કાકડીના અનેક લાભો
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
કાકડીમાં ઘણાય પોષ્ટિક તત્ત્વો હાજર છે. કાકડી એ ફેટ ફ્રી છે. આમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન સી, વિટામિન કે, કાર્બસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેઝેનીઝ છે. જલદી વજન ઘટાડવા માટે જમ્યા પહેલા કાકડીનું સેવન કરવું જોઈએ. કાકડી ગજબનું સલાડ છે.
પ્રકૃતિનું રમ્ય સ્વરૂપ ખૂબ જ મનમોહક છે, જેને માણવા પ્રકૃતિના ખોળે વિહરવું પડે, તેને મળવું પડે, માણસ જ્યારે પોતાની દોડધામ ભરી જિંદગીથી થાકી જાય છે, ત્રાસી જાય છે ત્યારે તેને અપાર શાંતિ મળે છે, નવી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે.
માણસ જ્યારે ચારેબાજુથી મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો એને સૂઝતો નથી ત્યારે તે ઈશ્ર્વરના શરણે જાય છે પ્રકૃતિમાં રહેલી વ્યક્તિ કે હંમેશાં જે પ્રકૃતિના તત્ત્વો સાથે તાલ મિલાવીને જીવે છે તે વ્યક્તિ કુદરતી રીતે જીવંત બની જાય છે તેમ જ વ્યક્તિ કુદરતી રીતે જ આનંદમાં રહે છે. કુદરતી વાતાવરણમાં રહેવાથી અને કુદરતી ખાન-પાનની પદ્ધતિ અપનાવવાથી વ્યક્તિની તંદુરસ્તી પણ સારી રહે છે એ જ માણસની સાચી સ્મૃદ્ધિ છે.
કુદરતી ખાન-પાનમાં આપણું રક્ષણ કરવાની ક્ષમતા છે બીજા શબ્દમાં કહીએ તો આપણને એક રક્ષણાત્મક સ્તર પ્રદાન કરે છે. આવી જ કુદરતી વનસ્પતિ એ કાકડી છે. પાચનતંત્રને મજબૂત, કીડનીની સમસ્યા માટે રામબાણ તરીકે કામ કરે છે. આની લગભગ સો જેટલી વિવિધ જાતની મળે છે.
કાકડી એ ભારતમાં શાક રૂપે વપરાય છે તેમ જ સલાડના રૂપમાં ખાવામાં પસંદ કરવામાં આવે છે. વિભિન્ન પ્રકારની જાતો બજારમાં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. બારે મહિના બધી જ જગ્યાએ કાકડી વિવિધ પ્રકારની જાતો મળી રહે છે.
પંત સંકર, સ્વર્ણ અગેતી, સ્વર્ણ પૂર્ણિમા, પૂસા સંયોગ, પંજાબી ખીરા, લેમન, ઈગ્લીશ કીરબી, પસસીયન, દીવા, ગેરકીનસ, પીકલીંગ, બુશ ચેમ્પીયન, ગોર્ડન કકુમ્બર, સીલીગ, જેપનીસ, સ્પેશમાસ્ટર, કીસ્ટ્રલ એપલ, સ્ટેટ્રીટ એઈટ લીલટલ લીફ, માર્કતોમર, મુનચર, બર્થલેસ વાઈટ કંકુમ્બર, બેલ્ટ અલ્ફા, બર્પલેસ, હરીલૂમ જેવી ઘણીય પ્રકારની કાકડી મળે છે.
આપણી આસપાસ મળતી કાકડીના પ્રકાર ચીભડા જે કાકડીનો પ્રકાર છે, જેનો રંગ પીળો અને ઉ૫ર બ્રાઉન જેવા પટ્ટા છે જેને મદ્રાસ કંકુમ્બર પણ કહે છે. શરીરના દરેક પ્રકારના સોજા પર
કામ કરે છે. યુરીનની સમસ્યાઓ દૂર કરે છે. ટી.બી.ની સમસ્યા માટે અતિમહત્ત્વનું છે. ઉચ્ચ રક્તચાય (બી.પી.)ની સમસ્યા દૂર કરે છે. આ બારે મહિના મળે છે. આનો સ્વાદ હલકો ખાટ્ટો છે. સુપ, શાક અને રસ લઈ શકાય છે. બીમારી વખતે ખાવી એવું નહિ આ બધી સમસ્યાઓથી દૂર રહેવા આનો વપરાશ કરવો જોઈએ ચામડીને ચમકદાર રાખે છે. વરસાદની ઋતુમાં બીજા પ્રકારના સફેદ ચીભડા મળે છે તે પણ કાકડીનો પ્રકાર છે. સ્વાદહિન છે, પણ ખૂબ જ કારગર છે.
