ફેશન નહીં ફિટનેસ માટે જરૂરી છે બ્રા
ફિટનેસ – પ્રતિમા અરોરા
આમ તો બ્રા ને સારા ફિગર સાથે જોડીને જોવાય છે. ભલે એમ કહેવાતું હોય કે બ્રા નહીં પહેરો તો બ્રેસ્ટ શેપમાં નહીં રહે. ભલે બ્રાને ખુબસુરતી અને આકર્ષણ સાથે જોડીને જોવાતું હોય, પણ બ્રા આ બધાથી વધુ, ફિટનેસ માટે જરી છે. બ્રા અને ફિટનેસનો ‘ચોલી – દામન’ જેવો સાથ છે. આજકાલ તો બ્રા ન પહેરવાની ફેશન ચાલી નીકળી છે. બ્રા પહેરવાને પિતૃસત્તાના શોષણ સાથે જોડીને જોવાનો પ્રચાર થાય છે. પણ હકીકત એ છે કે બ્રા પહેરવાના આરોગ્ય અને ફિટનેસે સંબંધિત ઘણા ફાયદા છે.
વર્કઆઉટમાં સપોર્ટ આપે છે બ્રા
જોકે, આ મુદ્દે વિવાદ છે, પણ બિપાશા બાસુ થી લઈને મલાઈકા અરોરા સુધી ફિટનેસ આઇકન તરીકે પ્રખ્યાત લોકોનું માનવું છે કે બ્રા પહેરીને વર્કઆઉટ કરવાથી સહજતાનો અનુભવ થાય છે અને બ્રા વિના વર્કઆઉટ કરવામાં અડચણ આવે છે. ફિટનેસ એક્સપર્ટસ કહે છે કે વર્કઆઉટ વખતે રોજિંદી બ્રા પહેરવાને બદલે સ્પોર્ટસ બ્રા પહેરવી વધુ યોગ્ય છે. તેથી તમે જે પ્રકારનું વર્કઆઉટ કરતા હો તેને અનુપ સ્પોર્ટસ બ્રા ખરીદવી જોઈએ. સ્પોર્ટસ બ્રા પહેરીને વર્કઆઉટ કરવાના વધુ ફાયદા છે. એવું પણ નથી કે બ્રા પહેર્યા વિના વર્કઆઉટ કરો તો તે નુકસાનકારક થાય. નિશ્ચિત પે બે ચાર વાર બ્રા વિના વર્કઆઉટ કરવાથી કોઈ ફરક નથી પડતો, પણ નિયમિત પે બ્રા વિના કસરત કરવાની અસર તમારા સ્તનો પર જર પડશે. જો તમારી કસરત વધુ તીવ્ર હોય તો તમને સ્તનોમાં દર્દ થશે, તેવી જ રીતે અન્ય સમસ્યાઓ પણ થશે. તેથી વ્યાયામ વખતે બ્રા પહેરવી હિતાવહ છે.
સ્પોર્ટસ બ્રાના ફાયદા
જો તમે સ્પોર્ટસ વુમન હો અને પ્રાદેશિક, રાજ્ય સ્તરે કે રાષ્ટ્ર અથવા અંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેતા હો, તો તમને તમારા ટે્રનર એ જર કહેશે કે રોજિંદી બ્રા ઉપર પહેરેલી સ્પોર્ટસ બ્રા તમને રમત માટે કેવી રીતે ફિટ રાખે છે. જોકે આ બાબતે નિષ્ણાતોમાં મતભેદ છે. ઘણા નિષ્ણાતોનું એવું કહેવું છે કે બ્રાનો કોઈ ખાસ ફાયદો નથી.
બ્રા પહેર્યા વિના દોડવું ઘાતક છે
જો તમે એથ્લીટ હો તો એક વાત નોંધી રાખો, કે સામાન્ય જીવનમાં ભલે બ્રા ન પહેરવાથી કોઈ નુકશાન ન થતું હોય, પણ જો તમે પ્રોફેશનલ દોડવીર હો તો બ્રા ન પહેરવી નુકશાનકારક સાબિત થઇ શકે છે. સ્પોર્ટસ બ્રા પહેર્યા વિના દોડવાથી સ્તનની પેશીઓને ક્ષતિ પહોંચી શકે છે અને ઘણીવાર આ નુકશાન કાયમી હોય છે. હા, તમે જોગિંગ બ્રા વિના કરી શકો, પણ પ્રોફેશન સ્પ્રિંટરે તો બ્રા પહેરવી આવશ્યક છે.
એક બ્રા કેટલી વાર પહેરી શકાય?
