તરોતાઝા

વિવિધ પ્રકારનાં દહીં

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

ભારતીય ભોજનમાં દહીંનું પોતાનું વિશેષ સ્થાન છે . દહીં વિશે કોઇ અજાણ નથી. સ્વાસ્થ્ય માટે દહીં વરદાન રૂપ છે. આ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ છે. પ્રાચીનકાળથી ભારતીય ભોજનમાં દહીંનું મહત્ત્વ અતિ ઘણું છે. શુભ પ્રસંગોમાં દહીંનું શુકન કરવામાં આવે છે. લગભગ દહીં વગર કોઇ ભારતીય ભોજન પીરસવામાં આવતું નથી.

દહીં એ દૂધમાંથી બનાવવામાં આવતું ઉત્પાદન છે. દૂધમાં રહેલા લેકટોન્ડમાં આથો આવવાથી તેમાંથી લેકટિક અમ્લ બને છે. દૂધમાંના પ્રોટીન સાથે પ્રતિક્રિયા કરી દહીંમાં ફેરવી નાખે છે.

શરીરમાં તાજગી અને એનર્જી આપે છે. ગાયના દૂધની હોય કે ભેંસના દૂધનું દહીં હોય તે બધે જ વપરાય છે. દહીં એ પરિપૂર્ણ આહાર છે. જેમાં દૂધ કરતાં વધુ પ્રમાણ કેલ્શિયમ હોય છે. પર્યાપ્ત પ્રોટીન યુક્ત આહાર છે. પાચનક્રિયાને સુધારે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે. વિટામિન બી-6 અને વિટામિન બી-12 આમાંથી સહજતાથી મળે છે. લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે. ચહેરાની ચમક અને વાળની ચમક જાળવી રાખે છે. એક ઉત્તમ પ્રાબાયોટીક છે.

દહીંમાંથી ઘણીય વાનગી બને છે. જેમાં સૌપ્રથમ નંબર શ્રીખંડનો છે. દહીંનું શાક કઢી, રાયતા, છાસ બનાવવામાં ઉપયોગ થાય છે. તેમ જ ગુજરાતમાં થેપલા, ઢેબરા, ઘાટ, ખાટોલોટ, ઢોકળા બનાવવામાં વપરાય છે. ભારતના દરેક રાજ્યમાં દહીંનો ઉપયોગ થાય છે. ઉત્તર ભારતમાં વિશેષ રૂપે લસ્સી બનાવવામાં ઘણોય ઉપયોગ થાય છે. વિદેશોમાં યોગર્ટનું ચલણ છે. જેમાં ઘણી બધી ફલેવરવાળા યોગર્ટ મળે છે. આ યોગર્ટમાં ઘણાય કેમિકલ નાખવામાં આવે છે. ઘરમાં બનતા દહીંનો ઉપયોગ કરવો જે મરડા અને હરણિયા જેવી બીમારીથી દૂર રાખે છે.

દહીંમાં એન્ઝાઇમ (પાચકરસ) ત્રણ પ્રકારના હોય છે. લેકટેન્ડ એન્ઝાઇમ જે લેકટોઝને ગ્લેકટોઝ અને ગ્લુકોઝમાં ફેરવે છે. જે આંતરડા માટે ફાયદાકારક છે. કેટીલેઝ એન્ઝાઇમ જે એક શક્તિશાળી છે. જે ઘાવ ભરવામાં મદદ કરે છે. લાયપેઝટ જે ચરબી ઓગાળવામાં મદદ કરે છે. દહીંને એક મજબૂત સ્વાદ આપે છે. ગરમીના દિવસોમાં દહીં અને છાશનો વપરાશ વધુ થાય છે. જે પાચન માટે લાભદાયક છે. ખાટી દહીં કે છાશ વપરાશથી તાવ આવે છે તેથી દહીં મોળુ અને તાજું હોવું જરૂરી છે.

અન્ય દૂધ જેવા કે બદામ, નાળિયેર, કાજુ, સોયાબીન, ઘઉં, મગ, બાજરો જેવા ડ્રાયફૂટ અને ધાન્યના દૂધમાંથી દહીં બનાવી શકાય છે. જે આજકાલ વીગનના નામથી ઓળખાય છે. જેને ગાય, ભેંસ કે અન્ય પ્રાણીના દૂધની એલર્જી હોય કે ન પચતા હોય તો ડ્રાયફૂટસ અને ધાન્યના દૂધ બનાવી વાપરી શકાય છે. થોડી મહેનત જરૂર છે. પણ લાભકારી છે. જે સ્વાસ્થ્યની માવજત કરતાં હોય છે. તેને માટે આ વીગન દહીં એ ગુણકારી છે. વિદેશોમાં આનું ચલણ વધ્યું છે.

