તરોતાઝા

કેલ્શિયમની અગત્યતા

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

માનવ શરીર અનેક ધાતુઓથી બનેલું છે. એમાંથી એક અતિ મહત્ત્વની ધાતુ કે મિનરલ્સ કે ખનિજ કેલ્શિયમ છે. લગભગ નેવું ટકા જેટલો હિસ્સો કેલ્શિયમનો હોય છે. શરીરનાં અંગોનો વિકાસ અને સંરચના માટે જરૂરી છે. કેલ્શિયમ શરીરને સમૃદ્ધ બનાવે છે. જે એક પોષક તત્ત્વના રૂપમાં છે. કેલ્શિયમ કંકાલનો અભિન્ન અંગ છે. જે પૂરા શરીરમાં આવશ્યક કેલ્શિયમ-નિર્ભર કાર્યો માટે કેલ્શિયમનો ભંડાર પ્રદાન કરે છે. બાળપણમાં ઘણાં બાળકો સ્લેટમાં લખવાની પેન, બોર્ડ પર લખવાનો ચોક અને દીવાલ પરથી ચૂનાના પોપડા કે માટી ખાતાં હતાં. શરીરમાં કેલ્શિયમની ઓછપ થતી તે ઓછપ સંતોષવા પેન કે ચોક કે માટી ખાઇ લેતા. ચૂનો એ કેલ્શિયમ છે. જે કુદરતનું મૂલ્યવાન વરદાન છે. શરીરમાં હાડકાંની રચના કરવામાં નેવું ટકા જેટલા કેલ્શિયમની જરૂરિયાત છે.

શરીરમાં બીજા ઘણાં ખનિજ તત્ત્વો છે. જે શરીરનાં કાર્યો માટે જરૂરી છે. શરીરને ચલાવવા કે આકાર માટે કેલ્શિયમ ખૂબ મહત્ત્વનું છે. મોટા ભાગનું કેલ્શિયમ હાડકાં અને દાંતમાં હોય છે. માંસ પેશીઓમાં ટીશ્યુ અને રક્તપ્લાઝમામાં હોય છે.

કેલ્શિયમને શોષવામાં કે બનાવવામાં વિટામિન-ડીની જરૂર પડે છે. જે સૂર્ય પ્રકાશમાંથી મળે છે. હાઇડ્રોકોલ્સ્ટ્રોલ નામનું રસાયણ ત્વચાની નીચે હોય છે. જે સૂર્યના કિરણ સાથે પ્રક્રિયા કરી લીવરમાં પહોંચે છે. પેરાથાઇરોઇડ ગ્લેન્ડના હાર્મોન અને કિડનીના પ્રભાવથી વિટામિન ડી પ્રભાવી બને છે. જે આંતરડામાં કેલ્શિયમ શોષવામાં આવે છે અને રક્તમાં જાય છે. પછી હાડકાં સુધી પહોંચે છે. આ માટે આંતરડા પણ મજબૂત રીતે કાર્ય કરતાં હોવા જોઇએ. કેલ્શિયમ મોટે ભાગે ફોસ્ફેટ સાથે જોડાઇ રહે છે. જેથી હાડકાં નબળા પડતાં કે વિકૃત થતાં બચી જાય છે. કેલ્શિયમની ઊણપથી ઘણી સમસ્યાઓ ઊપજે છે.

રક્તમાં કેલ્શિયમની માત્રાનું નિયમન પેરાથાઇરોઇડના પેરાથોરમોન અને થાઇરોઇડનું ગ્લેન્ડના કોલ્સિટોનિન હાર્મોન દ્વારા થાય છે. કેલ્શિયમનું અભિશોષણ વિટામિન-ડીના કારણે જ શકય બને છે. જો વિટામિન-ડીનો અભાવ થાય તો કેલ્શિયમ મળ માર્ગો દ્વારા બહાર ફેંકાઇ જાય છે.
કેલ્શિયમની ઊણપને કારણે માંસપેશીમાં દુ:ખાવા થાય છે. હાથ પગ વળવા માંડે છે. સામાન્ય માત્રાથી ઓછું થાય તો હાઇપોકેલ્શિમિય થાય છે. લોહી ગંઠાવાની ક્રિયામાં બાધા આવશે. જેથી ઘામાંથી વધુ લોહી નીકળે સ્ત્રીઓને મેન્સિસમાં વધુ પડતું રકત જશે.

દાંતનું એનેમલ ખોરવાઇ જાય. બાળકોમાં ફિટ્સ (વાઇ)નું મુખ્ય કારણ કેલ્શિયમની કમી છે. માંસપેશીમાં અક્કડપણું આવે છે. કમરના દુ:ખાવા કાયમી બની જાય છે. પગના દુ:ખાવા અધિક રહે છે. કિડનીમાં બગાડ થાય છે. કિડનીમાં પોર્ટેશિયમની માત્રા વધી જાય અને તેના સેલ અને નેફ્રીન બગડી જાય. ખોડખાપણવાળાં બાળકો જન્મે છે. થાઇરોઇડની સમસ્યામાં વધુ વિકાર આવે છે.

વધુ પડતો કેલ્શિયમ શરીરમાં વધી જાય તો પથરીની સમસ્યા આવે છે. તેમ જ બીજા ઘણાં અંગોમાં કેલ્શીિફિકેશન (પથરી) થાય છે. કેલ્શિયમ ઊણપમાં જો ગોળીઓ જેવી કે કેલ્શિયમ કાર્બોનેટ જે દવાની ઘણીય સાઇડ ઇફેક્ટ થાય છે. સાઇડ ઇફેક્ટ જેવી કે વાંરવાર પેશાબ જવું, ઓડકાર, કબજિયાત, ભૂખમાં ઘડાટો, પેટમાં ગડબડ કે દુ:ખાવો, ગોળી ફકત લોહીની સપાટી પર (સરફેશપર) જ કામ કરે છે. રક્તની અંદર કામ કરતી નથી. તેથી કેલ્શિયમથી સમૃદ્ધ ખોરાક લેવો જોઇએ.

વ્યક્તિ ખાદ્ય પદાર્થમાં હાજર લગભગ ત્રીસ ટકા જેટલો કેલ્શિયમ અવશોષિત કરે છે જે ભોજનના પ્રકાર પર નિર્ભર છે. ભોજન એવા પ્રકારનું હોવું જોઇએ જે કેલ્શિયમ બનાવવામાં બાધિત ન હોય. ભોજનમાં સોડિયમનું પ્રમાણ (નમક) વધુ હોય તો મૂત્ર દ્વારા કેલ્શિયમ બહાર નીકળી જાય છે. કેફેન જેવા કે ચહા, કોફી, ચોકલેટ, દારૂ જે કેલ્શિયમનું અવશોષણમાં રુકાવટ કરે છે. જેને કારણે વિટામિન -ડી ખોરવાય અને હાડકાં, દાંત નબળા પડી જાય છે. થાઇરોઇડ જેવી બીમારી પેદા થાય છે. વધુ પડતાં આખા ધાન્ય કે કઠોળનો ઉપયોગ, કાર્બોહાઇડે્રડ કે ગ્લુકોઝવાળો ખોરાક લેવાથી કેલ્શિયમ વધુ પડતા આને પચાવવામાં વપરાઇ જાય છે. તેથી ઊણપ ઊપજે છે. વધુ પડતા જંકફૂડના કારણે, કોલ્ડડ્રિંક અને પેકેટ ફૂડના કારણે કે વધુ પડતી ડાયટ કરવાના કારણે કેલ્શિયમની ઊણપ સર્જાય છે. મુખ્ય કારણમાં વધુ પડતી સાકરનો ઉપયોગ કરવો તે છે.

કેલ્શિયમ પ્રાકૃતિક રીતે સહજ ઉપલબ્ધ છે. ચૂનો ખાવો એ એક હદ સુધી ઠીક છે. વધુ પડતાં સેવનથી પથરીની સમસ્યાઓ થાય છે. આહાર શુદ્ધ, સાત્ત્વિક અને પ્રાકૃતિક હોવો જરૂરી છે. દૂધ, દૂધથી બનતી વાનગીઓ (જેમાં સાકરનો ઉપયોગ ન હોવો જોઇએ) લેવી જોઇએ. પાલક એ સૌથી સારો સ્ત્રોત છે. બધી લીલી પાંદડાવાળી ભાજીઓ, બદામ અને અન્ય સૂકામેવો લાલ-પીળી તાજી ખારેક, બ્રોકલી, કમળની સફેદ દાંડી (પાંચ કાણાવાળી) મખાણા, કમળકાકડી, ભીંડા, તૂરિયા, ગાજર, બેબીકોર્ન, મશરૂમ, શક્કરિયા (રતાળુ), બાંબૂ, શીંગોડા, કાચાકેળા, નાળિયેરનું દૂધ, કાચું પપૈયું, ખસખસ, રાજગરો, ગોરખ આમલી, પેરૂ, સંતરા, મોસંબી જેવા પ્રાકૃતિક ખોરાકમાંથી કેલ્શિયમ સહજ મળી રહે છે.

ઔષધિ અશ્વગંધા, ગિલોય, અનંતમૂળ જેવી વાપરવી જોઇએ આનો ચહાની જેમ કાઢો બનાવી વાપરવું જોઇએ. આની કોઇ આડઅસર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button