શરીરમાં સોજાનાં કારણો
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
આજના યુવાનો કે મહિલાઓ પાર્ટીઓમાં વપરાતા ફૂડ બહારથી લાવે છે, જેમાં સ્વાદ વધારવા માટે શર્કરા અને નમકનો સ્વાદ વધુ આવે છે. કેચપમાં સોડિયમ વધુ પડતું નાખે છે તેને ટકાવવા, જેના લીધે આંખ નીચે સોજા જણાય છે
સ્વાસ્થ્ય જીવનશૈલી એ એક તંદુરસ્ત જીવનનો પાયો છે. સ્વાસ્થ્ય જીવનશૈલીને પ્રાપ્ત કરવી એ બહુ મહેનત કામ નથી કે બહુ મુશ્કેલી નથી. દૃઢ સંકલ્પનો અભાવ અને વ્યવસાયિક પ્રતિબદ્ધઓને કારણે પાલન નથી કરી શકતા. આજની નાની પેઢી કમ્પ્યૂટર, મોબાઈલ, રાતની પાર્ટીઓ, અનિયમિતતા અને જંકફૂડ પર આધારિત છે.
દૈનિક જીવન એટલું બધું વ્યસ્ત છે કે સ્વાસ્થ્ય જીવન શું છે? એ ભૂલી ગયા છે. એ જ વ્યક્તિ સ્વસ્થ છે જે શારિરીક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક અને સંસાનત્મક સ્વાસ્થ્યનો આનંદ લઈ શકે છે. સ્વાસ્થ્યને બનાવી રાઅવા વિભિન્ન સૂક્ષ્મ પોષક તત્ત્વોથી સમૃદ્ધ આહાર હોવો જોઈએ. આહારમાં ઘણાંય ઝેરી તત્ત્વો કે શરીર જે પચાવી શકતા નથી તેવાં તત્ત્વોનો આહારનું સેવન અધિક થઈ રહ્યું છે. પરિણામે શરીર પર સોજાનું પ્રમાણ વધતું દેખાય છે.
સોજા એ એવી સમસ્યા છે જેમાં શરીરનાં અંગોનો આકાર વધી જાય છે, શરીર કદરૂપ જેવું દેખાય છે. સોજા આવવાનાં કારણો ઘણાય છે. અકસ્માતે કંઈક વાગવાથી સોજા આવે તે થોડા સમય માટે હોય છે. બીમારીને કારણે કે કોઈ રોગની શરૂઆતના કારણે આવતા સોજા એ ગંભીર છે.
સોજા આવવાનાં મુખ્ય કારણોમાં શરીરમાં સોડિયમનું વધી જવું છે. ઘણીય બીમારીમાં ગ્લુકોઝ (શર્કરા) અને સોડિયમ વધવાના કારણે સોજા આવે છે.
લાંબી બીમારીમાં એલોપેથી દવાઓને કારણે શરીર પર કાયમ સોજા રહે છે. ઘણીયે આયુર્વેદિક દવાઓમાં અભૈદિક નમક કે પારાના વપરાશને કારણ હોઈ શકે. સોજા થવાના કારણમાં મુખ્યત્વે શરૂઆત જેના કારણે થાય છે તે આહારમાં અધિક પ્રમાણમાં નમકનું સેવન, બહારના ખાદ્ય-પદાર્થમાં અલગ અલગ પ્રકારના નમક જે શરીર માટે નુકસાનદાયક છે જે લોહીમાં પાણી વધારી દે છે તેના કારણે સોજા આવે છે.
જંકફૂડનો સ્વાદ વધારવા માટે રસાયણયુક્ત નમકના કારણે મોઢા પર અને શરીર બીજા ભાગ પર સોજા આવે છે. ચાઈનીઝ ફૂડ જેમાં આજીનો મોટો સ્વાદ વધારવા વપરાય છે તેના કારણે સોજાનું પ્રમાણ ખૂબ જ અધિક છે. ચાઈનીઝ ફૂડના કારણે માથાના સ્ક્રાલ્પ પર સોજા આવવાથી વાળ ખરી જાય છે. પેટ પર સોજા આવે છે. હાથ-પગ પર સોજા જલદી આવી જાય છે. જંકફૂડ કે ચાઈનીઝ ફૂડના નમકને કારણે હૃદય પર સોજા આવી જવાથી હાર્ટએટૅકથી થતાં મૃત્યુ પ્રમાણ યુવાનોમાં અધિક દેખાઈ રહ્યું છે. પ્રોટીન ખોરવાઈ જાય છે. પરિણામ ગંભીર બને છે.
આજના યુવાનો કે મહિલાઓ પાર્ટીઓમાં વપરાતા ફૂડ બહારથી લાવે છે, જેમાં સ્વાદ વધારવા માટે શર્કરા અને નમકનો સ્વાદ વધુ આવે છે. કેચપમાં સોડિયમ વધુ પડતું નાખે છે તેને ટકાવવા, જેના લીધે આંખ નીચે સોજા જણાય છે. ફ્લેવરવાળા શીંગ-ચણામાં પણ આજીનો મોટો નાખી શેકવામાં આવે છે. લોકલ શીંગ-ચણાની દુકાનમાંથી જ શીંગ-ચણા લાવવા જેથી નુકસાનથી બચી શકાય.
