તરોતાઝા

ગરમીમાં રાહત અને બચાવ કરતા તાડના ફળો

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

ગ્રીષ્મ ઋતુ દર વર્ષે આવે છે. આ વર્ષે ગરમીના પારાએ માઝા મૂકી છે. જાણે લાવા વરસી રહ્યો હોય. ગરમીની રજાઓમાં લોકો ઠંડા પહાડો પર વધુ જઈ રહ્યા છે. ગરમીના દિવસોમાં હવા શુષ્ક હોય છે જેથી લૂ લાગે છે જેના કારણે શરીરમાં પાણી કમી થઈ જાય છે. વધુ તરસ લાગે છે. વધુ પાણી પીવાથી આહાર ઓછો લેવાય છે. ગરમીની ઋતુમાં કુદરત માનવને સહાય માટે પાણીદાર ફળોની વ્યવસ્થા કરે છે. જે શરીરને રી-હાઈડે્રશનથી બચાવે છે. શરીરની ગરમીથી બચાવે છે તેમ જ પોષક તત્ત્વોની કમી થવા દેતાં નથી.

તાડનાં ફળો જે માનવ માટે વરદાનરૂપ છે. દરિયાઈ વિસ્તારમાં થતાં નાળિયેર, તાડગોલા જે પાણીથી ભરપૂર છે. ઠંડા પહાડી વિસ્તારમાં થતાં ફળો લીચી, રામબુતાન લીચી, બ્રાઉન લીચી જેવી ઘણા પ્રકારની લીચીઓ મળે છે જે ઉત્તરાંચલ, ઉત્તર પ્રદેશ, વેસ્ટ બંગાલ, બિહારમાં અધિક પ્રમાણમાં થાય છે. રોઝ સેમેટ, સીડલેસ, મુઝઝફરપુર, ઈલાયચી લેટ, બેટન, કલ્યાણી, લેટલાર્જ રેડ, દહેરાદૂર પૂરબી જેવી જાતો થાય છે. ત્રિપુરા, આસામમાં પણ લીચીઓ થાય છે. ગરમીના સમયમાં બજાર લીચીઓથી ભરેલું છે.

વિદેશોમાં ચાયના, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલયેશિયા, વિયેતનામ જેવા દેશોમાં પણ લીચીનું ઉત્પાદન થાય છે.
લીચી એ મીઠા ફળ છે. રસદાર અને પોષક તત્ત્વોથી ભરપૂર છે. પ્રોટીન, કાર્બોહાઈડે્રડ, ફાઈબર અને ફેટ્સથી ભરપૂર છે. લીચી એ વિટામિન-સીનો સૌથી મોટો સ્ત્રોત છે. કોપરની માત્રા સારી જે કિડનીને સ્વસ્થ્ય સારું રાખે છે. પોટેશિયમને કારણે હૃદયને ધબકતું રાખે છે.

તાવ જો ઘડી-ઘડી આવતો હોય તો લીચી તાવને કાઢી નાખે છે. બાળકોને જંકફૂડના સેવનને કારણે તાવ આવે છે ત્યારે આંતરડામાં પેચીસ થઈ જાય છે ત્યારે લીચી જબરજસ્ત કામ કરે છે. આંતરડાના જખમ ભરી નાખે છે. હાડકાનું પોષણ કરે છે. હાડકામાં ફ્રેકચર વખતે જો ફકત લીચી, તાડગોલા અને નાળિયેરની પતલી મલાઈનો ઉપયોગ કરવામાં આવે તો હાડકું જલદી જોડાઈ જાય છે. લગભગ બારે મહિના અલગ – અલગ લીચીઓ બજારમાં મળી આવે છે. બિહારી લીચી, રામબુતાન, મેગોસ્ટેન, બ્રાઉન લીચી વારાફરતી બજારમાં મળતી જ હોય છે. બધી જ લીચી ગુણોથી સમૃદ્ધ છે.

ગરમીની સિઝનમાં લીચીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ જે ગરમીથી બચાવે છે. સાથે સાથે બુઢાપાને રોકે છે, ચામડી સુંદર બનાવે છે. મગજની શક્તિ વધારે છે. માનસિક વ્યાધિઓ દૂર કરે છે.

તાડગોલા: ગરમીની ઋતુમાં વરદાનરૂપ છે, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવાં તત્ત્વોથી ભરપૂર છે. શરીરનું તાપમાન અને ઈમ્યુનિટી જાળવી રાખે છે. એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી-ઈન્ફલમેટરી ગુણો છે. ચામડીના કોષને મજબૂત બનાવે છે. કબજિયાતની સમસ્યા દૂર કરે છે.

અલ્ઝાઈમર, કંપવાત, એપીલેપ્સીની સમસ્યા માટે રામબાણ છે. માનસિક થકાવટ દૂર કરે છે. કુષ્ઠ રોગી અને રક્તપિત્તના ઈલાજ માટે તાડગોલા એ મહત્ત્વના છે. વિટામિન બીનો સ્ત્રોત છે જેના કારણે અલ્સરના જખમ ભરાઈ જાય છે. હાડકામાં થતો દુ:ખાવો જલદી સારો કરે છે. તાડનાં વૃક્ષો પર મટકા બાંધીને તાડનો રસ ભેગો કરે છે જે તાડી કહેવાય છે. જેના ગુણોનો મૂલ્યાંક ખૂબ ઊંચો છે જે બધી મગજની બીમારી પર રામબાણ છે.

તાડના રસથી ગોળ બનાવવામાં આવે છે જે મે અને જૂન મહિનામાં મળે છે. કોઈપણ જાતના કેમિકલ નાખ્યા વગર આ ગોળ બને છે. તેને પારંપારિક રીતે બનાવવામાં આવે છે. જે કેલ્શિયમના ગુણોથી ભરપૂર છે. સ્વાદ પણ ઉચ્ચ પ્રકારનો છે. જે સ્ટમકને બ્લોટિંગથી બચાવે છે.
કફ થતો હોય તેને માટે આ ગોળ ફાયદાકારક છે. દક્ષિણ ભારતમાં તાડનો રસ ઈડલીના ખીરામાં નાખીને મીઠી ઈડલી બનાવાય છે. તાડનો રસ સવારે વહેલો પીવો ફાયદાકારક છે. પછી તેમાં આથો આવી જવાથી ખાટો બની જાય છે. જે આલ્કોહોલ જેવો બની જાય છે. તેથી સવારના તાજો રસ જ પીવો. તાજો રસ મગજમાં આવતા સોજા દૂર કરે છે. તાડના રસમાં ઘણીય જગ્યાએ સાકર ઉમેરવામાં આવે છે. તેથી સાવધાન રહેવું.

નાળિયેર – નાળિયેરથી કોઈ અજાણ નથી. બારે મહિના આનો વપરાશ થાય છે. ગરમીના સમયમાં નાળિયેર પાણીનો વપરાશ સૌથી વધુ થાય છે. શરીરનો થાક દૂર કરે છે. હાડકાંને મજબૂત બનાવે છે. ઘણીયે વાનગીઓ બને છે. આખા વિશ્વમાં નાળિયેરનો ઉપયોગ થાય છે. આખું વૃક્ષ માનવજાતિ માટે ઉપયોગી છે. રણના વિસ્તારને હરિયાળું બનાવી દે છે.
નાળિયેરનું દૂધ જે ડિપરેશન કે માનસિક બીમારીથી પીડાય છે તેને થોડા જ દિવસોમાં સાજો કરી દે છે. નાળિયેરની અંદર થતા ફૂલ (બીજનું મોટું સ્વરૂપ) શરીર માટે રામબાણ છે. જે તમિળનાડુ વિસ્તાર અને બંગાળ જેવા રાજ્યમાં અધિક મળે છે. નાળિયેરનું સ્પ્રાઉડ પણ કહેવાય છે. જે શરીરની નબળાઈ, મગજની નબળાઈને ત્વરિત દૂર કરી નાખે છે. નાળિયેરને પાણીમાં રાખીને ઘરે પણ તેને સ્પ્રાઉડ કરીને અંદરનું ફળ વાપરી શકાય છે. આની અંદરના ગુણો ખૂબ જ જબરજસ્ત છે. આનો પાવડર પણ બજારમાં ઉપલબ્ધ છે. જેને નાળિયેરના દૂધમાં કે ગાયના દૂધમાં નાખી વાપરી શકાય છે. તાજા ફૂલ ખાઈ શકાય છે. સ્વાદે મીઠો હોય છે.

તાડનાં વૃક્ષો માનવ માટે વરદાન છે. વૃક્ષોનું વધુ વાવેતર કરવાની જરૂર છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે વધતી જતી ગરમી શરીરને નબળું બનાવે છે ત્યારે તાડનાં વૃક્ષો સારી લડત આપે છે. શરીરને મજબૂત બનાવી રાખે છે.ં
લીચી હંમેશાં તાજી વાપરવી. ડબ્બાબંધમાં મળતી લીચી નુકસાનદાયક છે. નાળિયેરનું દૂધ ઘરે જ બનાવવું. પેકેટમાં મળતાં દૂધમાં પ્રિઝર્વેટિવ્સ નાખી બનાવાય છે. ગરમીમાં બજારું આઈસક્રીમ, બરફના ગોળા કે કોલ્ડડ્રિંક વાપરવા કરતા તાડનાં ફળો અધિક
લાભદાયક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા