીક કરે છે. બ્રેસ્ટ કેન્સર માટે રામબાણ છે. ડાયાબિટિસવાળાને અતિ ઉપયોગી છે. આયુપ્રતિબંધ કરે છે. (બુઢાપાને રોકે છે) માસિક ધર્મની સમસ્યા થવા દેતો નથી. હાર્ટની અદ્ભુત દવા છે. આના ગુણો વર્ણવા મુશ્કેલ છે. શાક બનાવતા ન આવડે તો આના ફૂલ ઝીણા સુધારી ઇડલીમાં, મેદૂવડામાં, ઢોકળામાં નાખીને ખાઇ શકાય.

પપૈયાના ફૂલ: આ ફૂલમાં પ્રોટીનને પચાવવાવાળો પોટોયોલિક એન્ઝાઇમ છે. વિટામિન સી-એ ભરપૂર છે. ગોઠોને ઓગાળી કાઢે છે. ઇમ્યુન સિસ્ટમને પાવર હાઉસ બનાવે છે. મસલ્સને મજબૂતી આપે છે. વજનને કંટ્રોલ કરે છે.

પમકીનના ફૂલ: લાલ ભોપલું કે કદૂ કે પમકીનના ફૂલ-પીળા રંગના ફૂલો મોટી સાઇઝના અને સુંદર છે. એના ગુણોનો મૂલ્યાંક અતિઉચ્ચ છે. ડી.એન.એ.ને સ્ટ્રોંગ કરે છે. રૂટીન એન્ઝાઇમ આવેલું છે. કેમ્પફેસ્ટ્રીરોલ, બીટા-સ્ટેસ્ટીરોલ નામના સ્ટ્રીરોઇડસ આવેલા છે. વિટામિન સી, પ્રોટીન ફાઇબર છે. હાઇપર પેન્ડમિક કન્ડિશનને દૂર કરે છે. પ્રોટેક્ટિવ છે. સુગરને રીડપુશ કરે છે. ખંજવાળ, રક્તપિત, ફોડાફૂસી, સ્ત્રીરોગ માસિક ધર્મને માટે ખૂબ જ ઉપયોગી છે.આનો ઉપયોગ અવશ્ય કરવો જોઇએ. શાક, સુપ, ભજીયા, ચટણી બનાવી શકાય. બજારમાં ભરપૂર મળે છે સુપર હેલ્થી ફૂલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો