તરોતાઝા

સ્વાદિષ્ટ પહાડી ગ્રીન નમક

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

ભારતીય ધરોહર વિશ્વભરમાં સૌથી ધનાઢય ગણાય છે. આપણા પૂર્વજોએ આપણને સુંદર સાંસ્કૃતિક અને પરંપરાગત વારસો આપ્યો છે. સમૃદ્ધ જૈવ-વિવિધતા અને અદ્ભુત ભૂસ્તરશાસ્ત્રીય સંરચનાઓને સમાવિષ્ટ ભવ્ય પ્રાકૃતિક વારસો મેળવવા માટે પણ આપણે ભાગ્યશાળી છીએ. આપણો સમૃદ્ધ વારસો અને એમાં પણ ખાદ્ય-સામગ્રીનો વારસો વિશ્વના લોકોને આકર્ષે છે. ભારતીય વારસો સદીઓથી સાચવવામાં આવી રહ્યો છે અને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. દરેકની જીવનશૈલી આધુનિક બની ગયા પછી પણ ભારતીય લોકોએ તેમની પરંપરાઓ અને મૂલ્યો બદલ્યા નથી. પરંપરાગત ખાદ્યસામગ્રીને બનાવવાનો અને સંગ્રહ કરવાનું જ્ઞાન એ એટલું સમૃદ્ધ છે કે તે આજે વિશ્વમાં મોટા અર્થોર્પાજનનું સાધન બની ગયું છે. આવી જ એક ખાદ્યસામગ્રી છે `પહાડી ગ્રીન નમક.’


જેમ ભારતીય સંસ્કૃતિ લાજવાબ છે એમ ખાદ્ય કળા પણ લાજવાબ છે. પહાડોનું સૌંદર્ય અદ્ભુત છે તેમજ કઠિનાઈભર્યું પણ છે. ખાદ્યસામગ્રીનો ઉપયોગ અને સંગ્રહ બંને મહત્ત્વના છે. વર્ષભર કે તેથી વધુ ખાદ્યસામગ્રી બનાવી રાખે છે. શાકભાજી કે બીજી અન્ય વસ્તુઓ ઘણીવાર મળવી દુર્લભ હોય છે તેને સંગ્રહ કરવાની અને રસદાર ભોજન માટે તેઓ ગ્રીન નમક જાતે જ બનાવે છે. વિવિધ શાકભાજી અને મસાલા તેમજ ઔષધીય નાખી નમક બનાવે છે. સ્વાદ વધારવાની સાથે સાથે શારીરિક લાભ પણ આપે છે. આ નમક બધા જ બનાવી તેનો ઉપયોગ કરી શકે છે. બજારમાં આ ગ્રીન નમકની ઘણી વેરાઈટી મળી
રહે છે.


આ નમક પીસ્યુ નમક તરીકે ઓળખાય છે જે સિલ-બતા પર પીસાય છે. ઘરમાં જ સ્થાનીય મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. સુંગધિતી અને સ્વાદિષ્ટ નમક તૈયાર થાય છે. આ નમકમાં અજમો, લસણ, આદું, જીરું, મરચાં જેવી સામગ્રી સાથે કે અલગ અલગ નાખી પીસૂ નમક બને છે. ફુદીનો, કોથમીર, લીલા લસણવાળું પણ બને છે. ઉત્તર ભારતીય લોકો આ નમકમાં ભાંગના બીજ, હળદર, હિંગ, રાઈ (સરસો) વાળું પણ બનાવે છે. ઉત્તરાખંડમાં મળતી ઘણી વનસ્પતિઓ નાખી આ પરંપરાગત નમક બનાવવામાં તેઓ ખૂબ જ કારગર છે.
આ નમક ઘણી વાનગીઓમાં નાખીને ખવાય છે. ઘણીવાર દાળ-શાક ઉપલબ્ધ ન હોય ત્યારે રોટલી પર આ પીસૂ નમક નાખીને ખાય છે. છાસમાં, દહીંમાં બીજી અન્ય ખાવાની સામગ્રીનો સ્વાદ વધારી દે છે. આ સૌથી જૂની અને પ્રભાવી પદ્ધતિ છે. સ્વાસ્થ્યવર્ધક તો છે અને ભોજનમાં પણ જાણે નવા પ્રાણ ફૂંકાય છે. ફુદીનાવાળું નમક પાચનમાં મદદગાર છે. કોલ્ડ અને ફ્લૂ જેવી સમસ્યા થતી નથી. ફુદીનો એન્ટી બેક્ટેરિયલ, એન્ટિ ફંગલ અને એન્ટિ વાયરલ ગુણોથી ભરપૂર છે.
કોથમીરવાળું નમક – કોથમીર એ એક બહેતરીન બોડી બેલેન્સર છે. જે મોસમી બીમારીથી બચાવે છે. પિત્તને શાંત કરે છે.
લસણવાળું નમક – લસણ એ એક પાવરફુલ કંપાઉન્ડ છે. લસણમાં એલિસિન નામનું એન્ઝાઈમ છે જે એન્ટિ બાયોટિકનું કામ કરે છે. જે બહારના અને અંદરના ઘાવ ભરે છે. હૃદયને ક્લોટથી બચાવે છે, હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે. ખૂબ જ સ્વાદવાળું નમક બને છે. લસણ અને લસણના પાંદડાઓથી બનાવે છે.


જીરાવાળું નમક- જીરું વજન ઘટાડવા અને પાચન સુધારવા માટે ઉપયોગી છે.
કાંદા અને કાંદાના પાનવાળું નમક – ગરમીમાં લૂથી બચાવે છે. વાળને પણ તંદુરસ્ત બનાવી રાખે છે.
મુર્યા નમક – આ નમક તુલસી જેવી વનસ્પતિથી બનાવવામાં આવે છે, જે કાકડી પર નાખીને ખવાય છે. સ્વાદ પણ ગજબનો છે.
આવા ઘણી જાતના નમક જેવા કે રાઈ નમક, જંબુ-ચૂરા નમક, ભૂડકી મિર્ચ, લાલ-લીલા મરચાવાળા, ભાંગવાળું મળી રહે છે. આ ઘરે બનાવવા સરળ છે. આ નમક કેવળ ભૂખ જ નથી વધારતું પણ પાચનશક્તિને દુરસ્ત કરે છે. ખાવાપીવા શૌકીન માટે આ નમક લાભ અપાવશે.


આ દરદરુ નમક સ્વાદિષ્ટ બનાવતી મહિલાઓને રોજગારનું મોટું સાધન છે. ઉત્તરાખંડની મહિલાઓ સશક્તિકરણની એક ઓળખ છે. આની મુખ્ય વાત એ છે કે આમાં કોઈ મશીનનો ઉપયોગ કરવામાં નથી આવતો. હાથથી ઓરગેનિક નમક તૈયાર કરવામાં આવે છે. સલાડ, ચાટ કે ફળ પર આ નમક નાખીને ખાઈ શકાય છે. ઘણી પેટની સમસ્યાઓ દૂર થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure