તરોતાઝા

કોલેસ્ટ્રોલથી મુક્ત કરતી વનસ્પતિ

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

હાલના સમયમાં નવી નવી ટૅક્નોલૉૅજીએ મોટું સ્વરૂપ લીધું છે. વ્યક્તિનો વધુ શારીરિક અને માનસિક શ્રમ કરવો પડતો નથી. ખાદ્ય પદાર્થ બનાવવામાં પણ ટૅકનોલોજીનો ઉપયોગ વધુ પડતો થઇ રહ્યો છે. આ ખાદ્ય પદાર્થોમાં પોષક તત્ત્વો નહીંવત જેવા છે કે ખૂબ જ ઓછા છે. તેઓ તેને ટકાવવા માટે અને સ્વાદ વધારવા પર વધારે ધ્યાન આપે છે. ટકાવવા માટે કેમિકલવાળા પ્રીઝર્વેટીવ અને સ્વાદ માટે કેમિકલવાળા એસેન્સ અને કલર ઉપયોગ કરે છે. વ્યક્તિ આ બાબત પર ધ્યાન રાખતો નથી. સમયનો અભાવ અને વ્યસ્તના કારણે, ગૃહિણીઓ પણ ઘરમાં જલદી બની જાય તેવો આહાર બનાવે છે. તેમ જ ફાસ્ટ ફૂડ ફેન્સીફૂડની વાનગીઓ બનાવે છે. પરિણામે આજે બીમારી મોટા પ્રમાણ વધવા લાગી છે. ટૅક્નોલૉજીથી બનતા ખાદ્ય પદાર્થ ખાવા અને પછી ટૅક્નોલૉજીથી બનતી કેમિકલવાળી દવાઓ ખાવી. ખાવામાં પણ ઝેરી પદાર્થો અને ઉપચારમાં પણ ઝેરી પદાર્થો વાપરવા પડે તેથી જ આજે આયુષ્ય લાંબુ રહ્યું નથી. નાની વયમાં બીમારીને કારણે મરણાંક વધ્યો છે.

હાલમાં હૃદયની બીમારીનું પ્રમાણ વધ્યું છે. આનું કારણ કોલેસ્ટ્રોલનું બગડવું કોલેસ્ટ્રોલ એક મીણ જેવો ચીકણો પદાર્થ છે. આપણા શરીરના લીવરમાં બનતું ખૂબ જ અગત્યનું ઘટક છે. આ એક પ્રકારની ફેટ છે. જે લોહીમાં ઓગળતું નથી. લોહી સાથે વહ્યાં કરે છે. કોલેસ્ટ્રોલના મુખ્ય બે પ્રકાર છે. બન્ને પ્રકારની શરીરને જરૂર રહે જ છ. એલ. ડી. એલ. (બેડ કોલેસ્ટ્રોલ)નું કામ સિમેન્ટ જેવું છે. દીવાલમાં તિરાડ પડતાં તે તેને ભરી દે છે. તિરાડને ભરી દે છે. એચ. ડી. એલ.નું કામ સફાઇનું છે. તિરાડ વખતે એલ.ડી.એલ. જે વધારાનું હોય તેને સાફ કરી લોહી દ્વારા લીવરમાં પાછું મોકલી દે અને લીવર એને શરીરની બહાર ફેંકે દે છે. દીવાલની તિરાડને ભરતાં તે જમા થવા લાગે અને બ્લોકેજીસ આવવા માંડે તેથી સફાઇ બરાબર થવી જોઇએ એટલે તેને બેડ કોલેસ્ટ્રોલ કહેવાય.

કોલેસ્ટ્રોલ તરતા રહેવા જોઇએ જમાન ન થવા જોઇએ. તેથી ખોરાકમાં ખરાબ વસા (ચરબી)ન હોવી જોઇએ. વધુ પડતાં તળેલા પદાર્થ, મીઠાઇઓ, બેકરી પ્રોડક્સ, પેકેટફૂડનો ત્યાગ જરૂરી છે.