તમે નિયમિત કસરત કરતા હો અથવા રમતગમતની ગતિવિધિઓમાં ભાગ લેતા હો તો તમારે નિયમિત પે ધોયેલી બ્રા પહેરવી જોઈએ. ભલે, તમે એક જ કલાક પહેરી હોય અથવા કોઈ પરસેવો ન થયો હોય. તેમ છતાં બ્રા રોજ ધોયેલી જ પહેરવી જોઈએ. કેમકે જયારે તમે વર્કઆઉટ કરો ત્યારે તમારા શરીરનું ઉષ્ણતામાન વધી જાય છે અને પરસેવો ન થયો હોય તો પણ બ્રાની આસપાસ એક વિશેષ ભેજ નિર્માણ થઇ જાય છે. તેથી એક વાર પહેરેલી બ્રા વગર ધોયે બીજી વાર પહેરવાથી તમારી ત્વચાને નુકશાન પહોંચી શકે છે. કેમકે તેનાથી ગંદકી, બેક્ટેરિયા અને પરસેવાનું ત્રેખડ સર્જાય છે. પ્રત્યેક વખતે ધોયેલી બ્રા પહેરવાથી આરોગ્ય માટે બહેતર રહેશે અને આત્મવિશ્વાસ માટે પણ. બ્રા હાઇજીન બહુ જરી છે.
શામાટે સ્પોર્ટસ બ્રા જરી છે
જેમ પહેલા જણાવ્યું તેમ સામાન્ય બ્રા પહેરીને પણ રમતગમતમાં ભાગ લઇ શકાય છે, પરંતુ, સ્પોર્ટસ બ્રા પહેરવાથી સ્તનોનું રમતગમત વખતે થતું હલન ચલન સાધારણ બ્રામાં થાય તેના કરતાં ઘણું વધુ નિયંત્રિત થઇ જાય છે. વધારે પડતા હલનચલનથી સ્તનોની પેશીઓને નુકશાન પહોંચે છે. સ્પોર્ટસ બ્રા ન પહેરવાથી બિનજરી રીતે ઉપરનીચે થતા સ્તનો તરફ આપણું ધ્યાન ખેંચાયેલું રહે છે અને ફોક્સ થઇ શકતું નથી, જે થવું જોઈએ. માટે બ્રા પહેરવી ઓછામાં ઓછું સ્પોર્ટસ ગતિવિધિઓ માટે તો જરી છે.
બ્રા બનાવી રાખે છે આકાર
માનવામાં આવે છે કે સ્ત્રીઓ જયારે બ્રા પહેરે છે ત્યારે તેમના બ્રેસ્ટને સપોર્ટ મળે છે, જેને કારણે તેમના સ્તનોનો આકાર બની રહે છે. તેનાથી તે આકર્ષક બની રહે છે અને સ્ત્રીઓને એક આત્મવિશ્વાસ પણ આવે છે. જોકે, આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો બ્રા પહેરવા કરતા ન પહેરવાના વધુ ફાયદા છે. જો બ્રા ન પહેરીએ તો શરીરના તે ભાગને અન્ય ભાગની જેમ જ હવા મળી રહે છે. પરંતુ જો બ્રા પહેરી હોય તો તેના રોમછિદ્રો બંધ થઇ જાય છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે પરફેક્ટ ફિગર વધુ જર છે, કેમકે તેનાથી શરીરની ફિટનેસ અને વિશ્વાસ બંને સારા રહે છે.
પેડેડ બ્રા કોણે પહેરવી જોઈએ
નિષ્ણાતોનું માનીએ તો દરેક મહિલાના વોર્ડરોબમાં પેડેડ બ્રા હોવી જોઈએ. પેડેડ બ્રા માત્ર એ સ્ત્રીઓ માટે નથી જેમના સ્તનનો આકાર નાનો હોય. હકીકતમાં પેડેડ બ્રા સ્તનોનો આકાર મોટો બતાવવા માટે જ નથી પહેરવામાં આવતી, તેનાથી રાહતનું સ્તર ઊંચું રહે છે. હા, બજારમાં નાના સ્તનોને મોટા દર્શાવા અલગ પ્રકારની પેડેડ બ્રા પણ મળે છે. પણ સ્ત્રીઓએ પાતળા પેડ વાળી બ્રા પહેરવી જોઈએ. તેનાથી આકાર બની રહે છે. અને હા, એ બીજી વાત પણ નોંધી રાખો કે દરેક સ્ત્રીએ યોગ્ય માપની બ્રા જ પહેરવી જોઈએ, તો જ તેનો ફાયદો થાય છે.