ટે્રનમાં વેચાતા શીંગદાણા કેમિકલવાળા હોય છે, જેના લીધે પેટ દુ:ખવું કે ગળું ખરાબ થવાની ફરિયાદ લોકો કરે છે.
ચીપ્સ કે વેફર્સમાં જરૂર કરતાં વધારે નમક વપરાય છે જેના લીધે લોકો તેના સ્વાદના શિકાર બની જાય છે, અધિક સેવન કરવાની આદત પડી જાય છે. જામ, સોસ, ચીલીસોસ, પીનટબટર (જે બોટલ મળે છે તે) ચીઝ, સોલ્ટી બટર બિસ્કિટ, બ્રેડ, ચોકલેટ, કેન્ડી જેવી વસ્તુઓમાં પણ સોડિયમ પ્રમાણ માત્રા કરતાં વધુ નાખવામાં આવે છે. જેના કારણે શરીરમાં ધીમી ધીમી સોજા વધી જાય છે અને મોટી બીમારીમાં પરિણમે છે. કિડનીની સમસ્યા શરૂ થઈ જાય છે અને અંતે ડાયાલિસિસ પર જવું પડે છે.
નાની બીમારીની શરૂઆતથી જો દવાઓનું પ્રમાણ વધતું જાય તો પણ શરીર પર સોજા રહેવા લાગે છે. જેમ કે ડાયાબિટીસમાં વપરાતી એલોપથી દવાના કારણે કિડની ડાયાલિસિસ પર જાય છે.
થાઈરોઈડની સમસ્યામાં પણ દવાના લાંબા સેવનના કારણે વોટર રીટેશન થાય છે. સોજા એટલા વધી જાય છે કે શરીર થાંબલા જેવું બની જાય છે. અથાણા વધુ નમકવાળા ન ખાવા.
આઈસક્રીમ કેક, બ્રાઉની, ડેઝર્ટ જેવી ખાદ્ય વસ્તુઓમાં સોરબીટોલ નાખવામાં આવે છે તેમ જ અન્ય રસાયણના કારણે પેટ પર સોજા આવતા દુ:ખાવો વધી જાય છે. આ બધા પણ નમકના જ સ્વરૂપ છે.
બજારમાં મુખવાસની અગણિત વેરાયટીઓ મળે છે. જીરાગોળી, ફટાણુ, આંબળા (જે ફ્લેવરવાળો છે તે) વરિયાળી, સૂવા, અજમો, આદુકેન્ડી ઘણાબધા સીડવાળા મુખવાસ જે બહારના છે તેમાં બધામાં રસાયણયુક્ત કેમિકલ અને સીટ્રીક એસિડ નાખવામાં આવે છે. જેથી સ્વાદ ચટપટો બને જે સોજા વધારવાનું કામ કરે છે તેમાં કોઈપણ પોષણ રહેતું નથી.
ઢાબા પર મળતાં શાકભાજીઓ કે ગ્રેવીવાળા શાક, હોટલોમાં મળતાં શાક કે ગ્રેવીવાળા શાક, ઢોસા, સ્પ્રિંગરોલ, વગેરેમાં પણ આજીનો મોટો વપરાય છે. જેના કારણે બીજા દિવસે સવારના જ આંખ નીચે સોજા જણાય છે અથવા તો પેટ દુ:ખાવાની સમસ્યા થાય છે. મસાલાવાળા પાપડ કે ફૂલવા સોડા નાખવામાં આવે છે જે નમકનો પ્રકાર છે.
સોજા ઉતારવાવાળી વનસ્પતિઓ ગોખરૂ, પુર્નનવા મળે છે તે સોજા ઉતારશે પણ સાથે આવી બજારુ વસ્તુઓ જેમાં સોડિયમનું પ્રમાણ અધિક છે તેનું સેવન બંધ હોવું જોઈએ.
સ્વાસ્થ્યની મોટી સંસ્થા પણ આજે સ્વીકારી રહી છે કે હાર્ટઍટેક આવવાનું કારણ અધિક પ્રમાણમાં નમકનો વપરાશ છે. ફરસાણનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. નજીકના ફરસાણવાળા પણ સ્વાદ વધારવા માટે કેમિકલયુક્ત નમકનો ઉપયોગ કરે છે.
ટૂંકમાં એટલું કહેવાનું કે નમક જે રસાયણયુક્ત છે તેનો વપરાશ બંધ કરવો. આપણું જે સમુદ્રી નમક (સી સોલ્ટ) આખું નમક જ વાપરવું કાળું, ધોળું, સિંધવ મીઠું પણ નુકસાનકારક છે.
શરીરમાંથી નમકનું પ્રમાણ ઓછું કરવા સલાડનો ઉપયોગ વધુ કરો. (ઉપરથી નમક ન નાખવું) લીલી ભાજીઓ વધુ વાપરો, મોળી છાસ પીવો જેથી શરીરમાં નમકનું પ્રમાણ જળવાઈ રહે. આખા દિવસમાં નમક બે ગ્રામથી વધુ જવું ન જોઈએ. ઘરે બનાવેલી ફરસાણ અઠવાડિયામાં એક જ વાર ખાવ.