તરોતાઝા

સાહિત્ય વિનાના સમાજની કલ્પના જ ન થઈ શકે

વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે – સિસેરો

ડો. ભુપેન્દ્રસિંહ અભાણી

આપણી સંસ્કૃતિની જલતી મશાલ એટલે સાહિત્ય. સાહિત્ય અને સમાજનો અન્યોન્ય આશ્રિત સંબંધ છે. સાહિત્ય એ સમાજનું દર્પણ છે. સાહિત્ય વિનાના સમાજની કલ્પના જ ન થઈ શકે. તેથી જ કહેવાયું છે કે : અંધકાર હૈ વહાં જહાં આદિત્ય નહીં હૈ ! મુર્દા હૈ વહ દેશ જહા સાહિત્ય નહીં હૈ !!

તા. ૨૩ એપ્રિલ એટલે “વિશ્ર્વ પુસ્તક દિન વિશ્ર્વ પ્રસિદ્ધ નાટ્યલેખક વિલિયમ શેકસપિયરનો જન્મ તથા મૃત્યુ એક જ દિવસે તારીખ ૨૩ એપ્રિલના રોજ થયું હતું. તેની યાદમાં ૨૩ એપ્રિલ ૧૯૯૫ થી વિશ્ર્વ પુસ્તક દિન મનાવવામાં આવે છે. આપણે ત્યાં પ્રાચીન સમયથી પુસ્તકો-ગ્રંથોનો અનેકવિધ રીતે મહિમા ગવાયો છે.

માનવી પોતાના વિચારો વ્યક્ત કરતા શીખ્યો પછી એ વિચારો લાગણીઓને સંઘરી રાખી અન્ય સુધી પહોંચાડવાની તેને ઈચ્છા થઈ. સ્વાનુભવને સર્વાનુભવ બનાવવાની અને અન્યની અનુભૂતિ બધે પહોંચાડવા તેણે જુદા જુદા માધ્યમો શોધી કાઢ્યા. લિપિની શોધ થતા અને ભાષાના વિકાસની સાથે પુસ્તકનું અવતરણ થયું. ભોજપત્ર પછી હસ્તપ્રત પછી મુદ્રિત પુસ્તકો મળવા લાગ્યા. એ સમયે હસ્તપ્રતો લહિયાઓ દ્વારા લખાતી જેના ફોટોગ્રાફ્સ આ સાથે જોવા મળે છે. આવી અસંખ્ય હસ્તપ્રતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હસ્તપ્રત ભંડારમાં સ્વ. શ્રી રતુદાનભાઈ રોહડીયા એ ઘણી જહેમત થી એકઠી કરેલી સચવાયેલી છે.

આપણા સ્વાતંત્ર્ય સેનાની શ્રી લોકમાન્ય તિલકે કહેલું કે “હું નર્કમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, એ હશે ત્યાં સ્વર્ગ આપોઆપ સર્જાશે. તો સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે: “સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે. પૈસાને બહુ પ્રેમ કર્યો હવે પુસ્તકને થોડો પ્રેમ
કરી લો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button