તરોતાઝા

સ્વાસ્થ્ય, પ્રગતિ સાથે આત્મ શુદ્ધિની સાધના

‘કાઉસ્સગમ્’ વિજ્ઞાન

ફિટ સોલ -ડૉ. મયંક શાહ

આજનો માનવી મૂંઝવણથી ઘેરાયેલો ભાસે છે. ભલેને તેણે કેટલી પણ વૈજ્ઞાનિક પ્રગતિ કરી હોય, પણ અંદરથી તે ઉદાસ અને દુ:ખી જ હોય છે. તેના દુ:ખના નિવારણ માટે તે બાહ્ય સંસારમાં ભટક્યા કરે છે. બધી જાતના સાધન-સામગ્રી અને ઇન્દ્રિય સુખના વિષયો હોવા છતાં તેને શાંતી મળતી નથી. આ જ આપણા બધાના જીવનની વાસ્તવિકતા છે. કડવું સત્ય છે. આ વિડંબનાના સૂત્રધાર પણ આપણે જ છીએ. અને એનું મુખ્ય કારણ એક જ છે- આપણે વૈજ્ઞાનિક પ્રગતિને માત્ર ભૌતિકતા (ખફયિંશિફહશતળ) સુધી સીમિત રાખી છે. આપણે ‘આધ્યાત્મિકતા’ને વિસારી દીધું છે. એક ક્ષણ માટે પણ વિવેકપૂર્વક વિચાર કર્યો નથી કે આત્મનો વિજ્ઞાન અને કુદરતના નિયમો આધિન જીવન પણ મહત્ત્વનો વિષય છે, આપણા સાચા સુ:ખ માટે અનિવાર્ય છે. આધ્યાત્મિક વિજ્ઞાનને ફરીથી પ્રકાશિત કરવું પડશે. એવું નથી કે આધ્યાત્મિક વિજ્ઞાન સંપૂર્ણ રીતે અદૃશ્ય થઇ ગયું છે. તે આપણા ધર્મ સંસ્કારોમાં અને પ્રાચિન શાસ્ત્રોમાં હજી પણ જીવંત છે, પણ એના માર્મિક રહસ્યો અને જીવન ઉપયોગી સિદ્ધાંતોથી આપણે ઘણા દૂર થઇ ગયા છીએ. ધર્મને અલ્પ ઔપચારિક સ્વરૂપ આપી, આપણી સ્વચ્છંદતામાં ડૂબી રહ્યાં છીએ.

આધ્યાત્મિકતાની મહત્ત્વતા ઘટી રહી છે એ સમજાય છે, પણ એનાથી પણ મોટો ગૂંચવાડો આપણે ઊભો કર્યો છે એ છે આધ્યાત્મિકતા અને ભૌતિકતાને એકબીજાથી વિપરીત વિષયો છે, એમ સમજવું. ખરેખર તો આ બન્ને વિષયો એક જ સિક્કાના બે પાસાં જ છે, અને બન્ને પાસાં એક જ વાત કરે છે-અશુદ્ધતા અને અજ્ઞાનતા દૂર કરો, ત્યારે જ તમારો સાચું અને શુદ્ધ સ્વરૂપ પ્રકટ થશે. આ વાત સમજવી મુશ્કેલ નથી. શરીરની અશુદ્ધિઓ દૂર કરીએ તો શરીર નિરોગી બને, વ્યવહારની અશુદ્ધિઓ દૂર કરીએ તો પ્રગતિ થાય અને આત્માની અશુદ્ધિઓ દૂર કરીએ તો આત્મા પ્રકાશિત થાય… શરીર, મન, વાણી અને આત્માની અશુદ્ધિ દૂર કરવી એ જ ‘તપ’ની સાચી
વ્યાખ્યા છે.

શાસ્ત્રોમાં અનેક પ્રકારના તપના વર્ણન કરવામાં આવ્યું છે, અને બધા તપોમાં સર્વોત્તમ હોય તે છે ‘કાઉસ્સગમ્’ તપ.

કાઉસ્સગમ્ શું છે?

કાઉસ્સગમ્ સ્વ ઉત્ક્રાંતિ માટે સર્વોત્તમ એવી એક પ્રાચીન સાધના છે. આ વિજ્ઞાનનું વર્ણન કરતા શાસ્ત્રો કહે છે કે ‘ભૂતકાળમાં જેણે કૈવલ્ય પ્રાપ્ત કર્યું છે અને ભવિષ્યમાં પણ જે કૈવલ્ય પ્રાપ્ત કરશે, તે ‘કાઉસ્સગમ્’ દ્વારા શકય બનશે.’

આ પ્રાચીન વિજ્ઞાનના કેન્દ્રમાં ‘ઉત્સર્ગ’ને ગોઠવવામાં આવ્યું છે. તે આત્મ- કલ્યાણ માટે એક અનોખા સિદ્ધાંતનું સૂચક છે. ઉત્સર્ગ એટલે મન-વચન-કાયાનો અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ. ઉત્સર્ગને ધ્યાનમાં રાખીને કરેલી સાધના દ્વારા જ કર્મ-બંધનથી મુક્તિ મળે છે. અશુદ્ધ ધર્મ જ તમારા દુ:ખોનું કારણ છે, અને તેની નિર્જરા દ્વારા પરમ સુખ અને આનંદ પ્રાપ્ત થઇ શકે છે.

‘કાઉસ્સગમ્’ પરમ આત્મ પુરુષાર્થ છે. જેના દ્વારા તમારી મોલીક શક્તિઓ અને શુદ્ધ સ્વરૂપ પ્રકટ થાય છે.

‘કાઉસ્સગમ્’ની સાધના
‘કાઉસ્સગમ્’ માત્ર આત્મ કલ્યાણ માટે નહીં તે વર્તમાન જીવનનાં કલ્યાણ માટે પણ ઉપયોગી હોય છે. તમારા રોજિંદા જીવનમાં ‘કાઉસ્સગમ્’ના સિદ્ધાંતોનો સમાવેશ કરવાથી જટીલ બીમારીઓ દૂર થાય છે. અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે અને સાથે સાથે પર્માથિક જીવન જીવી શકાય છે.

‘કાઉસ્સગમ્’નું વૈજ્ઞાનિક સ્વરૂપ એટલે ‘પ્રજાગત’ (ઉશદશક્ષય ભજ્ઞક્ષતભશજ્ઞદક્ષયત) અને ‘પ્રબુદ્ધતા’ (ઉશદશક્ષય ઈંફયિંહહશલયક્ષભય) ની સાધના. આ બન્ને તમારી જ આત્મા શક્તિઓ છે, જે તમારા જીવનમાં દીવાદાંડીની જેમ કાર્ય બજવે છે. ‘પ્રબુદ્ધ’ અને ‘પ્રજાગ’ વ્યક્તિ જ તેના જીવનને સાચી દિશા આપી શકે છે. બધા જ ધર્મોમાં આ જ વિજ્ઞાન સષુુપ્ત રીતે ગોઠવાયેલું હોય છે. આ વાત સમજાઇ જાય તો વિવિધ ધર્મો વચ્ચે મતભેદો શાંત થઇ જશે અને ધર્મ-વિજ્ઞાનનો યુગ તો આરંભ થઇ જશે.

‘કાઉસ્સગમ્’ વિજ્ઞાનનાં ત્રણ મહત્ત્વપૂર્ણ પાસાં તમારા જીવનને સુધારી શકે છે. પહેલું પાસું આ બાહ્ય સંસાર અને વ્યવહારને અનુલક્ષીને છે. તેની સાધના દ્વારા તમારા જીવમાંથી સંઘર્ષ નીકળી જશે. સફળતા, કાર્ય સિદ્ધિ, શુભ લક્ષ્મી સાથે આ વિશ્ર્વ સાથે તાદાત્મયતા (ઇંફળિજ્ઞક્ષુ) સાધી શકશે.

‘કાઉસ્સગમ્’નું બીજું પાસું તમારા આત્મ વ્યવહારને શુદ્ધ કરે છે. માનસિક આકુળતા વ્યાકુળતા ઘટે છે અને અન્ય જીવો સાથેના સંબંધોમાં મીઠાશ પ્રવર્તે છે. આ સાધના દ્વારા આપણી વિવેક બુદ્ધિનો પણ વિકાસ થાય છે. અને શુદ્ધ જ્ઞાનથી મિથ્યાદનનો નાશ થાય છે. મિથ્યાદન એટલે ખોટી ‘સમજ’. એ જ વિવાદ અને પરસ્પર યુદ્ધનું કારણ બનતું હોય છે. ‘કાઉસ્સગમ્’નું બીજું પાસું વિદ્યાર્થીઓના જ્ઞાન ઉપાર્જન માટે ખાસ ઉપયોગી સાબિત થાય છે.

અને અંતે, ‘કાઉસ્સગમ્’નું ત્રીજું પાસું આપણી કર્મ શક્તિને શુદ્ધ કરે છે. જીવ ક્ષણે ક્ષણે કર્મ કરે છે અને કર્મ પરિણામ ભોગવે છે. તમારા દુ:ખોના કારણ તમારા જ છે, ઇશ્ર્વર નહીં, એ સમજાઇ જાય તો એ મહાન સિદ્ધિ ગણાય.

‘કાઉસ્સગમ્’ એક સનાતન સિદ્ધાંત છે, સર્વાંગી વિકાસ માટેનું સર્વોત્તમ સાધન છે. આ ફિલસૂફીને જીવનમાં ઉતારી લઇને તમારો આ ભવ સાર્થક કરો એ જ અભ્યર્થના. આ વિજ્ઞાનના ગૂઢ રહસ્યો પર બે દાયકાથી સંશોધન કર્યા બાદ એક જ વાત સામે આવે છે. તમારી ગતિ, તમારું ભવિષ્ય તમારા જ હાથમાં છે.

તો ચાલો આ દિવ્ય વિજ્ઞાનને જીવન ઉપયોગી બનાવવા આપણે આગળ વધીએ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button