કોલેસ્ટ્રોલને માટે જરૂરી આહારની પસંદગી કરવી જોઇએ. લીવર મજબૂત રાખનાર વનસ્પતિ ફળો લેવા જોઇએ. જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખી શકે છે. આપણે જે આહાર લઇ ત્યારે પહેલાં તેનું સ્કાવાલીન બને સ્કાવાલીનમાંથી બાઇલ બને. બાઇલમાંથી વિટામિન એ અને કોલેસ્ટ્રોલ બને કોલેસ્ટ્રોલમાંથી સ્ટ્રીરોઇડસ બને. સ્ટ્રીરોઇડસમાંથી હાર્મોન બને. આથી શુદ્ધ ખોરાક અને પ્રાકૃતિક ખોરાક લેવા જોઇએ. પાંદડાવાળી વનસ્પતિમાંથી જ સારા કોલેસ્ટ્રોલનું નિર્માણ થાય છે. જો કોલેસ્ટ્રોલ ખરાબ થાય તો સ્ટ્રેરોઇડ અને હાર્મોન પર અસર પડે છે. શરીરની કામગીરી ખોરવાઇ જાય છે. બીમારી વધતી જાય છે.

આંબળા:
વરસાદની ઋતુમાં શરૂઆત ખૂબ મળે છે. આની ચટણી બનાવી બારે મહિના વાપરી શકાય છે. આંબળાની સૂકવણી બનાવી વાપરી શકાય છે. શરીરની ચીકાસ દૂર કરે છે. આંખને પણ સાફ રાખે છે. શરીરના કોઇપણ ભાગમાં કોલેસ્ટ્રોલ જામવા દેતો નથી.

ચણા પાન (હરબરાના લીલા પાન)
બજાર અત્યારે લીલા ચણા પાન સાથે મળી રહ્યાં છે. ચણા પાન હલકા ખાટા છે. સ્વાદ ખૂબ જ સારો છે. પાનનું શાક, ચટણી, ઉકાળો બનાવી શકાય તેમ જ પાનનો રસ પણ પી શકાય છે. ઇમ્યુનિટી બુસ્ટર છે. ચરબીનો નાશ કરી નાખે છે. કોલેસ્ટ્રોલની દીવાલ મજબૂત બનાવે છે.

કોલેસ્ટ્રોલ માટેની વનસ્પતિઓ અને ફળો
આમલી પાન – આમલી પાન હલકા ખાટા હોય છે. એન્ટિ ઓકસીડેન્ટથી ભરપૂર હોય છે. જે શર્કરા ને નિયંત્રિત કરે છે. મળને ઢીલો પાડે છે. વિટામિન સી સારા પ્રમાણમાં હોવાથી ફેટ જામવા દેતાં નથી. આનો ઉકાળો, ચટણી બનાવી લઇ શકાય. કોલેસ્ટ્રોલને સારા બનાવવામાં મોટો ફાળો આપે છે. તેથી જ સાઉથ ઇન્ડિયનની વાનગીમાં આમલી ઉપયોગ વધુ થાય છે. તેમ જ આમલી પાનનો ઉકાળો પીએ છે.

ઉન્નાબ
એક જાતના બોર છે. રંગ બ્રાઉનીસ કાળો છે. સ્વાદે ખાટામીઠા છે. લીવરને એકટીવ કરે છે. રક્તને શુદ્ધ રાખે છે. લગભગ હંમેશાં મળે છે.

કબીટ
(કોઠુ) વુડ એપલ ઉપરથી ભૂરૂ અને અંદરથી બ્રાઉન કલરનો ખાટો માવો હોય છે. સ્વાદમાં મઝેદાર છે. આની ચટણી બનાવીને લેવાય છે.

આપણી પાસે પ્રાકૃતિક વસ્તુઓની યાદી ખૂબ મોટી છે. જાગૃત રહીને આનો ઉપયોગ કરવો જોઇએ. બીજોરા, લીંબુ, કાગદી લીબું, કમરખ, પપનસ, અનારદાણા, આમલતાસ, ગોરખઆમલી, અંબાડી ભાજી, મૂળાપાન, ભારંગીભાજી, માયાળુભાજી, ફુલથી, અલગ અલગ પ્રકારના બોર ઘણીય ખાદ્ય સામગ્રી આપણી પાસે છે.
દવાઓ લઇને શરીર વધુ ખરાબ કરવા કરતાં વનસ્પતિ અને ફળોના ઉપયોગથી સ્વાસ્થ્ય જાળવી શકાય છે.

બામ્બુ
બામ્બુના પાન બન્ને લઇ શકાય છે. બામ્બુના પાનનો ઉકાળો બનાવી લેવો જોઇએ. કેલશ્યમનું પ્રમાણ બહુ ઉચ્ચું છે. બધી જાતની ફેટ પર કામ કરે છે. બામ્બુ પાન હંમેશાં મળે છે. બામ્બુ (કમળા બામ્બુ) ચોમાસાની સીઝનમાં મળે છે. પંદરથી વીસ દિવસમાં જ કોલેસ્ટ્રોલની બીમારી દૂર કરે છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button