તરોતાઝા

આહારથી હૃદયરોગનો બચાવ

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

વિશ્વના તમામ લોકો કરતાં ભારતીયો હૃદયરોગના શિકાર જલદી બની રહ્યા છે. ઝડપી શહેરીકરણ, તણાવયુક્ત જીવનશૈલી, ચરબીવાળા પદાર્થોનું સેવન, કેફનયુક્ત પદાર્થોનું સેવન, પેકેટ ફૂડ, હોટલનું ભાણું, કાર્યક્ષમતાનો અભાવ જેવા વિવિધ કારણોસર હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે.
હૃદયરોગના હુમલા બેફામ વધી રહ્યા છે. જે સ્ત્રી-પુરુષ અને બાળકોમાં જોવા મળી રહ્યા છે. હૃદયની ઉત્તમ કામગીરીની હંમેશાં ઉપેક્ષા કરી રહ્યા છીએ. હૃદય પાસે તેનું પોતાનું ઈલેક્ટ્રિકલ જનરેટર છે, જે હૃદયને નિયમિત સમયાંતરે ધબકાવે છે. એક રીતે જોતાં હૃદયને તમે એક સેવાભાવી સંસ્થા સાથે સરખાવી શકો છો, જે પોતે નિરંતર નિસ્વાર્થ ભાવે અન્ય અંગોની સેવા કાર્ય કરે છે. લોહી પહોંચાડતી ધમની સાંકડી થાય ત્યારે હૃદયને પૂરતું લોહી પહોંચતું નથી હૃદયમાં દુ:ખાવો થાય અને હૃદયરોગનો હુમલો આવે આનું કારણ લોહીમાં કોલસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ અને ટ્રાયગ્લીસરાઈડનું વધવું છે. ટ્રાયગ્લીસરાઈડ એટલે લોહીમાં ચરબીનું પ્રમાણ વધવું.
દરેક વ્યક્તિના શરીરમાં સારા કોલસ્ટ્રોલની સાથે ખરાબ કોલસ્ટ્રોલ પણ હોય છે. ખરાબ કોલસ્ટ્રોલ એ એક ફેટી પદાર્થ છે. જે ધમનીમાં સંગ્રહિત થાય છે ધમની સાંકડી બને છે, લોહીના પ્રવાહમાં અવરોધ થાય છે. જેના કારણે શરીરના અંગોમાં લોહીનો અવરોધ થાય છે. જેના કારણે શરીરના અંગોમાં લોહીનો પુરવઠો યોગ્ય રીતે પ્રવાહિત થતો નથી. હાઈકોલસ્ટ્રોલ લોહી યોગ્ય રીતે હૃદય સુધી પહોંચવા દેતો નથી. જીવલેણ બની જાય છે. ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટકની સમસ્યા સામાન્ય બની ગઈ છે. મોટા ભાગની હૃદયની તકલીફની સારવાર આહાર અને કસરતથી કરી શકાય છે. કોઈપણ પ્રકારની દવાઓની જરૂર પડતી નથી. યોગ્ય ખાનપાન જ આનાથી બચાવ કરે છે. દવાઓ પણ બિનઅસરકાર બની જાય છે.
આ સમસ્યાથી બચવા વજનને નિયંત્રિત કરવું જરૂરી છે. વધુ કેલરીવાળા ખોરાક ટ્રાયગ્લીસરાઈડ્સમાં પરિવર્તિત થાય જેથી લોહીમાં ફેટ વધી જાય છે ઓછી ચરબી કે કેલરીવાળો ખોરાક અપનાવવો જોઈએ. વધુ પડતી સાકર રિફાઈન્ડ પદાર્થો, કેફેનવાળી વસ્તુઓનો હંમેશાં માટે ત્યાગ જરૂરી છે. નિયમિત ચાલવું જરૂરી છે. તરસ લાગે તેટલું જ પાણી પીવું, શરીરની કાર્યક્ષમતા અનુસાર ચાલવું કે કસરત કે જીમ કરવું, અતિરેક ન કરવો, દવાઓનો ઉપયોગ આડેધડ ન કરવો. સમય અનુસાર જ ખોરાક લેવા તેમ જ સમય સમય પર ખોરાકમાં વિવિધતા લાવવી. ઋતુઓ અનુસાર ખાવું.

સાત્ત્વિક જીવનશૈલી જ હૃદય રોગથી બચાવે છે. આજની યુવતીઓએ સાદી ખાણીપીણી બનાવી શીખવી જરૂરી છે. ભોજનકળા શીખવી જરૂરી છે. આળસ કે કંટાળા વગર શરીરની કાર્યક્ષમતા વધારવી જરૂરી છે. પેકેટ અને હોટલવાળી જીવનશૈલી બધા જ ઘરના સદસ્યોને બીમાર કરી રહી છે. સમયને સમજી ચાલવું જરૂરી છે.

કોલસ્ટ્રોલ નિયંત્રણ રાખવા કે ચરબી ને નિયંત્રિત રાખવા માટે ખોરાક.
ક લીંબુ અથવા બીજોરું કે બીજા લીંબુ બાફીને સવારે નિયમિત ખાવું. જેથી લોહીમાં ચરબી ન જામે. શક્ય હોય તો લીંબુ ખાધા પછી 1 કલાક સુધી કાંઈ ખાવું નહિ. લીંબુની છાલનું લીમોનીન ચરબી જામવા દેતું નથી. લીબું કે બીજોરું છાલ સહિત વાપરવું.
ક ગ્રીન જ્યુસનો ઉપયોગ નિયમિત કરવો
પાલકરસ, તાંદળજોરસ, મૂળાપાનનો રસ, ચંદનબજીવા ભાજીનો રસ, કાચા પપૈયાનો રસ (અઠવાડિયામાં બેવાર) ફુદીનાનો રસ, ટમેટાનો રસ, આ બધા રસો એેક કપ જેટલા લેવા રોજ અલગ અલગ રસ લેવા.
ક શાકના રસ. તૂરિયાનો રસ, ભીંડાનો ભીંજવીને તેનું પાણી, ગલકાનો રસ, સફેદકોળાનો રસ, લીલા વટાણાનો રસ વગેરેથી દોઢ કપ લઈ શકાય.
ક ફળોના રસ પાઈનેપલ, પરપોટા (યલોબેરી) સ્ટ્રોબેરી, સંતરા, દાડમ, મોસંબી
ક સ્મુદ્ધિઓ લેવી
ક ફણગાવેલા ધાન્ય અને બીજ લેવા મગ, શીંગ, સનફ્લાવર સીડ, મગજતરીના બીજ, કલિંગરના બીજ, તલ.
ક જમવામાં પહેલા સુપ પછી સલાડ ખાવી શાક, ભાત ખાવા, હીંગવાળી છાસ પીવી.
ક સાંજના અલગ અલગ કાઢા લેવા વરિયાળી, સૂવા, મરી, કેસર, એલચીની ચહા તરીકે કાઢા લેવા.
ક રાતનું ભોજન ઓછું લેવું. જાડા ધાન્યની ખીચડી કે દલિયો લેવો તેમાં ભરપૂર શાકભાજીનો ઉપયોગ કરવો. અથવા શેકેલું ખાવું જેમ કે ઢોસા, મગનીદાળનું ઢોસો, પાઈનેપલ કે પપૈયાના પરોઠા. સાથે ચટણીનો ઉપયોગ કરવો.
ક દિવસમાં બે વાર ઠંડા પાણીનો નેપકીન પેટ ઉપર રાખવો. શક્ય હોય તો ખાલી પેટે પર રાખવું. જમ્યા પછી 1 કલાક રહીને રાખવું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા