તરોતાઝા

પાવરફૂલ અથાણાં ગુંદા-ગરમર-કેર

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

અથાણું બનાવવું એ ભોજનને સંરક્ષિત કરવાની એક પ્રાચીન પ્રણાલી છે. ઈતિહાસકારોનું માનવું છે કે કોઈ ખાદ્ય-પદાર્થ શોધવાની કળા પહેલા વનસ્પતિ, શાકભાજી કે ફળોમાં પ્રાકૃતિક રસો (પ્રાકૃતિક રીતે બનેલા પ્રીઝર્વેટીસ) નાખીને પ્રીઝવ કરવાની કળા તેમની પાસે હતી જે ખાદ્ય-પદાર્થને લાંબો સમય સુધી સડવા દેતાં નહોતા.

લાંબી યાત્રા દરમિયાન કે ઋતુઓમાં મળતાં પદાર્થને અથાણાં બનાવી ઉપયોગ કરીને શરીનને પોષક તત્ત્વોની ઓછપથી બચાવ કરી શકાય છે. લાંબી યાત્રા દરમિયાન અથાણાં કે પ્રીઝવ કરેલા પદાર્થનો સ્વાદ સંરક્ષણ અને પોષણ માટે જડીબૂટીનો ઉપયોગ કરી સાચવતા જેથી ર્સ્કવી નામની હાડકાંની બીમારીથી બચાવ થતો, ત્યારથી અથાણાં બનાવવાની કળાનો વિકાસ થયો. ઐતિહાસિક રૂપથી અથાણાંમાં હર્બલ વિવિધતા પ્રભાવશાળી છે. અણાથાંને સંરક્ષિત કરવા માટે જડીબૂટીઓનું યોગદાન છે. આપણી આહાર સંસ્કૃતિ પ્રાચીન અને મજબૂત છે.

ગુંદા, ગરમર અને કેર આ ઔષધિ જે અથાણા રૂપે સ્વાસ્થય જાળવી રાખવાની મજબૂત કડીઓ છે. સામાન્ય દેખાતી આ વનસ્પતિઓના ગુણધર્મો બહુ જ મૂલ્યવાન છે. બજારમાં સરળતાથી મળે છે. થોડા જ સમય માટે જ મળે છે તેથી આનો ઉપયોગ અથાણાં બનાવી કરી શકાય છે. જે સ્વાદથી પણ ઉચ્ચ પ્રકારની છે એમ કહી શકાય કે યુનિક સ્વાદ છે. આના ગુણધર્મો આપણા વડીલ જાણતા તેથી આના ઉપયોગથી ચોક્કસ અથાણાં બનાવતાં.

સાચવવાની મજબૂત પ્રણાલી તેમણે વિકસાવી. બજારમાં મળતાં અથાણાં રસાયણયુક્ત હોવાથી આના ઔષધીય લાભથી આપણે વંચિત રહ્યા. વિનેગરનો ઉપયોગથી બનતા અથાણા શરીરનું કેલ્શિયમ બરબાદ કરી નાખે છે. રિફાઈન્ડ તેલથી બનતાં અથાણાં શરીરમાં યુરિક ઍસિડ વધારી દે છે જેને કારણે એસિડિટી થાય છે.

સોડિયમ બેન્ઝોઈટને કારણે નસોમાં દુ:ખાવો થાય છે. ઘાણીનું તેલ કે ફીલ્ટર તેલમાં બનતા અથાણા લાંબો સમય સુધી ટકે છે. શરીરમાં પોષણ આપે છે.

ગુંદા
લીલા રંગના ગોળ આકારના અંદરથી ચીકણા રસવાળા હોય છે. હિંદીમાં લસોડા કહેવાય છે. આનું વૈજ્ઞાનિક નામ કોર્ડિયો માયકસા છે. આનું વૃક્ષ ખૂબ જ મોટું હોય છે. ગુજરાત અને રાજસ્થાનમાં આનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. કેલ્શિયમથી ભરપૂર છે. પ્રોટિન, ફાઈબર, આયરન ફોસ્ફરસ જેવા તત્ત્વો અધિક છે. એન્ટી-ઈન્ફલમેટરી ગુણને કારણે સોજા દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. લીવરના સોજા કાઢે છે. બ્લડ પ્રેશરની બીમારી આનાથી દૂર થઈ શકે છે. ખાંસી, સ્કિન એલર્જી ગળાની તકલીફ માટે રામબાણ છે. એક અધ્યન કરનાર સંસ્થા જે નાઈજિરીયન જર્નલ ઓફ નેચરલ પ્રોડક્ટસ એન્ડ મેડિસિન છે તેણે ઉંદર પર આના પ્રયોગ કર્યો જેમાં જણાયું કે ગ્લાઈકોસાઈડ્સ, ફ્લેવોનોઈડ્સ, સ્ટેરોલ્સ, ટેનિન્સ, ફેનોલિક ઍસિડ, ટેરપિનોઈડ્સ રેજીન જેવા પોષક તત્ત્વોના ગુણો છે જે લિવર હીલીંગ કરી શકે છે. આ પ્રભાવશાળી પદાર્થ છે. આનો ઉપયોગ શાક બનાવી કે કાચા પણ ખાઈ શકાય છે. અથાણાં બનાવામાં આનો ભરપૂર ઉપયોગ થાય છે અથાણું પ્રાકૃતિક રીતે બનેલું હોવું જરૂરી છે. અસ્થમાને ઠીક કરવાની તાકત ધરાવે છે. આયુર્વેદિક દવા બનાવામાં આનો ઉપયોગ થાય છે.

ગરમર
બ્રાઉન રંગના લાંબા છે. આનું વૈજ્ઞાનિક નામ એબસેસીનીયા કોલસ. હિંદીમાં પત્થરચૂર, સંસ્કૃતમાં ગંડીર કે પાષાણભેદી. આનો મઘુનાશીની પણ કહેવાય છે. વાઈ (એપીલેપસી) બીમારીમાં આના ઉપયોગથી વાઈને કંટ્રોલ કરી શકાય છે. આ એક સર્વશ્રેષ્ઠ રક્તરોધક છે તેથી સ્ત્રીઓને વધુ રક્તસ્રાવ રોકવામાં મદદ કરે છે. કીડનીની બીમારી દૂર કરે છે. આને ઔષધિરૂપે ભારત વર્ષના ઋષિમુનિઓ ખૂબ જ ઉપયોગ કરતા. આ ગરમર ગરમાલૂ કે પથ્થરચૂર પાવરફૂલ ઔષધિ છે. અથાણાં રૂપે આને સાચવવા અદ્ભુત છે. ભારતમાં તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટકમાં આની વિધિવત ખેતી થાય છે. પાકિસ્તાન, શ્રીલંકા, બ્રાઝીલ મિશ્ર, આફ્રિકામાં આનો બહોળો ઉપયોગ થાય છે. તો ચાલો પ્રાકૃતિક રીતે આને અથાણાં રૂપે સાચવો અને બીમારીથી દૂર રહો.

કેર
લીલા રંગના નાના ગોળ આકારના છે. આને કેરડા પણ કહેવાય છે. કાંટાદાર ઝાડ હોય છે. વૈજ્ઞાનિક નામ કેપરિસ ડેસીડુઆ છે. અન્ય નામ કિરીર, શરારત, હનબાગ, કરીલ, કબરા, કરયાલ જેવા નામો છે. ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ જ મોટા પાયે ઉપયોગ થાય છે. આની નોંધ જર્નલ ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રીએ લીધી છે જેણે આના સ્વાસ્થય લાભો અગણિત બતાડ્યા છે. યકૃતને ઉત્તેજિત કરે છે. ધમની કાઠિન્યતા ને ઠીક કરે છે. મૂત્રવર્ધક છે.
ભૂખ વધારે છે. ટોનિક છે કીટાણુનાશક છે. હાડકાં દાંત ને મજબૂત બનાવે છે. ફાઇટો કેમિકલની આ એક વિસ્તૃત શૃંખલા છે. હૃદય સંબંધી રોગ અને પાચન સંબંધી રોગમાં ઉત્તમ છે. ટયુમરને ઓગાળે છે. ફંગસને કાઢી નાખે છે. ટેરપેનોઇડલ ગ્લાઇકોસાઇડની ઉપસ્થિતિ છે જે કેન્સરને કાઢે છે.

આના અગણિત ગુણોનું હજુ અધ્યન ચાલુ છે. વૈજ્ઞાનિકો કહેવા મુજબ આ સુપર ઔષધિ છે. આના મૂળનો પાઉડર હાડકાંને જોડી દે છે. નાના ફળની વિશેષતા અનેક ઘણી છે. આપણી પાસે મોટા પ્રમાણ હાજર છે. આનો ઉપયોગ ભોજનમાં કરવો જોઇએ. હળદર મીઠું લગાડીને આને વર્ષો સુધી સાચવી શકાય છે.

આ ત્રણેય ઔષધીય વનસ્પતિઓને સામાન્ય સમજવાની ભૂલ ન કરતાં, પ્રાકૃતિક રીતે ઉપયોગ જ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. સાચવાની રીત ન આવડતી હોય તો જયારે તાજા મળે છે ત્યારે તેનો ઉપયોગ અવશ્ય કરવો. આ બહુમૂલ્યવાળી વનસ્પતિ માનવ માટે વરદાન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