સલાડનો ઉપયોગ ઘણોય થાય છે. એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે, જે રેડિયેશનથી બચાવે છે, લગ્સને સાફ રાખે છે. ઓટો ઈમ્યૂન ડીસીસી જેવી ક્રોનીક બીમારી દૂર કરે છે. શરીરમાં પાણીની કમી દૂર કરે છે. દેશી કાકડી જેના અલગ નામ છે સ્વર્ણ અગેતી, સ્વર્ણપૂર્ણીમા જેવા, કબજિયાતથી જલદી છુટકારો આપે છે. ડ્રીહાઈડ્રેશનથી
બચાવે છે.
હાઈસુગર સમસ્યાને નાબૂદ કરે છે. ઓછી કેલરી છે તેથી વજન પર કાબૂ મેળવે છે.
બોળ કાકડી- શ્રાવણ મહિના પછી મળે છે. હલકા લીલા રંગની અને પાણીથી ભરેલી સ્વાદિષ્ટ કાકડી છે જે લગભગ બોળ ચોથથી ખવાય છે. થોડા સમય માટે જ મળે છે. વાળની સમસ્યા દૂર કરે છે અને ચમકદાર રાખે છે. મેટાબોલિજમમાં સુધારો કરે છે. આંખને સ્વચ્છ રાખે છે.
જંગલી કાકડી- સ્વાદિષ્ટ છે. લાંબી અને લીલી અને આછી સફેદ રંગની છે. ઉત્તર ભારતમાં આનો ઉપયોગ વધુ થાય છે. પગના દુ:ખાવા દૂર કરે છે. યુરીન ને યુરીક એસિડથી મુક્ત રાખે છે.
ગોળ સફેદ કાકડી-પૂર્વોત્તર ભારતમાં આનો પાક લેવાય છે. રસદાર અને સ્વાદિષ્ટ પેટને સ્વચ્છ રાખે છે. વાળ માટે અતિ ઉપયોગી છે. વાળને સીધા અને ચમકદાર રાખે છે.
કાકડીમાં ઘણાય પોષ્ટિક તત્ત્વો હાજર છે. કાકડી એ ફેટ ફ્રી છે. આમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન સી, વિટામિન કે, કાર્બસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેઝેનીઝ છે. જલદી વજન ઘટાડવા માટે જમ્યા પહેલા કાકડીનું સેવન કરવું જોઈએ. કાકડી ગજબનું સલાડ છે.
આ અગણિત ફાયદા છે, જે સીઝનમાં જે કાકડી મળે તેનો ઉપયોગ હિતવાહ છે. ગરમીના દિવસોમાં ૨થી ૩ કાકડીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ગરમીની સમસ્યા થતી નથી. સવારના ૧ ગ્લાસ કાકડીનો રસ પથરીની સમસ્યા દૂર કરે છે. પથરીના ટુકડા કરી કાઢી નાખે છે. પણ સાથે તેલમાં બનતાં નાસ્તાનો ઉપયોગ સદંતર બંધ થવો જોઈએ. લગભગ દરેક પ્રકારના કેલ્સિફિકેશન દૂર કરવાની ક્ષમતા રાખે છે.
કાકડીથી કોઈપણ પ્રકારનો ગૅસ થતો નથી. ખરાબ ખાનપાન કે જેકફૂડના લીધે ગૅસની સમસ્યા થાય છે. કાકડી પર હલકું મીઠું લગાડી લઈ શકાય છે. દહિ વાળું રાયતું લઈ શકાય. કાકડી સવાર-સાંજ ખાઈ શકાય છે. ચોખાના લોટમાં કાકડીનો રસ નાખી ફેસ પેક તરીકે લગાડવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.
કાકડી સર્વ પ્રકાર ઉમદા છે.