ચામડીની ચમક આ વીગન દહીંથી અનેકગણી વધી જાય છે. થોડા આહારથી જ સ્વાસ્થ્ય સારું જળવાઇ રહે છે. બજારમાં મળતા દહીંથી સાવધાન રહેવું જરૂરી છે. ઘણાં કેમિકલ નાખી તેને ટકાવી રાખે છે. જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. બજારના દહીં અને છાસથી તાવ જેવી બીમારી રહે છે. તેમ જ સાંધાના દુ:ખાવા વધી જાય છે. દાઝવા પર દહીં લગાડી શકાય. પાર્લરોમાં ફેસપેકમાં પણ દહીંનો ઉપયોગ વધ્યો છે.

નાળિયેરનું દહીં
સૌથી સ્વાદિષ્ટ અને પોષક તત્ત્વોથી ભરપૂર છે. નાળિયેરના દૂધમાં થોડા ડ્રાયફૂટસ નાખી દહીં બનાવાથી શરીરમાં પ્રતિકારક શક્તિ વધી જાય છે. એનીમિયા જેવી બીમારીને થોડા દિવસોમાં દૂર કરે છે, વાળનું સૌદર્ય વધારે છે. દહીં પૌઆ પણ બનાવી શકાય છે.

બદામનું દહીં
બદામને છથી સાત કલાક પાણીમાં પલાળી તેને પીસીને દૂધ કાઢી તેમાં થોડું ગાય કે ભેંસનું દૂધ નાખી, મેરવન નાખીને દહીં બનાવી શકાય છે જે પોષણની દૃષ્ટિએ ઉત્તમ છે. સ્વાદ પણ ઉચ્ચ પ્રકારનો છે. જેમાં લગભગ પ્રોટીન અને મિનરલ્સ છે. આંખને સુંદરતા બક્ષે છે. કેલ્શિયમનું પ્રમાણ અધિક છે.

કાજુનું દહીં
સ્વાદવાળું દહીં બને છે. પ્રોટીન સારા પ્રમાણમાં છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. તેથી હૃદય માટે ફાયદાકારક છે. મેગ્નેશિયમ સારા પ્રમાણમાં છે. જે ખરાબ હૃદય સ્વસ્થ બનાવે છે. કોપર સ્ત્રોત છે. કિડનીને સ્વસ્થ રાખે છે. મગજના સ્વસ્થ બનાવી રાખે છે. કાજુ સાથે ચોખાનું દૂધ નાખી બન્ને મિક્સ કરી દહીં બનાવી શકાય છે.

સોયાબીનનું દહીં:
સોયાબીનમાં વધુ પ્રમાણમાં પ્રોટીન છે. સોયાબીન વાપરવા કરતા આનું દહીંનો ઉપયોગ કરવો એ વધુ ફાયદાકારક છે. બજારમાં આ તૈયાર મળે છે.

મગજતરી નાબીનું દહીં
સ્વાસ્થ્યપ્રદ દહીં છે જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એનર્જી વધારી
આપે છે.
શક્કટેટીના બીજનું દહીં-વાળમાં થતો ખોળાને કંટ્રોલ કરે છે. વાળનું આયુષ્ય વધારે છે. આ બધા જ દહીંની છાસ બની શકે. સ્મુદ્ધિ પણ બની શકે છે.

શિંગદાણા દહીં
શિંગદાણાને સાતથી આઠ કલાક પાણીમાં પલાળી પીસીને દૂધ કાઢવું. પ્રોટીનનો સ્ત્રોત છે. વાળ માટે ઉત્તમ દહીં છે. જે વાળની ગ્રોથ મોટા પ્રમાણમાં વધારે છે. દાંત અને હાડકાને મજબૂત બનાવે છે. આનું દૂધ કાઢી તેમાં થોડી કોથમીરની ચટણી નાખીને દૂધ બનાવવું. મસાલાવાળું સ્વાદિષ્ટ દહીં બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button